+ -

عَنْ جَابِرِ بْنِ سَمُرَةَ رَضيَ اللهُ عَنْهُ:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا صَلَّى الفَجْرَ جَلَسَ فِي مُصَلَّاهُ حَتَّى تَطْلُعَ الشَّمْسُ حَسَنًا، وَقَالَ: كَانَ لَا يَقُومُ مِنْ مُصَلَّاهُ الَّذِي يُصَلِّي فِيهِ الصُّبْحَ أَوِ الغَدَاةَ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ، فَإِذَا طَلَعَتِ الشَّمْسُ قَامَ، وَكَانُوا يَتَحَدَّثُونَ فَيَأْخُذُونَ فِي أَمْرِ الجَاهِلِيَّةِ، فَيَضْحَكُونَ وَيَتَبَسَّمُ.

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 670]
المزيــد ...

જાબિર બિન્ સમુરહ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે પણ ફજરની નમાઝ પઢતા તો સૂર્ય ઉગતા સુધી પોતાની નમાઝ પઢવાની જગ્યા એ જ બેસી રહેતા, એક બીજી રિવાયતમાં કહ્યું: આપ તે જ જગ્યાએ ફજર અથવા ચાશ્તની નમાઝ સુધી બેસી રહેતા , અને સૂર્યોદય સુધી ઉભા નહતા થતા, સૂર્ય ઉગી ગયા પછી ઉભા થતા, અને લોકો જે કઈ અજ્ઞાનતાના સમયે કર્યું હતી તેની વાતો કરતા અને હસતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 670]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો હતો કે તે જયારે પણ ફજરની નમાઝ પઢતા તો સૂર્યોદય સુધી નમાઝ પઢવાની જગ્યાએ જ બેસી રહેતા, અને તેઓ પોતાની નમાઝની જગ્યા પરથી સૂર્યોદય થાય ત્યાં સુધી ઉઠતા ન હતા, જ્યાં સુધી ફજરની નમાઝ ન પઢતા. જયારે સૂર્ય ઉગી જતો, તો ઉભા થઇ જતા, અને લોકો ઇસ્લામ પહેલાની પોતાની કેટલીક બાબતો વિશે વાત કરતા અને ઉલ્લેખ કરતા, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચૂપ રહેતા અને હસતા અને તેઓ' પણ તેમની સાથે હસતા.

હદીષથી મળતા ફાયદા

  1. ફજર પછી સૂર્યોદય સુધી ઝિક્ર કરવાની યોગ્યતા અને જો કોઈ કારણ ન હોય તો કાયમ કરવું.
  2. અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના સારા શિષ્ટાચાર અને સૌમ્યતાનું વર્ણન; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબા સાથે બેસતા અને જે કઈ પણ તેઓ ચર્ચા કરતા તે સંભાળતા અને સ્મિત કરતા.
  3. મસ્જિદમાં અજ્ઞાનતાના સમયની વાતો કરવી જાઈઝ છે.
  4. હસવું અને સ્મિત કરવું માન્ય છે અને જેનાથી રોકવામાં આવ્યા છે, તે અતિશય હાસ્ય છે.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الدرية المجرية الجورجية المقدونية الخميرية
ભાષાતર જુઓ
વધુ