عن خَولة الأنصاريةِ رضي الله عنها قالت: سمعت النبي صلى الله عليه وسلم يقول:
«إِنَّ رِجَالًا يَتَخَوَّضُونَ فِي مَالِ اللهِ بِغَيْرِ حَقٍّ، فَلَهُمُ النَّارُ يَوْمَ الْقِيَامَةِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 3118]
المزيــد ...
ખવલહ અન્સારીયા રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેણીએ કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«નિઃશંક કેટલાક લોકો અલ્લાહના માલમાં અવૈદ્ય રીતે ખર્ચ કરે છે, આવા લોકો માટે કયામતના દિવસે જહન્નમ છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 3118]
આપ ﷺ એ તે લોકો વિશે જણાવ્યું, જેઓ મુસલમાનના માલ માંથી બાતેલ તરીકાથી ફેરફાર કરે છે, ખર્ચ કરે છે, અને તે અવૈદ્ય રીતે રકમ લેતા રહે છે, અને આ હદીષનો અર્થ દરેક માટે છે, અવૈદ્ય રીતે કમાવવું અથવા તેને ભેગું કરવો, અથવા વ્યર્થ રસ્તા પર ખર્ચ કરવું, અને આ હદીષમાં એ પણ આવે છે કે અનાથોના માલ માંથી ખાવુ, વકફ કરેલી જગ્યાઓ હડપી લેવી, અમાનતોનો ઇન્કાર કરવો, જાહેર ભંડોળ માંથી પરવાનગી વગર લેવું અને તેને ખર્ચ કરવો પણ આ હદીષની સમજૂતીમાં આવે છે.
ફરી આપ ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે આવા લોકોનો બદલો જહન્નમ છે.