હદીષનું અનુક્રમણિકા

જે વ્યક્તિ એવી રીતે હજ કરે કે હજ વખતે ન તો તેનાથી કોઈ વ્યર્થ કાર્ય થયું હોય અથવા ન તો કોઈ ગુનોહ થયો હોય તો તે એવી રીતે પાછો ફરશે, જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હતો
عربي અંગ્રેજી ઉર્દુ
‌શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું?
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
‌કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી
عربي અંગ્રેજી ઉર્દુ
અમે નબી ﷺ ના હાથ પર બૈઅત (પ્રતિજ્ઞા લીધી) કે અમે તંગીમાં તેમજ ઉલ્લાસમાં, પસંદ હોય કે નાપસંદ હોય, તેમજ પોતાને પ્રાથમિકતા આપતી વખતે પણ અમે આજ્ઞાકારી બનીને રહીશું અને તમારી ઈતાઅત (આજ્ઞાન પાલન) કરીશું
عربي અંગ્રેજી ઉર્દુ
માનવી તે સમયે નમાઝ ન પઢે જ્યારે ખાવાનું હાજર હો, અને તે સમયે પણ ન પઢે જ્યારે જ્યારે સખત પેશાબ અથવા હાજતની જરૂર હોય
عربي અંગ્રેજી ઉર્દુ
જો તમે જુમ્માના દિવસે ખુતબાની વચ્ચે પોતાના સાથીઓને કહ્યું: ચૂપ રહે, તો તમે વ્યર્થ કાર્ય કર્યું
عربي અંગ્રેજી ઉર્દુ
વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે
عربي અંગ્રેજી ઉર્દુ
પાંચ વસ્તુઓ ફિતરત માંથી છે: ખતના કરાવવી, ગુપ્તાંગની આજુબાજુ વાળ સાફ કરવા, મૂછો કાપવી, નખ કાપવા અને બગલના વાળ ઉખેડવા
عربي અંગ્રેજી ઉર્દુ
કસમ છે, તે ઝાતની જેના હાથમાં મારી જાન છે, આ કોમનો કોઈ પણ વ્યક્તિ ભલેને તે યહૂદી હોય કે ઈસાઈ, જો તેણે મારી પયગંબરી વિશે જાણ્યું અને તો પણ મારી પયગંબરી પણ ઈમાન લાવ્યા વગર જ મૃત્યુ પામશે, તો તે જહન્નમમા જશે
عربي અંગ્રેજી ઉર્દુ
મૂછો કાપો અને દાઢી વધારો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ આ પ્રમાણે વુઝૂ કર્યું અને પછી બે રકઅત નમાઝ પઢી, જેણે પોતાના મનમાં કઈ વાત ન કરી હોય તો તેના પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી
عربي અંગ્રેજી ઉર્દુ
સાત નષ્ટ કરી દેનારી વસ્તુઓથી બચો
عربي અંગ્રેજી ઉર્દુ
હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે
عربي અંગ્રેજી ઉર્દુ
હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું
عربي અંગ્રેજી ઉર્દુ
હું અલ્લાહ સમક્ષ નિર્દોષ છું કે હું તમારા માંથી કોઈને મારો મિત્ર બનાવું, બસ અલ્લાહએ મને મિત્ર બનાવ્યો જેવી રીતે કે ઈબ્રાહીમને પોતાનો મિત્ર બનાવ્યો હતો
عربي અંગ્રેજી ઉર્દુ
પોતાના ઘરોને કબ્રસ્તાન ન બનાવો, મારી કબર ને મેળો ન બનાવશો, અને તમે જ્યાં પણ હોવ મારા પર દરૂદ મોકલતા રહો, કારણકે તમે જ્યાં પણ હશો, તમારું દરુદ મારા સુધી પહોંચાડવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલાને ગેરત આવે છે અને મોમિનને પણ ગેરત આવે છે, અલ્લાહને ત્યારે ગેરત આવે છે, જ્યારે કોઈ મોમિન બંદો એવું કાર્ય કરે, જે અલ્લાહએ હરામ કર્યું હોય
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ અલ્લાહને છોડીને અન્યની કસમ ખાધી તો તેણે કુફ્ર કર્યું અથવા શિર્ક કર્યું
عربي અંગ્રેજી ઉર્દુ
‌મુનાફિક માટે સૌથી ભારે નમાઝ ઈશા અને ફજરની નમાઝ છે, જો તેમને તે બંને નમાઝોના સવાબનો અંદાજો હોત તો તેઓ પોતાના ઘૂંટણે નમાઝ પઢવા આવતા
عربي અંગ્રેજી ઉર્દુ
તે લોકો સૌથી દુષ્ટ લોકો હશે જેઓ કયામતના સમયે જીવિત હશે, અને તે લોકો પણ જેઓ કબરોને સિજદો કરવાની જગ્યા બનાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો)
عربي અંગ્રેજી ઉર્દુ
તમે એવા લોકો તરફ જઈ રહ્યા છો, જેમને પહેલા કિતાબ આપવામાં આવી ચૂકી છે, ત્યાં પહોંચ્યા પછી તેમને સૌથી પહેલા એ વાતની ગવાહી આપવાની દઅવત આપજો કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે
عربي અંગ્રેજી ઉર્દુ
તમે લોકો મારી બાબતે અને મારી પ્રસંશા બાબતે એટલો વધારો ન કરો જેટલો ઈસાઈઓએ મરીયમના પુત્ર (ઈસા અ.સ.) વિષે કર્યો, હું તો ફક્ત અલ્લાહનો બંદો છે, એટલા માટે તમે મને અલ્લાહના બંદા અને તેનો રસૂલ કહો
