عن حذيفة رضي الله عنه قال: سمعت النبي صلى الله عليه وسلم يقول:
«لَا يَدْخُلُ الْجَنَّةَ قَتَّاتٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6056]
المزيــد ...

હુઝૈફા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«ચાડી કરનાર જન્નતમાં દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6056]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે લોકો વચ્ચે ફસાદ ફેલાવનાર વ્યક્તિ, જે લોકોના સંબંધ ખત્મ કરવા માટે એકબીજાની વાતોને આમતેમ કરતો હોય છે, તેના માટે સખત ચેતવણી છે, કે તે જન્નતમાં દાખલ નહીં થાય.

હદીષથી મળતા ફાયદા

  1. ચાડી કરવી કબીરહ ગુનાહો માંથી એક છે.
  2. આ હદીષમાં ચાડી કરવા પર રોક લગાવવામાં આવી છે: તેનાથી સંબંધો ખરાબ થાય છે, તથા વ્યક્તિગત અને સમુદાયોણે નુકસાન પહોંચે છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (67)
વધુ