عن جُبَير بن مُطْعِم رضي الله عنه أنه سمع النبي صلى الله عليه وسلم يقول:
«لَا يَدْخُلُ الْجَنَّةَ قَاطِعُ رَحِمٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2556]
المزيــد ...

ઝુબૈર બિન મુતઇમ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«સંબંધ તોડવાવાળો જન્નતમાં દાખલ નહીં થાય».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2556]

સમજુતી

આપ ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ પોતાના સંબંધી સાથે સંબંધ તોડે છે, અથવા તેમના અધિકાર નથી આપતો તેમજ તેમને તકલીફ આપે છે તો તે જન્નતમાં દાખલ નહીં થઈ શકે.

હદીષથી મળતા ફાયદા

  1. સગા સબંધીઓ સાથે સંબંધ તોડવા કબીરહ ગુનાહો માંથી એક ગુનોહ છે.
  2. સંબંધ સાચવવો સમાજના માહોલ પ્રમાણે હોય છે, તે જગ્યા, સમય અને લોકો પ્રમાણે બદલાઈ શકે છે.
  3. સબંધ જોડવાનો અર્થ એ કે તેમનો હાલ જાણવો, તેમના પર સદકો કરવો, તેના પર ઉપકાર કરવો, તેઓ બીમારો હોય તો ખબરગીરી કરવી, નેકીનો આદેશ આપવો, અને તેમને બુરાઈથી રોકવા, વગેરે ગુણોનો સમાવેશ થાય છે.
  4. જેટલો નજીકનો સંબંધ તોડવામાં આવે તો જાણી લો કે તે ગુનોહ પણ એટલો જ સખત હશે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (66)
વધુ