عربي અંગ્રેજી ઉર્દુ
કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે
عربي અંગ્રેજી ઉર્દુ
તો અલ્લાહ તેને જન્નતમાં પ્રવેશ આપશે, ભલેને તેના અમલ કેવા પણ હોય
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ અલ્લાહ સાથે તે સ્થિતિમાં મુલાકાત કરશે કે તેણે અલ્લાહ સાથે કોઈને ભાગીદાર ઠેહરાવ્યો ન હતો તો તે જન્નત માં દાખલ થશે અને જેણે કોઈને તેની સાથે ભાગીદાર ઠેહરાવ્યો હશે તો તે જહન્નમમાં દાખલ થશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠહેરાવતો હશે તો તે વ્યક્તિ જહન્નમમાં જશે
عربي અંગ્રેજી ઉર્દુ
ગુલુ કરનારાઓ નષ્ટ થઈ ગયા
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ મને પોતાના બંને જડબાની વચ્ચેની વસ્તુ (જુબાન) અને પોતાના બંને પગની વચ્ચેની વસ્તુ એટલે કે (ગુપ્તાંગ) ની સુરક્ષાની બાંયધરી આપે, તો હું તેને જન્નતની બાંયધરી આપું છું
عربي અંગ્રેજી ઉર્દુ
ભવિષ્યમાં તમારા પર કેટલાક એવા અમીર (હોદ્દેદારો) નક્કી કરવામાં આવશે, જેમના કેટલાક કાર્યો તમને પસંદ આવશે અને કેટલાક પસંદ નહીં આવે, જે વ્યક્તિ તેમના (ખરાબ કાર્યોને) ખરાબ કહેશે, તો તે ગુનાહથી બચી જશે અને જે વ્યક્તિ તેમના ખરાબ કાર્યોનો ઇન્કાર કરશે તો તે પણ સલામત રહેશે, પરંતુ જે વ્યક્તિ (તેમના ખરાબ કાર્યો પર) ખુશ થશે અને તેનું અનુસરણ કરશે, તો તે પણ (તેમની માફક જ નષ્ટ થઈ જશે)
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા તમારા માંથી તે વ્યક્તિની નમાઝ કબૂલ નથી કરતો જેને હદષ (નાની મોટી દરેક ગંદકી) થઈ હોય, જ્યાં સુધી તે વઝૂ ન કરી લે
عربي અંગ્રેજી ઉર્દુ
વ્યક્તિ જ્યારે બીમાર થાય છે અથવા સફર કરે છે તો તેના માટે તેની તે ઈબાદતોનો સવાબ લખી દેવામાં આવે છે, જેને તે સ્થાનિક સ્થિતિમાં અથવા તંદુરસ્તીમાં કરતો હતો
عربي અંગ્રેજી ઉર્દુ
સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે
عربي અંગ્રેજી ઉર્દુ
જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ
عربي અંગ્રેજી ઉર્દુ
મિસ્વાક (દાંતણ) મોઢાની પાકી અને અલ્લાહની પ્રસંન્નતાનું કારણ છે
عربي અંગ્રેજી ઉર્દુ
પાંચેય નમાઝો, એક જુમ્આથી લઈને બીજી જુમ્આ સુધી અને એક રમઝાનથી બીજા રમઝાન સુધી પોતાનાથી થયેલ ગુનાહોનો કફફ઼ારો બને છે શરત એ છે કે મોટા ગુનાહોથી બચવામાં આવે
عربي અંગ્રેજી ઉર્દુ
મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે
عربي અંગ્રેજી ઉર્દુ
એક મુસલમાનને ગમે તે રોગ, થાક, દુ:ખ, ચિંતા, મુસીબત કે આફત આવે અથવા તેને કાંટો પણ વાગે, તો અલ્લાહ તેના દ્વારા તેના ગુનાહોને માફ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જહન્નમને મનેચ્છાઓ વડે ઢાંકી લેવામાં આવી છે અને જન્નતને અનિચ્છનીય વસ્તુઓથી ઢાંકી લેવામાં આવી છે
عربي અંગ્રેજી ઉર્દુ
એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ એવા વ્યક્તિ પર રહેમ કરે છે, જે વેચાણ અને ખરીદી અને માંગણી કરતી વખતે ઉદારતા અને નરમીથી કામ લે છે
عربي અંગ્રેજી ઉર્દુ
એક વ્યક્તિ લોકોને દેવું આપતો હતો અને જ્યારે તે પોતાના સેવકોને વસુલી માટે મોકલતો તો તેમને કહેતો: જો તમે કોઈ એવા વ્યક્તિ પાસે જાઓ જે દેવું પૂરું કરવાની ક્ષમતા ન ધરાવતો હોય તો તમે તેને છોડી દે, શક્ય છે કે અલ્લાહ આપણા ગુનાહ માફી કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
