عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ الدُّنْيَا حُلْوَةٌ خَضِرَةٌ، وَإِنَّ اللهَ مُسْتَخْلِفُكُمْ فِيهَا، فَيَنْظُرُ كَيْفَ تَعْمَلُونَ، فَاتَّقُوا الدُّنْيَا وَاتَّقُوا النِّسَاءَ، فَإِنَّ أَوَّلَ فِتْنَةِ بَنِي إِسْرَائِيلَ كَانَتْ فِي النِّسَاءِ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2742]
المزيــد ...
અબૂ સઈદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ દ્વારા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«ખરેખર દુનિયા મીઠી અને લીલીછમ છે, અને અલ્લાહ તમારા માથી પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી તે જોઈ લે કે તમે કેવા કાર્યો કરો છો, જેથી તમે દુનિયા અને સ્ત્રીઓથી સચેત રહો, ખરેખર બની ઈસ્રાઇલના લોકોમાં સૌથી પહેલો ફિતનો સ્ત્રીઓ દ્વારા શરૂ થયો હતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2742]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે ખરેખર દુનિયા સ્વાદમાં મીઠી અને જોવામાં લીલીછમ છે, બસ માનવી તેના ધોખમાં આવી તેમાં વ્યસ્ત થઈ જાય છે અને તેને જ પોતાની મહત્વપૂર્ણ ચિંતા બનાવી લે છે. અને ખરેખર અલ્લાહ આપણાં માંથી કેટલાકને આ દુનિયાના જીવન માટે પોતાના ઉત્તરાધિકારી બનાવે છે, જેથી આપણે જોઈ લઈએ કે શું આપણે તેનું અનુસરણ કરીએ છે કે તેની અવજ્ઞા કરીએ છીએ? ફરી નબી ﷺએ કહ્યું: તમે દુનિયાનો સામાન અને તેની સુંદરતા જોઈ ધોખામાં પડી જવાથી બચીને રહો, બસ દુનિયા તમને તે કાર્યો છોડવા પર પ્રોત્સાહિત કરે છે, જેને કરવાનો આદેશ અલ્લાહએ આપ્યો છે અને તે કાર્યો કરવા કહે છે જેનાથી અલ્લાહએ રોક્યા છે. દુનિયાનો સૌથી મોટો ફિતનો જેનાથી બચીને રહેવું જોઈએ તે સ્ત્રીઓનો ફિતનો છે, અને તે જ ફિતનો બની ઇસ્રાઇલના લોકોમાં સૌથી પહેલા આવ્યો હતો.