عَنْ مَحْمُودِ بْنِ لَبِيدٍ رضي الله عنه أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ أَخْوَفَ مَا أَخَافُ عَلَيْكُمُ الشِّرْكُ الْأَصْغَرُ» قَالُوا: وَمَا الشِّرْكُ الْأَصْغَرُ يَا رَسُولَ اللهِ؟ قَالَ: «الرِّيَاءُ، يَقُولُ اللهُ عز وجل لَهُمْ يَوْمَ الْقِيَامَةِ إِذَا جُزِيَ النَّاسُ بِأَعْمَالِهِمْ: اذْهَبُوا إِلَى الَّذِينَ كُنْتُمْ تُرَاؤُونَ فِي الدُّنْيَا، فَانْظُرُوا هَلْ تَجِدُونَ عِنْدَهُمْ جَزَاءً؟».
[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 23630]
المزيــد ...
મહમૂદ બિન લબીદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો), કયામતના દિવસે જ્યારે અલ્લાહ તઆલા લોકોને તેમના અમલનો બદલો આપશે તે સમયે અલ્લાહ તઆલા કહેશે: તે લોકો પાસે ચાલ્યા જાઓ, જેમના માટે દુનિયામાં તમે અમલ કરતા હતા, અને જાવ જુઓ તેમની પાસે તમારા માટે કંઈ બદલો છે?».
[હસન] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 23630]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે મારી કોમ બાબતે મને સૌથી મોટી વસ્તુ જેનો ડર લાગી રહ્યો છે: તે શિર્કે અસગર (નાનું શિર્ક), અર્થાત્ રિયાકારી (દેખાડો), લોકોને દેખાડવા માટે અમલ કરવું ફરી નબી ﷺએ જેઓ દેખાડો કરે છે, તેમની સજા વિશે ખબર આપી: તેમને કહેવામાં આવશે: જાઓ જેના માટે કાર્ય કરતા હતા તેમની પાસે બદલો માંગી લો, તો જુઓ, શું તેઓ તમારા કાર્યોનો બદલો આપે છે અથવા શું તેઓ બદલો આપવામાં માટે શક્તિ ધરાવે છે?!