સંબંધ જોડવા વાળો તે નથી જે બદલામાં સિલા રહેમી (સંબંધ) જોડે, પરંતુ સિલા રહેમી કરવા વાળો તે છે કે જ્યારે તેની સાથે સંબંધ તોડવામાં આવે તો તે સંબંધ જોડે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ કોઈ ગરીબ (દેવાદાર)ને મહેતલ આપે અને કંઈક દેવું માફ પણ કરી દે, તો અલ્લાહ તેને કયામતના દિવસે પોતાના અર્શની નીચે જગ્યા આપશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ રમઝાનના રોઝા ઈમાન અને સંપૂર્ણ નિખાલસતા સાથે રાખ્યા, તેના ગયા વર્ષના ગુનાહ માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ લૈલતુલ્ કદરની રાત ઈમાનની સાથે તેમજ નેકીની આશા મનમાં રાખી ઈબાદતમાં પસાર કરે તો તેના પાછળના ગુનાહ માફ કરી દેવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા જે વ્યક્તિ સાથે ભલાઈ કરવાનો ઈરાદો કરે છે, તો તેને મુસીબતમાં નાખી તેની અજમાયશ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
તમે મને છોડી દો જ્યાં સુધી હું તમને છોડી દઉં (અને વ્યર્થ સવાલ ન કરો) કારણકે તમારા પહેલાના લોકો વ્યર્થ સવાલ કરવાના કારણે અને પોતાના પયગંબરોનો વિરોધ કરવાના કારણે નષ્ટ થઈ ગયા
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે
عربي અંગ્રેજી ઉર્દુ
દીન નસીહત (શુભચિંતન) નું નામ છે
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક હલાલ પણ સ્પષ્ટ છે અને હરામ પણ સ્પષ્ટ છે
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા તમારા ચહેરા અને માલ નથી જોતો, પરંતુ અલ્લાહ તઆલા તમારા દિલની સ્થિતિ તેમજ તમારો અમલ જોવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
કાર્યોનો આધાર નિયતો પર છે, જે વ્યક્તિની જેવી નિયત હશે તે પ્રમાણે તેને બદલો આપવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
ઇસ્લામ એ છે કે તમે આ વાતની સાક્ષી આપો કે અલ્લાહ સિવાય કોઈ ઇબાદતને લાયક નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, નમાઝ પઢતા રહો, ઝકાત આપતા રહો, રમઝાન માસના રોઝા રાખો અને જો તમને હજ માટેના સફરની શક્તિ હોય તો બૈતુલ્લાહનો હજ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
ગુસ્સો ન કર
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ કોઈને તકલીફ ન પહોંચાડે, જો કોઈ કોઈને તકલીફ પહોંચાડશે તો તેને અલ્લાહ તેને તકલીફ પહોંચાડશે અને જે કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તઆલા તેના પર સખતી કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
જો તમે અલ્લાહ પર એવી રીતે ભરોસો કરો જેવી રીતે કરવાનો હક છે, તો તમને એવી રીતે રોજી આપવામાં આવશે, જેવી રીતે પક્ષીઓને રોજી આપવામાં આવે છે, તેઓ સવારમાં ખાલી પેટ નીકળે છે અને સાંજે ભરપેટ પાછા ફરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ કોઈ વાત એવી કહી જેનો સબંધ આ દીન સાથે નથી તો તે વાત અમાન્ય (બાતેલ) છે
عربي અંગ્રેજી ઉર્દુ
હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો
عربي અંગ્રેજી ઉર્દુ
હે બાળક ! હું તને કેટલીક વાતો શીખવાડવા ઈચ્છું છું, તું અલ્લાહ (ના આદેશ અને પ્રતિબંધો) ની રક્ષા કરો, અલ્લાહ તમારી રક્ષા કરશે, અલ્લાહ (ના આદેશો અને પ્રતિબંધો) ની રક્ષા કરો, તો તમે તેને પોતાની સામે જોશો, જ્યારે તમે કોઈ વસ્તુ માંગો તો ફક્ત અલ્લાહ પાસે જ માંગો, જ્યારે તમને મદદની જરૂર હોય તો ફક્ત અલ્લાહ પાસે જ મદદ માંગ
عربي અંગ્રેજી ઉર્દુ
એક બંદાએ ગુનોહ કર્યો પછી કહે છે: હે અલ્લાહ તું મારા ગુનાહ માફ કરી દે
عربي અંગ્રેજી ઉર્દુ
ઇન્સાફ કરવાવાળા અલ્લાહ પાસે જમણી બાજુ નૂરના મિંબરો પર હશે, અને તેના બન્ને હાથ જમણા જ છે
عربي અંગ્રેજી ઉર્દુ
જેને નરમીથી વચિંત કરી દેવામાં આવ્યો, તો તેને દરેક ભલાઈથી વચિંત કરી દેવામાં આવ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
મારી કોમના દરેક લોકો જન્નતમાં જશે, ફક્ત તેને છોડીને જેણે મારો ઇન્કાર કર્યો
عربي અંગ્રેજી ઉર્દુ
મને જિબ્રઇલ અલૈહિસ્ સલામ સતત પાડોશીઓ વિશે વસિયત કરતા રહ્યા અહીં સુધી કે મેં અનુમાન થવા લાગ્યું કે ક્યાંક તેમને માલમાં વારસદાર બનાવી દે શે
عربي અંગ્રેજી ઉર્દુ
