عَنْ عَائِشَةَ أُمِّ المُؤْمِنين رَضِيَ اللَّهُ عَنْهَا، قَالَتْ:
مَا رَأَيْتُ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُسْتَجْمِعًا قَطُّ ضَاحِكًا، حَتَّى أَرَى مِنْهُ لَهَوَاتِهِ، إِنَّمَا كَانَ يَتَبَسَّمُ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6092]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન્ આયશા રઝી અલ્લાહુ અન્હા (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6092]
આ હદીષમાં આયશા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કદાપિ એવું હસવામાં અતિશયોક્તિ નહતા કરતા કે તેમનું તાળવુ દેખાવા લાગે, અને તે ગળા ઉપરના ભાગમાં રહેલા માસને કહે છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા.