عَنْ سُلَيْمَانَ بْنِ صُرَدٍ رضي الله عنه قَالَ:
كُنْتُ جَالِسًا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَرَجُلاَنِ يَسْتَبَّانِ، فَأَحَدُهُمَا احْمَرَّ وَجْهُهُ، وَانْتَفَخَتْ أَوْدَاجُهُ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنِّي لَأَعْلَمُ كَلِمَةً لَوْ قَالَهَا ذَهَبَ عَنْهُ مَا يَجِدُ، لَوْ قَالَ: أَعُوذُ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ، ذَهَبَ عَنْهُ مَا يَجِدُ» فَقَالُوا لَهُ: إِنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «تَعَوَّذْ بِاللَّهِ مِنَ الشَّيْطَانِ»، فَقَالَ: وَهَلْ بِي جُنُونٌ؟
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3282]
المزيــد ...
સુલૈમાન બિન સુરદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હું નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેઠો હતો, અને નજીકમાં જ બે લોકો એકબીજાને ગાળો આપી રહ્યા હતા, તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો, અને તેની નસો ફૂલી ગઈ, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે» તો લોકોએ તેને કહ્યું: ખરેખર નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પાસે ધૃતકારેલ શૈતાનથી પનાહ માંગો», તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3282]
બે વ્યક્તિ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સમક્ષ એકબીજા સાથે લડી રહ્યા હતા અને ગાળો આપી રહ્યા હતા, તો તે બંને માંથી એકનો ચહેરો ગુસ્સાના કારણે લાલ થઈ ગયો અને તેના ગળાની રગો ફૂલવા લાગી.
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું એક એવો કલીમો જાણું છે જે ગુસ્સાવાળો વ્યક્તિ કહે તો તેનો ગુસ્સો દૂર થઈ જશે, જો તે કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી).
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તે વ્યક્તિને કહ્યું: અલ્લાહ પાસે શૈતાનથી પનાહ માંગો.
તો તે વ્યક્તિએ કહ્યું: શું હું પાગલ છું?! તે સમજતો હતો કે પાગલ વ્યક્તિ જ શૈતાનથી પનાહ માંગે છે.