જાડ ફૂંક કરાવવું, તાવીજ પહેરવું અને તવલહ (પતિ-પત્ની વચ્ચે મોહબ્બત પેદા કરવા માટે જાદુ કરવું) શિર્ક છે
عربي અંગ્રેજી ઉર્દુ
શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે
عربي અંગ્રેજી ઉર્દુ
ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ એવો વ્યક્તિ, જેને અલ્લાહ તઆલા કોઈ પ્રજાનો જવાબદાર બનાવે છે, અને તે એ સ્થિતિમાં મૃત્યુ પામે છે કે તેણે તેમની સાથે ધોખો કર્યો હશે, તો અલ્લાહ તેના માટે જન્નત હરામ કરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
દરેક નેક કામ સદકો છે
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ પણ નેકીના કામને તુચ્છ ન સમજો, ભલેને તમારે પોતાના ભાઈ સાથે હસતા મોઢે મુલાકાત કરો
عربي અંગ્રેજી ઉર્દુ
શક્તિશાળી તે નથી, જે પહેલવાન હોય, પરંતુ શક્તિશાળી તે છે, જે ગુસ્સાના સમયે પોતાના પર કાબુ ધરાવતો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
જે કોમ કોઈનું અનુસરણ કરશે તો તે કોમ તેમના માંથી જ ગણાશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ કોઈને કોઈ ભલાઈ તરફ માર્ગદર્શન આપ્યું તો તેને પણ નેકી કરવાવાળા જેટલો જ સવાબ મળશે
عربي અંગ્રેજી ઉર્દુ
મેં નબી ﷺ ને સવાલ કર્યો: અલ્લાહની નજીક સૌથી મોટો ગુનોહ કયો છે? નબી ﷺ એ કહ્યું: «અલ્લાહએ તમારું સર્જન કર્યું છતાંય તમે અલ્લાહ સાથે અન્યને ભાગીદાર ઠેહરવો
عربي અંગ્રેજી ઉર્દુ
મૃતકો માટે અપશબ્દો ન કહો, એટલા માટે કે જે તેમણે આગળ મોકલ્યું તે તેમને મળી ગઈ
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે
عربي અંગ્રેજી ઉર્દુ
સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ ઇચ્છતો હોય કે તેની રોજીમાં અલ્લાહ બરકત કરે, અને તેની ઉંમરમાં વધારો થાય તો તે સિલા રહેમી (સગા સંબંધીઓ સાથે સારો વ્યવહાર) કરે
عربي અંગ્રેજી ઉર્દુ
જે કોઈ કોઈને નુકસાન પહોંચાડશે તો અલ્લાહ તેને નુકસાન પહોંચાડશે અને જે કોઈ કોઈના પર સખતી કરશે તો અલ્લાહ તેના પર સખતી કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, તો તમે તે સ્થિતિમાં ખુબ જ દુઆઓ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ સવારની નમાઝ (ફજરની નમાઝ) પઢી, તે અલ્લાહના શરણમાં આવી ગયો
عربي અંગ્રેજી ઉર્દુ
જે કોઈ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન ધરાવે તો તે સારી વાત કહે અથવા ચૂપ રહે
عربي અંગ્રેજી ઉર્દુ
જે લોકો પર રહેમ નથી કરતો તો તેના પર સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ પણ રહેમ નથી કરતો
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહની સૌથી નજીક દુષ્ટ વ્યક્તિ તે છે, જે હમેંશા ઝઘડો કરવાવાળો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, આ શબ્દો માંથી તમે જે શબ્દ વડે શરૂઆત કરો કરી શકો છો
عربي અંગ્રેજી ઉર્દુ
આપ ﷺ ને પૂછવામાં આવ્યું કે જન્નતમાં સૌથી વધારે કોણ લોકો પ્રવેશ પામશે? આપ ﷺ એ કહ્યું: «અલ્લાહનો તકવો (ડર) અને સારા અખલાક
عربي અંગ્રેજી ઉર્દુ
હયા ઈમાનનો એક ભાગ છે
عربي અંગ્રેજી ઉર્દુ
દુઆ જ ઈબાદત છે
عربي અંગ્રેજી ઉર્દુ
સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહની નજીક દુઆ કરતા વધારે સન્માનજનક કોઈ વસ્તુ નથી
عربي અંગ્રેજી ઉર્દુ
સદકો કરવાથી માલ ઓછો થતો નથી, કોઈને માફ કરી દેવાથી અલ્લાહ તેના સન્માનમાં વધારો કરે છે અને જે વ્યક્તિ અલ્લાહ માટે આજીજી અપનાવે છે તો અલ્લાહ તઆલા તેના દરજ્જા બુલંદ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ પોતાના ભાઈની (તેની ગેરહાજરીમાં) તેની ઇઝ્ઝતનો બચાવ કરશે, તો અલ્લાહ તઆલા તેના ચહેરાને જહન્નમની આગથી દૂર કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ એક દિવસમાં "સુબ્હાનલ્લાહિ વ બિહમ્દિહિ" સો વખત પઢશે, તો તેના ગુનાહ માફ કરી દેવામાં આવશે, ભલેને તેના ગુનાહ સમુદ્રની ફીણ જેટલા પણ કેમ ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ લા શરીક લહુ, લહુલ્ મુલ્કુ વ લહુલ્ હમ્દુ વહુવ અલા કુલ્લિ શયઇન્ કદીર" (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તેનો કોઈ ભાગીદાર નથી, સામ્રાજ્ય તેના જ માટે છે, પ્રશંસા પણ તેના માટે જ છે, તે દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) દસ વખત
