عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صلى الله عليه وسلم قَالَ:
«إِيَّاكُمْ وَالظَّنَّ؛ فَإِنَّ الظَّنَّ أَكْذَبُ الْحَدِيثِ، وَلَا تَحَسَّسُوا، وَلَا تَجَسَّسُوا، وَلَا تَحَاسَدُوا، وَلَا تَدَابَرُوا، وَلَا تَبَاغَضُوا، وَكُونُوا عِبَادَ اللهِ إِخْوَانًا».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6064]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«ખોટા અનુમાન કરવાથી બચો; કારણકે અનુમાન ઘણી વખતે જૂઠા પડતા હોય છે, લોકોની ખામીઓ શોધતા ન ફરો, જાસૂસી ન કરો, ઈર્ષ્યા ન કરો, કોઈની પીઠ પાછળ તેની બુરાઈ ન કરો, એકબીજાથી નફરત ન કરશો, દરેક અલ્લાહના બંદાઓ અંદરો અંદર ભાઈભાઈ બનીને રહો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6064]
આ હદીષમાં નબી ﷺ એ કેટલાક નકારાત્મક તત્વોથી બચવા તેમજ તેનાથી દૂર રહેવાનો આદેશ આપ્યો છે, જે તત્વો મુસલમાન વચ્ચે દુશ્મની અને જુદાઈનું કારણ બને છે, તેમાંથી:
(અનુમાન) તે એક આરોપ હોય છે, જે કોઈ પુરાવા વગર દિલમાં ઉભરે છે, જણાવ્યું કે આ વસ્તુ ઘણી વખત જૂઠી હોય છે.
(લોકોની ખામીઓ શોધતા ફરવું): આંખો અને કાન વડે લોકોની ખામીઓ પર નજર રાખવી.
(જાસૂસી કરવી): છુપી રીતે કોઈનો ભેદ જાણવો, ઘણી વખત આ વસ્તુ બુરાઈને જન્મ આપે છે.
(ઈર્ષ્યા): બીજાની નેઅમતોની પ્રાપ્તિ પર નાખુશ થવું.
(પીઠ પાછળ બુરાઈ કરવી): એટલા માટે કે તેઓ એકબીજાથી મોઢું ફેરવી લે છે, સલામ નથી કરતા, અને મુસલમાન ભાઈની મુલાકાત પણ નથી લેતા.
(નફરત કરવી): નાપસંદ કરવા, નફરત કરવી, બીજાને તકલીફ આપવી, ખોટી વાતો કરવી, ખરાબ વર્તન કરવુ.
ફરી નબી ﷺ એ એક શ્રેષ્ઠ શબ્દ વર્ણન કર્યો, જે મુસલમાનોની સ્થિતિને સુધારા માટે ખૂબ જ જરૂરી છે: (તમે સૌ અલ્લાહના બંદા ભાઈભાઈ બનીને રહો) ભાઈચારો એક એવું બંધન છે, જે લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે, અને તેમની વચ્ચે પ્રેમ અને મોહબ્બતને મજબૂત કરે છે.