عن ابن مسعود رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:
«الْجَنَّةُ أَقْرَبُ إِلَى أَحَدِكُمْ مِنْ شِرَاكِ نَعْلِهِ، وَالنَّارُ مِثْلُ ذَلِكَ».

[صحيح] - [رواه البخاري]
المزيــد ...

ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યુ:
«જન્નત, તમારા ચપ્પલના તળિયાથી પણ વધારે નજીક છે અને એવી જ રીતે જહન્નમ પણ».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષ દ્વારા નબી ﷺ એ આપણને ખબર આપી કે જન્નત અને જહન્નમ માનવીની એટલી જ નજીક છે જેટલું કે તેના ચપ્પલનો તળિયો (સોલ) નજીક છે, જે પગના ઉપરના ભાગમાં હોઈ છે, કારણકે ક્યારેક માનવી અલ્લાહને પસંદ આવે એવું કાર્ય કરી જન્નતમાં દાખલ થઈ જાય છે, અથવા કોઇ એવો ગુનોહ કરે છે જેના કારણે તેને જહન્નમમાં નાખી દેવામાં આવે છે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં નેકી પ્રત્યે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે, ભલેને તે થોડુંક જ કેમ ન હોઈ અને ગુનાહ પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, ભલે તે ઓછામાં ઓછો કેમ ન હોઇ.
  2. એક મુસલમાન માટે જરૂરી છે કે તે પોતાના જીવનમાં આશાઓ અને ભય બંનેને એક સાથે રાખે, અને હંમેશા અલ્લાહ પાસે સત્ય પર અડગ રહેવાની દુઆ માંગવી જોઈએ, જેથી તે પોતાની સ્થિતિથી ધોખો ન ખાઈ.
વધુ