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા જેની સાથે ભલાઈનો ઈરાદો કરે છે, તો અલ્લાહ તઆલા તેને દીનની સમજ આપે છે
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તે વ્યક્તિ સાથે મોહબ્બત કરે છે, જે મુત્તકી (પરહેજગાર, ધર્મશીલ), સર્જાનીઓથી બેનિયાઝ, અને વિખ્યાતિથી બચતો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
ખરેખર તમે સૌ તમારા પાલનહારને આ રીતે જ જોશો, જેવું કે તમે આ ચાંદને જોઈ રહ્યા છો, અને તમને તેને જોવામાં સહેજ પણ તકલીફ નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા
عربي અંગ્રેજી ઉર્દુ
સૌથી સંપૂર્ણ ઈમાનવાળો વ્યક્તિ તે છે, જે અખલાકમાં (ચરિત્ર) સૌથી શ્રેષ્ઠ હોય, અને તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે પોતાની સ્ત્રીઓના હકમાં (અધિકારો પૂરા પાડવામાં) સૌથી ઉત્તમ હોય
عربي અંગ્રેજી ઉર્દુ
આ દુનિયા એક સામાન છે અને દુનિયાનો સૌથી શ્રેષ્ઠ સામાન સદાચારી સ્ત્રી છે
عربي અંગ્રેજી ઉર્દુ
વિનમ્રતા જે વસ્તુમાં પણ હોય, તે તેને સુંદર બનાવી દે છે, અને જે વસ્તુઓ માંથી તેને કાઢી લેવામાં આવે તો તે તેને કદરૂપુ કરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે
عربي અંગ્રેજી ઉર્દુ
મોમિન પોતાના સારા વ્યવહારના કારણે રોજેદાર અને રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) નો દરજ્જો પ્રાપ્ત કરી લે છે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી સૌથી શ્રેષ્ઠ વ્યક્તિ તે છે, જેના અખ્લાક (ચરિત્ર) સૌથી સારા હોય
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલાએ કહ્યું: હે ઈબ્ને આદમ ! તું ખર્ચ કર, તારા ઉપર પણ ખર્ચ કરવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તઆલા જાલિમને મહેતલ આપે છે, પરંતુ જ્યારે તેને પકડે છે, તો પછી છોડતો નથી
عربي અંગ્રેજી ઉર્દુ
મેં મારા ગયા પછી કોઈ એવો ફિતનો નથી છોડ્યો, જે પુરુષો માટે સ્ત્રીઓ કરતા વધારે નુકસાનકારક હોય
عربي અંગ્રેજી ઉર્દુ
આસાની પેદા કરો અને સખતીમાં ન નાખો, ખુશખબર આપો, નફરત ન ફેલાવો
عربي અંગ્રેજી ઉર્દુ
આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
શું હું તમને એ મિશન પર મોકલું, જે મિશન માટે અલ્લાહના રસૂલ ﷺ એ મને મોકલ્યો હતો? (નબી ﷺ એ મને આ માર્ગદર્શન આપી મોકલ્યો) કે કોઈ પ્રતિમા (મૂર્તિ) જોવો તો તેને છોડશો નહીં (મિટાવી દેજો) અને જે ઊંચી કબર જોવો તેને જમીન બરાબર કરી દેજો
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ વ્યક્તિ ત્યાં સુધી મોમિન નથી બની શકતો જ્યાં સુધી હું તેની નજીક તેના પિતા, તેની સંતાન અને અન્ય લોકો કરતા વધારે પ્રિય ન બની જાઉં
عربي અંગ્રેજી ઉર્દુ
જે અપશુકન કરે અથવા જેના માટે અપશુકન કરવામાં આવ્યું, જેણે ભવિષ્યવાણી કરી અથવા કરાવી અને જેણે જાદુ કર્યું અથવા કરાવ્યું તો તે અમારા માંથી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ જ્યોતિષ પાસે જાય અને કોઈ વસ્તુ બાબતે તેને પૂછી લે તો તે વ્યક્તિની ચાળીસ દિવસની નમાઝ કબૂલ કરવામાં આવતી થતી
عربي અંગ્રેજી ઉર્દુ
જેણે નક્ષત્રોના જ્ઞાનનો થોડો ભાગ મેળવ્યો તેણે જાદુનો થોડો ભાગ શીખ્યો, તે નક્ષત્રો વિશે જેટલું વધુ જ્ઞાન મેળવતો રહેશે, તેટલું જ તે જાદુ વિશે વધુ જ્ઞાન મેળવતો રહેશે
عربي અંગ્રેજી ઉર્દુ
તે શરત પૂરી કરવા બાબતે સૌથી વધારે ધરાવે છે, જેના દ્વારા તમે (સ્ત્રીના) ગુપ્તાંગને હલાલ કરો છો
