عَنِ ابْنِ عَبَّاسٍ رَضيَ اللهُ عنهما أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ يَقُولُ:
«اللهُمَّ لَكَ أَسْلَمْتُ، وَبِكَ آمَنْتُ، وَعَلَيْكَ تَوَكَّلْتُ، وَإِلَيْكَ أَنَبْتُ، وَبِكَ خَاصَمْتُ، اللهُمَّ إِنِّي أَعُوذُ بِعِزَّتِكَ، لَا إِلَهَ إِلَّا أَنْتَ أَنْ تُضِلَّنِي، أَنْتَ الْحَيُّ الَّذِي لَا يَمُوتُ، وَالْجِنُّ وَالْإِنْسُ يَمُوتُونَ».
[صحيح] - [متفق عليه، وهذا لفظ مسلم ورواه البخاري مختصرًا] - [صحيح مسلم: 2717]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેતા હતા:
હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો, તારા પર ઈમાન લઇ આવ્યો, તારા પર ભરોસો કર્યો, તારી તરફ ઝુકી જવું છું, અને તારી મદદ દ્વારા કુફ્ર સાથે ઝઘડો કર્યો, હે અલ્લાહ! હું એ વાતથી તારી ઇઝઝતની પનાહમાં આવું છું, તારા સિવાય કોઈ સાચો ઇલાહ નથી, કે તું મને હિદાયતથી હટાવી ગુમરાહ કરી દે, તું જ હંમેશા જીવિત રહેવાવાળો છે અને તને ક્યારેય મૃત્યુ આવી શકતું નથી, અને માનવીઓ તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામવાના છે.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સહીહ મુસ્લિમ - 2717]
આપ સ.લ. આ શબ્દો વડે દુઆ કરતા હતા : (હે અલ્લાહ! હું તારા માટે આજ્ઞાકારી બંદો બની ગયો) હું બચી ગયો, (હું તારા પર ઇમાન લાવ્યો) મેં પુષ્ટિ કરી અને મેં એકરાર કર્યો, (મેં તારા પર જ ભરોસો કર્યો) હું મારા કામ તારે હવાલે કરું છું અને તારા પર જ ભરોસો કરું છું, (હું તારી તરફ ઝૂકી ગયો) હું તારી તરફ જ પાછો ફર્યો અને હું સ્વીકાર કરું છું, (મેં ઝઘડો કર્યો) તારા દુશ્મનો સાથે તકરાર કરી (હે અલ્લાહ! હું તારી પનાહમાં આવું છું) હું તારા શરણમાં આવ્યો, (તારી ઇઝઝતની પનાહમાં) શક્તિ અને પ્રભુત્વ દ્વારા, (તારા સિવાય કોઈ ઇલાહ નથી) તારા સિવાય કોઈ સાચો માબૂદ નથી, (ગુમરાહ કરી દે) હિદાયત અને તારી પ્રસન્નતાની તૌફીકથી વચિંત કરી દે, (તું જીવિત છે, તને ક્યારેય મોત નહિ આવે) તું કદાપિ મૃત્યુ નહિ પામે, (અને માનવી તેમજ જિન્નાતો દરેક મૃત્યુ પામે છે.)