عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنْ رَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«لَمَّا خَلَقَ اللَّهُ الْجَنَّةَ وَالنَّارَ أَرْسَلَ جِبْرِيلَ عَلَيْهِ السَّلَامُ إِلَى الْجَنَّةِ، فَقَالَ: انْظُرْ إِلَيْهَا وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا فَرَجَعَ، فَقَالَ: وَعِزَّتِكَ لَا يَسْمَعُ بِهَا أَحَدٌ إِلَّا دَخَلَهَا. فَأَمَرَ بِهَا فَحُفَّتْ بِالْمَكَارِهِ، فَقَالَ: اذْهَبْ إِلَيْهَا فَانْظُرْ إِلَيْهَا وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا، فَإِذَا هِيَ قَدْ حُفَّتْ بِالْمَكَارِهِ، فَقَالَ: وَعِزَّتِكَ لَقَدْ خَشِيتُ أَنْ لَا يَدْخُلَهَا أَحَدٌ. قَالَ: اذْهَبْ فَانْظُرْ إِلَى النَّارِ وَإِلَى مَا أَعْدَدْتُ لِأَهْلِهَا فِيهَا. فَنَظَرَ إِلَيْهَا فَإِذَا هِيَ يَرْكَبُ بَعْضُهَا بَعْضًا، فَرَجَعَ فَقَالَ: وَعِزَّتِكَ لَا يَدْخُلُهَا أَحَدٌ. فَأَمَرَ بِهَا فَحُفَّتْ بِالشَّهَوَاتِ، فَقَالَ: ارْجِعْ فَانْظُرْ إِلَيْهَا. فَنَظَرَ إِلَيْهَا فَإِذَا هِيَ قَدْ حُفَّتْ بِالشَّهَوَاتِ، فَرَجَعَ وَقَالَ: وَعِزَّتِكَ لَقَدْ خَشِيتُ أَنْ لَا يَنْجُوَ مِنْهَا أَحَدٌ إِلَّا دَخَلَهَا».
[حسن] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن أبي داود: 4744]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમ બનાવી તો જિબ્રઈલ અલૈહિસ્ સલામને તેની તરફ મોકલ્યા જન્નત તરફ મોકલ્યા તો કહ્યું: જાઓ અને તેને જુઓ, મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ જોઈને પાછા ફર્યા, અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, ફરી અલ્લાહ તઆલાએ તેને નાપસંદ કાર્યો વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ જોઈને પાછા ફર્યા અને કહ્યું: તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે કે કોઈ પણ આમાં દાખલ નહીં થઈ શકે, અલ્લાહ તઆલાએ કહ્યું: જાઓ જહન્નમ તરફ અને જુઓ કે મે તેના રહેવાસીઓ માટે શું તૈયાર કર્યું છે? તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ તેમાં દાખલ થવાની ઈચ્છા નહીં કરે, ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ વડે ઘેરી લીધી, ફરી કહ્યું: જિબ્રઈલ અલૈહિસ્ સલામ જાઓ અને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: તારી ઇઝ્ઝતની કસમ ! કોઈ પણ એવો બાકી નહીં રહે, જે આ જહન્નમમાં દાખલ નહીં થાય».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 4744]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે જ્યારે અલ્લાહ તઆલાએ જન્નત અને જહન્નમને પેદા કરી, તો તેણે જિબ્રઈલ અલૈહિસ્ સલામને કહ્યું: જન્નત તરફ જાઓ અને તેને જુઓ, તેઓ ગયા અને જોઈને પાછા ફર્યા, તો જિબ્રઈલ અલૈહિસ્ સલામ એ કહ્યું: હે મારા પાલનહાર તારી ઇઝ્ઝતની કસમ ! આ જન્નત અને તેમાં રહેલી નેઅમતો, લિજ્જતો વિષે જે કોઈ પણ સાંભળશે તે તેમાં દાખલ થવાની જરૂર ઈચ્છા કરશે, અને તેને પ્રાપ્ત કરવાની કોશિશ કરશે. ફરી અલ્લાહ તઆલા તે જન્નતને મુશ્કેલીઓ અને પરેશાનીઓ વડે ઘેરી લેશે, જેમાં તેના આદેશોનું પાલન અને તેણે રોકેલ્ કાર્યોથી બચવું શામેલ છે, જેથી જે પણ તેમાં દાખલ થવા ઈચ્છતો હોય તેણે આ મુસીબતોનો સામનો કરવો પડશે. ફરીઅલ્લાહ તઆલા કહેશે: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જન્નત તરફ જાઓ અને જુઓ, જ્યારે તેણે જન્નતને પરેશાનીઓ વડે ઘેરી લીધી, જિબ્રઈલ અલૈહિસ્ સલામ તેની તરફ ગયા અને તેને જોઈને પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! મને ભય છે તેના માર્ગમાં આવનારી મુશ્કેલીઓ અને પરેશાનીઓના કારણે કોઈ પણ તેમાં દાખલ નહીં થઈ શકે. અને જ્યારે અલ્લાહ તઆલાએ જહન્નમને પેદા કરી તો કહ્યું: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જાઓ અને જહન્નમને જુઓ, તેઓ ગયા અને જોઈને પરત ફર્યા, ફરી જિબ્રઈલે અલૈહિસ્ સલામ આવીને કહ્યું: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! તેમાં રહેલા અઝાબ, સજા, પરેશાનીઓ વિષે જે પણ સાંભળશે તે તેમાં દાખલ થવાને નાપસંદ કરશે અને તેની તરફ જતાં દરેક માર્ગથી બચીને રહેશે. ફરી અલ્લાહ તઆલાએ જહન્નમને મનેચ્છાઓ અને લિજ્જતો વડે ઘેરી લેશે, ફરી કહ્યું: હે જિબ્રઈલ અલૈહિસ્ સલામ ! જાઓ અને જહન્નમને જુઓ, તેઓ ગયા અને જોઈ પાછા ફર્યા, અને કહેવા લાગ્યા: હે મારા પાલનહાર, તારી ઇઝ્ઝતની કસમ ! તેની આસપાસ રહેલી લિજ્જતો અને મનેચ્છાઓના કારણે કોઈ પણ તેનાથી બચી નહીં શકે.