عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«مَنْ أَنْظَرَ مُعْسِرًا، أَوْ وَضَعَ لَهُ، أَظَلَّهُ اللهُ يَوْمَ الْقِيَامَةِ تَحْتَ ظِلِّ عَرْشِهِ يَوْمَ لَا ظِلَّ إِلَّا ظِلُّهُ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 1306]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:
«જે વ્યક્તિ કોઈ ગરીબ (દેવાદાર)ને મહેતલ આપે અને કંઈક દેવું માફ પણ કરી દે, તો અલ્લાહ તેને કયામતના દિવસે પોતાના અર્શની નીચે જગ્યા આપશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 1306]
આ હદીષમાં આપ ﷺ જણાવી રહ્યા છે, જો કોઈ વ્યક્તિ દેવાદાર વ્યક્તિને મહેતલ આપશે અથવા તો તેનું કંઈક દેવું માફ કરી દેશે તો તેનો બદલો એ હશે કે અલ્લાહ તઆલા કયામતના દિવસે તેને પોતાના અર્શની નીચે જગ્યા આપશે, જે સમયે સૂર્ય બંદાઓના માથા પર હશે, અને તેની ગરમી અત્યંત સખત હશે. જે દિવસે અલ્લાહના છાંયડા સિવાય બીજો કોઈ છાંયડો નહીં હોઈ.