عَنْ أَبِي هُرَيْرَةَ عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ قَالَ:
«سَيَكُونُ فِي آخِرِ أُمَّتِي أُنَاسٌ يُحَدِّثُونَكُمْ مَا لَمْ تَسْمَعُوا أَنْتُمْ وَلَا آبَاؤُكُمْ، فَإِيَّاكُمْ وَإِيَّاهُمْ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 6]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અંતિમ સમયમાં મારી કોમમાં કેટલાક એવા લોકો હશે, જે તમારી સમક્ષ એવી હદીષો વર્ણન કરશે જે તમે ક્યારેય નહીં સાંભળી હોય અને ન તો તમારા પૂર્વજોએ સાંભળી હશે, તમે આવા લોકોથી બચીને રહેજો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 6]
નબી ﷺ જણાવી રહ્યા છે કે અંતિમ સમયમાં મારી કોમ માંથી જ એવા લોકો ઉભા થશે, જેઓ મારા વિશે જુઠાણું બાંધશે, અને એવી વાતો કહેશે જે વાતો આજ પહેલા કોઈએ નહીં કહી હોય, વિવિધ પ્રકારની જૂઠી હદીષો વર્ણન કરશે, નબી ﷺ એ આવા લોકોથી અળગા રહેવા અને તેમની સાથે બેસવાથી દૂર રહેવાનો આદેશ આપ્યો, અને તેમણે વર્ણન કરેલ હદીષો સાંભળવામાં ન આવે, ક્યાંક એવું ન થાય કે મનમાં કોઈ ખોટી વાત બેસી જાય, કારણકે આપણે તેનાથી આજીઝ છે.