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ પણ દરેક નમાઝ પછી આ શબ્દો કહેતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય
عربي અંગ્રેજી ઉર્દુ
સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહની નજીક બીજા દિવસો કરતા આ દિવસોમાં કરવામાં આવેલ નેક અમલ વધુ શ્રેષ્ઠ છે, અર્થાત્ ઝિલ્ હિજ્જહના દસ દિવસ
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ અસરની નમાઝ છોડી દીધી, તો તેનો અમલ વ્યર્થ થઈ ગયો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ સારી રીતે વુઝૂ કરે, તો તેના શરીર માંથી ગુનાહ નીકળી જાય છે, અહીં સુધી કે બન્ને નખની નીચેથી પણ નીકળી જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે બંદો પોતાના ઘરવાળાઓ પર નેકી અને સવાબની ઉમ્મીદ રાખી નિયત રાખતા ખર્ચ કરતો હશે તો તે તેના માટે સદકો ગણવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
ઈમાનની સિત્તેરથી વધુ શાખાઓ છે, અથવા કહ્યું કે સાઈઠથી વધુ શાખાઓ છે, સૌથી શ્રેષ્ઠ શાખા લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહેવું અને સૌથી નીચો દરજ્જો રસ્તા વચ્ચેથી તકલીફ આપતી વસ્તુ દૂર કરવી
عربي અંગ્રેજી ઉર્દુ
જો કોઈ ઊંટના ગળામાં તાંત (શબ્દમાળાનો હાર) અથવા બીજી કોઈ વસ્તુ લટકાયેલી જુઓ તો તેને તરત જ કાપી નાખજો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ લા ઇલાહ ઇલ્ લલ્લાહ કહ્યું, અને અલ્લાહ સિવાય જે વસ્તુની પણ ઈબાદત કરવામાં આવે તેનો ઇન્કાર કર્યો, તો તેનો માલ અને પ્રાળ સુરક્ષિત થઈ જશે અને તેનો હિસાબ અલ્લાહ ના હવાલે રહેશે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા
عربي અંગ્રેજી ઉર્દુ
રહમ કરવાવાળો પર અલ્લાહ રહમ કરે છે, તમે ધરતીના લોકો પર રહેમ કરશો તો જે આકાશમાં છે, તે તમારા પર રહેમ કરશે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ જહન્નમમાં સૌથી સરળ અઝાબ મેળવનાર વ્યક્તિને કહેશે: જો જમીન પર રહેલ દરેક વસ્તુ તમારી હોય, તો શું તમે આ અઝાબથી છુટકારો મેળવવા માટે તે દરેક વસ્તુઓ આપી દેતા? તે વ્યક્તિ કહેશે: હાં
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ એ કઝઅ (અડધા માથાના વાળ છોડી દેવા અને અડધા માથાના વાળછોડી દેવા) કરવાથી રોક્યા છે
عربي અંગ્રેજી ઉર્દુ
આ સાચી વાત તે હોય છે જિન આકાશ માંથી જાણી લાવે છે અને પોતાના સાથી જ્યોતિષને કાનમાં એવી રીતે જણાવે છે કે જે રીતે એક મરઘી કુકડેકુક કરે છે એ રીતે જણાવી દે છે, અને તેઓ તેમાં પોતાની સો જૂઠી વાતો ભેળવી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અમે ઉમર રઝી અલ્લાહુ અન્હુ પાસે હતા, તે સમયે તેમણે કહ્યું: «અમને તકલ્લુફ કરવાથી અર્થાત્ કોઈ કારણ વગર તકલીફ ઉઠાવવાથી રોક્યા છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
આપણો પાલનહાર દરરોજ રાતના છેલ્લા પહોરે દુનિયાના આકાશ પર ઉતરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
કબરો પર ન બેસો અને ન તો તેની તરફ મોઢું કરી નમાઝ પઢો
عربي અંગ્રેજી ઉર્દુ
તે એવા લોકો હતા જ્યારે તેમની કોમમાં કોઈ સદાચારી વ્યક્તિ મૃત્યુ પામતો અથવા કોઈ નેક વ્યક્તિ, તો તેઓ તેની કબરને મસ્જિદ બનાવી લેતા
عربي અંગ્રેજી ઉર્દુ
મને સાત અંગો પર સિજદો કરવાનો આદેશ આપવામાં આવ્યો છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ નમાઝમાં બંને સિજદા વચ્ચે આ દુઆ પઢતા હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી, વર્ હમ્ની, વઆફિની, વહ્દિની, વર્ ઝુક્ની" (અર્થ: હે અલ્લાહ ! તું મને માફ કરી દે, મારા પર રહેમ કર, મને આફિયત આપ, મને માર્ગદર્શન આપ અને મને રોજી આપ)
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ અન્તસ્ સલામ, વમિન્ કસ્ સલામ, તબારક્ત યા ઝલ્ ઝલાલી વલ્ ઇક્રામ
عربي અંગ્રેજી ઉર્દુ
