عن عبد الله بن عمرو رضي الله عنهما أن النبي صلى الله عليه وسلم قال:
«بَلِّغُوا عَنِّي وَلَوْ آيَةً، وَحَدِّثُوا عَنْ بَنِي إِسْرَائِيلَ وَلَا حَرَجَ، وَمَنْ كَذَبَ عَلَيَّ مُتَعَمِّدًا فَلْيَتَبَوَّأْ مَقْعَدَهُ مِنَ النَّارِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3461]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ થી રીવાયત છે કે, નબી ﷺએ કહ્યુ:
«મારા તરફથી લોકોને અલ્લાહનો આદેશ પહોંચાડી દો ભલે એક આયત પણ કેમ ન હોય, અને બની ઈસ્રાઈલના લોકો સમક્ષ રજૂ કરો, તેમની સમક્ષ રજૂ કરવામાં કોઈ વાંધો નથી અને જે મારા પર જાણી જોઈને જુઠ્ઠું બોલે તો તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 3461]
આ હદીષમાં નબી ﷺએ આદેશ આપ્યો કે જો તમારી પાસે થોડું પણ જ્ઞાન હોય તો બીજા સુધી પહોંચાડો, ભલેને કુરઆનની નાની આયત હોય અથવા કોઈ હદીષ, પરંતુ શરત એ છે કે તમે જાણતા હોઇ. ફરી નબી ﷺ એ જણાવ્યું કે બની ઇસ્રાલના લોકોની તે સ્થિતિ વર્ણન કરવામાં કોઈ વાંધો નથી, જેનો આપણી શરીઅત સાથે વિરોધ ન હોય. ફરી નબી ﷺ એ પોતાના પર જૂઠ બાંધવાથી સચેત કર્યા, અને જણાવ્યું કે જે વ્યક્તિ પણ તેમના પર જૂઠી વાતો કહે છે તે પોતાનું ઠેકાણું જહન્નમ બનાવી લે.