عَنْ الزُّبَيْرِ بْنِ الْعَوَّامِ قَالَ:
لَمَّا نَزَلَتْ: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} [التكاثر: 8]، قَالَ الزُّبَيْرُ: يَا رَسُولَ اللهِ، وَأَيُّ النَّعِيمِ نُسْأَلُ عَنْهُ، وَإِنَّمَا هُمَا الْأَسْوَدَانِ التَّمْرُ وَالْمَاءُ؟ قَالَ: «أَمَا إِنَّهُ سَيَكُونُ».
[حسن] - [رواه الترمذي وابن ماجه] - [سنن الترمذي: 3356]
المزيــد ...
ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
જ્યારે આયત ઉતરી: {ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે) [અત્ તકાષુર: ૮], તો ઝુબૈર રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે હે અલ્લાહના રસૂલ ! અહીંયા તો બસ બે કાળી વસ્તુ પાણી અને ખજૂર જ ઉપ્લબ્ધ છે? તો નબી ﷺ એ કહ્યું: «નજીકમાં જ નેઅમતોની પ્રાપ્તિ થશે».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3356]
જ્યારે આ આયત ઉતરી: {તમને આપેલ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે} અર્થાત્ જે નેઅમતો અલ્લાહએ તમને આપી છે તેના શુકર વિશે સવાલ કરવામાં આવશે, ઝુબૈર બિન અવ્વામ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! કંઈ નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે? અહીંયા તો બસ બે જ નેઆમતો અમારી પાસે છે, અને તે બે નેઅમતો પૂછપરછ કરવાનો અધિકાર નથી ધરાવતી, અને તે બંને નેઅમતો પાણી અને ખજૂર!
નબી ﷺ એ કહ્યું: અત્યારે તમે જે કંઈ સ્થિતિમાં છો તે સ્થિતિ વિશે તમારી પૂછપરછ કરવામાં આવશે, તે બંને નેઅમત અલ્લાહ દ્વારા મળેલ બે ભવ્ય નેઅમતો છે.