ઉભા ઉભા નમાઝ પઢો, જો તેની પણ શક્તિ ન હોય તો બેઠા બેઠા નમાઝ પઢો, અને જો તેની પણ શક્તિ ન હોય તો પડખા પર નમાઝ પઢી શકો છો
عربي અંગ્રેજી ઉર્દુ
શું તું અઝાનનો અવાજ સાંભળે છે?» તેણે કહ્યું: હા, તો નબી ﷺ એ કહ્યું: «તો તેનો જવાબ આપ» (અર્થાત્ નમાઝ પઢવા માટે મસ્જિદમાં જાઓ)
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ એ અમને ખુતબ એ હાજહ શીખવાડયો
عربي અંગ્રેજી ઉર્દુ
વલી (જવાબદાર) વગર લગ્ન ન થઈ શકે
عربي અંગ્રેજી ઉર્દુ
હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
‌જે (અમીર)નું અનુસરણ કરવાથી અળગો રહ્યો, અને જે (મુસલમાનો)ના જૂથથી અલગ થઈ ગયો, અને જો તે તે જ સ્થિતિમાં મૃત્યુ પામ્યો તો તે અજ્ઞાનતા પર મૃત્યુ પામ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ તમારી પાસે એવી સ્થિતિમાં આવે કે તમે કોઈ વ્યક્તિને પોતાનો સરદાર સ્વીકાર કરી તેના આદેશ મુજબ ચાલી રહ્યા હોય, તેમજ તે તમારી એકતામાં ભંગ પડાવવા ઈચ્છે, અથવા તમારા જૂથમાં વિવાદ ઉભો કરવા માંગતો હોય તો તમે તે વ્યક્તિને કતલ કરી દો
عربي અંગ્રેજી ઉર્દુ
‌જે વ્યક્તિએ કોઈ મૂઆહીદ (તે બિન મુસ્લિમ વ્યક્તિ જેને મુસલમાનો દ્વારા સુરક્ષાનું વચન આપવામાં આવ્યું હોય)ને કતલ કરશે તો તે જન્નતની ખુશ્બુ પણ નહીં સૂંઘી શકે, જ્યારે કે જન્નતની સુંગધ ચાળીસ વર્ષના અંતરે પણ આવતી હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
કોઇ નિર્ણયમાં લાંચ લેનાર તથા આપનાર બંને પર અલ્લાહના રસૂલ ﷺ એ લઅનત કરી છે
عربي અંગ્રેજી ઉર્દુ
ઇસ્લામના પાંચ (સ્તંભો) છે
عربي અંગ્રેજી ઉર્દુ
‌તમારા માંથી કોઈ વ્યક્તિ બુરાઈ થતી જુએ તો તે તેને પોતાના હાથ વડે રોકે, જો હાથ વડે રોકવાની શક્તિ ન હોય તો પોતાની જબાન વડે તે બુરાઈને રોકે, અને જો તે તેની પણ શક્તિ ન ધરાવતો હોય તો તે બુરાઈને પોતાના દિલમાં ખરાબ સમજે, આ ઈમાનનો સૌથી કમજોર દરજ્જો છે
عربي અંગ્રેજી ઉર્દુ
જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી સારા કાર્યો કર્યા તો તેણે અજ્ઞાનતાના સમયે જે ખરાબ કાર્યો કર્યા હતા તેના વિષે તેની પકડ કરવામાં નહીં આવે, અને જેણે ઇસ્લામ કબૂલ કર્યા પછી પણ ખરાબ કાર્યો કર્યા તો તેની તેના પહેલા અને પછી કરેલ બંને કાર્યો પર પકડ કરવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારો શું વિચાર છે કે હું ફરજ નમાઝ પઢું અર્થાત્ પાંચ વખતની નમાઝ પઢું અને નફિલ નમાઝ ન પઢું અને ફક્ત રમજાનના રોઝા રાખું, નફિલ રોઝા ન રાખું, હલાલને હલાલ સમજું અને હરામને હરામ સમજું
عربي અંગ્રેજી ઉર્દુ
સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
ખબરદાર ! શક્ય છે કે કોઈ વ્યક્તિને મારી કોઈ હદીષ પહોંચે અને તે પોતાના ગાદલા પર ટેકો લગાવી બેઠો હોય, અને કહે કે અમારી અને તમારી વચ્ચે ફક્ત અલ્લાહની કિતાબ છે
عربي અંગ્રેજી ઉર્દુ
આવી એડીઓ માટે આગનો અઝાબ છે, વઝુ ખૂબ સારી રીતે કરો
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક બંદાઓ પર અલ્લાહનો હક એ છે કે તેઓ (ફક્ત) તેની જ બંદગી કરે અને તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે અને અલ્લાહ પર બંદાઓનો હક એ છે કે તેં પોતાના તે બંદાને અઝાબ ન આપે, જે તેની સાથે બીજા કોઈને ભાગીદાર ન ઠહેરાવે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ એવી સ્થિતિમાં મૃત્યુ પામે કે તે અલ્લાહ સાથે કોઈને શરીક નથી ઠહેરાવતો, તે જન્નતમાં જશે અને જે એ સ્થિતિમાં મૃત્યુ પામ્યો કે તે અલ્લાહ સાથે કોઈને શરીક કરતો હતો, તો તે જહન્નમમાં જશે
عربي અંગ્રેજી ઉર્દુ
મને ઇસ્લામ વિશે એવી વાત જણાવો કે આજ પછી કોઈને સવાલ કરવાની જરૂર ન પડે, નબી ﷺ એ કહ્યું: «કહો: હું અલ્લાહ પર ઈમાન લાવ્યો, અને પછી તેના પર અડગ રહો
عربي અંગ્રેજી ઉર્દુ
