عن أبي هريرة رضي الله عنه عن النبي صلى الله عليه وسلم:
«اللهُمَّ لَا تَجْعَلْ قَبْرِي وَثَنًا، لَعَنَ اللهُ قَوْمًا اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ».
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 7358]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી. નબી ﷺ થી રિવાયત કરે છે:
«હે અલ્લાહ ! મારી કબરને મૂર્તિ ન બનાવજે, કે જેની ઈબાદત કરવામાં આવે, અલ્લાહએ તે કોમ પર લઅનત કરી છે, જેણે પોતાના પયગંબરની કબરને સિજદો કરવાની જગ્યા બનાવી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 7358]
નબી ﷺ એ પોતાના પાલનહાર પાસે દુઆ માંગી કે તેમની કબરને મૂર્તિ ન બનાવવામાં આવે કે લોકો તેની મહાનતાના કારણે ઈબાદત કરે, તેને સિજદો કરવા માટે કિબલો બનાવે, ફરી નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ તે લોકોને પોતાની રહમતથી દૂર કરી દીધા જેમણે પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી, કારણકે તે જગ્યાએ સિજદો કરવાથી ઈબાદત કરવા માટેનું મથક અને તેનો અકીદો(માન્યતા)ઓનો દ્વારા ખૂલતો હોય છે. (એટલા માટે રોક લગાવવામાં આવી.)