બે શક અલ્લાહ તઆલા કયામતના દિવસે સમગ્ર સર્જન સામે મારી કોમના એક વ્યક્તિને બહાર કાઢશે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા એ સર્જનની તકદીરને આકાશો અને જમીનનું સર્જન કરતા હજાર વર્ષ પહેલા લખી દીધી છે
عربي અંગ્રેજી ઉર્દુ
તમે અલ્લાહનો તકવો જરૂરી અપનાવો, અમીરની વાત સ્વીકારવા અને તેના અનુસરણની નસીહત કરું છું, તે હોદ્દેદાર ભલેને એક હબશી ગુલામ જ કેમ ન હોય, હું મારા પછી જે જીવિત રહીશે તેઓ સખત વિવાદ જોશે, તો તમે મારી સુન્નત અને હિદાયત પામેલ ખુલફાના તરીકાને મજબૂતી સાથે થામી લો
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે મુઅઝ્ઝિન અલ્લાહુ અકબર, અલ્લાહુ અકબર કહે, તો તમારા માંથી (દરેકે) અલ્લાહુ અકબર અલ્લાહુ અકબર કહેવું જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
જે કોઈ વ્યક્તિ નમાઝ પઢવાનું ભૂલી જાય તો તેને જ્યારે પણ યાદ આવે તે નમાઝ પઢી લે, (આ સ્થિતિમાં) ફક્ત નમાઝ કઝા કરવાની હોય છે એ સિવાય કંઈ પણ કફ્ફારો આપવાનો હોતો નથી
عربي અંગ્રેજી ઉર્દુ
ખરેખર માનવી, શિર્ક અને કુફ્ર વચ્ચે તફાવત કરનાર: નમાઝને છોડવું છે
عربي અંગ્રેજી ઉર્દુ
અમારી અને તેમની વચ્ચે એક વચન નમાઝનું છે, જે વ્યક્તિ નમાઝ છોડશે, તો તેણે કુફ્ર કર્યું
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે
عربي અંગ્રેજી ઉર્દુ
હે અબ્બાસ, હે રસૂલના કાકા, અલ્લાહ પાસે દુનિયા અને આખિરતમાં આફિયતનો સવાલ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તમને એ વાતથી રોકે છે કે તમે તમારા પૂર્વજોના નામની કસમો ખાઓ
عربي અંગ્રેજી ઉર્દુ
એક સ્ત્રી અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને એક યુદ્ધમાં મૃતક મળી, તો અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સ્ત્રીઓ અને બાળકોની હત્યા કરવાથી રોક્યા
عربي અંગ્રેજી ઉર્દુ
મન્નત માનવાથી રોક્યા છે, અને કહ્યું: «મન્નત કોઈ ભલાઈ નથી લાવતી, તેના દ્વારા તો બસ કંજૂસ પાસેથી માલ કઢાવવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અને જો હું કોઈ કસમ (સોગંદ) ખાઈ લઉં અને તેનાથી વધુ સારી વસ્તુ જોઉ, તો મારી કસમ (સોગંદ) નો કફ્ફારો (પ્રાયશ્ચિત) આપીશ, અને તે જ કાર્ય કરીશ જેમાં વધુ ભલાઈ હશે
عربي અંગ્રેજી ઉર્દુ
કયામતના દિવસે સૌ પ્રથમ નાહક કતલ વિશે પૂછવામાં આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ ફક્ત અલ્લાહના કાલિમાને ફેલાવવા માટે (અર્થાત્ ઇસ્લામની ઉન્નતિ માટે) યુદ્ધ કરે છે, તે જ અલ્લાહના માર્ગમાં યુદ્ધ કરનારો છે
عربي અંગ્રેજી ઉર્દુ
રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે
عربي અંગ્રેજી ઉર્દુ
મેં તમને એટલા માટે કસમ ખાવાનું નથી કહ્યું કે મને તમારા પર કોઈ શંકા છે, પરંતુ મારી પાસે જિબ્રઈલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) આવ્યા અને કહ્યું કે સર્વશક્તિમાન અને મહાન અલ્લાહ ફરિશ્તાઓ સમક્ષ તમારા પર ગર્વ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
આ બન્ને કબર વાળાને અઝાબ થઈ રહ્યો છે, અને આ અઝાબ કોઈ મોટા ગુનાહના કારણે નથી થઈ રહ્યો, પરંતુ તેમાંથી એક પેશાબના છાંટાથી બચતો ન હતો, અને તેમાંથી બીજો ચાડી કરતો હતો
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે તમે અઝાન સાંભળો, તો તમે પણ મુઅઝ્ઝિન (અઝાન આપનાર) જેમ કહે તેમ કહો
عربي અંગ્રેજી ઉર્દુ
તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં
عربي અંગ્રેજી ઉર્દુ
આ તો એક રગ દ્વારા આવતું લોહી છે, હા એટલા દિવસોમાં તમે નમાઝ છોડી શકો છો, જેટલા દિવસ તમને આ બીમારી પહેલા માસિકનું લોહી આવતું હતું, ફરી ગુસલ કરી નમાઝ પઢવાનું શરૂ કરી દો
عربي અંગ્રેજી ઉર્દુ
પોતાની સફો સીધી કરો, કારણકે સફો સીધી કરવી તે નમાઝને પૂર્ણ કરનારી બાબતો માંથી છે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે
عربي અંગ્રેજી ઉર્દુ