હદીષનું અનુક્રમણિકા

હું તમારા પ્રત્યે જે વસ્તુથી સૌથી વધારે ડર રાખું છું તે વસ્તુ શિર્કે અસગર છે, પૂછવામાં આવ્યું: હે અલ્લાહના રસૂલ ! આ શિર્કે અસગર શું છે? નબી ﷺ એ કહ્યું: રિયાકારી (દેખાડો)
عربي અંગ્રેજી ઉર્દુ
હે અલ્લાહ ! જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમને સખતીમાં નાખી દે તો તું પણ તેને સખતીમાં નાખી દે, જે વ્યક્તિ મારી ઉમ્મતના કોઈ કામનો જવાબદાર બને પછી તે તેમની સાથે નરમી કરે તો તું પણ તેમની સાથે નરમી કર
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ લોકોમાં સૌથી વધારે ઉત્તમ અખ્લાક (ચરિત્ર) વાળા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ ના અખ્લાક કુરઆન (માં વર્ણવેલ આદેશો મુજબ) હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ચપ્પલ પહેરવામાં, કાંસકો કરવામાં અને પાકી મેળવવામાં અને દરેક કામમાં જમણી બાજુથી શરૂ કરવાનું પસંદ કરતાં હતાં
عربي અંગ્રેજી ઉર્દુ
મેં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કદાપિ એવી રીતે ખૂલીને હસતાં નથી જોયા કે તેમનું તાળવુ દેખાવા લાગે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફક્ત સ્મિત કરતાં હતા
عربي અંગ્રેજી ઉર્દુ
મેં નબી ﷺ સાથે દસ રકઅતો શીખી
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે (તહજ્જુદ) પઢવા માટે ઉઠતા, તો મિસ્વાક વડે ખૂબ સારી રીતે મોઢું સાફ કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
શું હું તમને દજ્જાલ વિષે એવી વાત ન જણાવું કે જે કોઈ નબી એ પોતાની કોમને જણાવી નથી? દજ્જાલ કાળો હશે, અને તે પોતાની સાથે જન્નત અને જહન્નમ જેવી વસ્તુ લઈને આવશે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અરબ માટે નષ્ટતા તે બુરાઈના કારણે આવશે, જેનો સમય નજીક આવી ગયો છે, આજે યાજૂજ અને માજૂજની દિવાલમાં આટલું કાળું પડી ગયું છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પડદો કરતી કુંવારી છોકરી કરતા પણ વધુ હયાદાર હતા, જ્યારે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કોઈ વાત નાપસંદ લાગતી તો અમે તેને આપના ચહેરા પરથી સમજી જતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે નમાઝ પઢતા તો પોતાના બંને હાથને એટલા ફેલાવતા કે બગલોની સફેદી નજર આવવા લગતી
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા
عربي અંગ્રેજી ઉર્દુ
જો મોમિનો પર અથવા મારી ઉમ્મત પર અઘરું ન હોત, તો હું તેમને દરેક નમાઝના સમયે મિસ્વાક (દાતણ) કરવાનો આદેશ આપતો
عربي અંગ્રેજી ઉર્દુ
હું અને આપ ﷺ એક જ વાસણ માંથી ગુસલ (સ્નાન) કરતા, જ્યારે કે અમે બન્ને જુનુબી હતા, આપ ﷺ મને સરવાલ બાંધી લેવાનો આદેશ આપતા, અને મારી સાથે ભેગા થઈ જતા જ્યારે કે મારા માસિક દિવસો ચાલતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દરેક લોકો કરતાં સૌથી વધારે દાનવીર હતા, ખાસ કરીને રમજાનના મહિનામાં જ્યારે જિબ્રઇલ અલૈહિસ્ સલામ (તેમના પર સલામતી થાય) સાથે તેમની મુલાકાત થતી, તો વધુ દાન કરતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
મેં કોઈ પણ લાંભા વાળ વાળા વ્યક્તિને લાલ કપડાંમાં અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી વધુ સુંદર નથી જોયો
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ બાથરૂમ માટે જતા, તો તું હું અને મારા જેવો એક બીજો છોકરો આપના માટે પાણીનો બંદોબસ્ત કરતા તેમજ એક ભાલો (જમીનમાં) નાખી દેતા, આપ પાણી વડે પાકી પ્રાપ્ત કરતા
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જયારે પણ ફજરની નમાઝ પઢતા તો સૂર્ય ઉગતા સુધી પોતાની નમાઝ પઢવાની જગ્યા એ જ બેસી રહેતા
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
અલ્લાહુમ્મ ઇન્નમા અન બશર, ફઅય્યુમા રજુલિન્ મિનલ્ મુસ્લિમીન સબબ્તુહુ અવ લઅન્તુહુ અવ જલદ્તુહુ ફજ્અલ્હા લહુ ઝકાતન્ વ રહમતન્" (અર્થ: હે અલ્લાહ હું પણ એક માનવી જ છું, મેં જેનું અપમાન કર્યું, હોય, જેને શાપ આપ્યો હોય, જેને કોરડા માર્યા હોય, તે દરેક માટે તું તેને ઝકાત અને દયાનો સ્ત્રોત બનાવી દે)
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે ક્યારેય દિવસમાં બે વાર ભોજન નથી લીધું, પરંતુ તેમાં એક ખજૂર હોતી
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના પરિવારે મદીનહ આવ્યા પછી સતત ત્રણ રાતો સુધી ઘઉં પેટ ભરીને ખાધા નથી, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અવસાન થઇ ગયું
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પથારી ચામડાની હતી, જેમાં ખજૂરના રેસા ભરેલા હતા
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના મૃત્યુના સમયે દિરહમ, દીનાર, ગુલામ, દાસી કે બીજું કઈ છોડ્યું ન હતું, સિવાય કે તેમનું એક સફેદ ખચ્ચર, તેમના શસ્ત્રો અને જમીનનો ટુકડો, જે તેમણે દાન તરીકે નિયુક્ત કર્યો હતો
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
મને શાપ આપનારો બનાવી મોકલવામાં નથી આવ્યો, પરંતુ મને દયા તરીકે મોકલવામાં આવ્યો છે
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
લોકોને શું થઈ ગયું છે તેઓ આમ આમ કહે છે? પરંતુ હું નમાઝ પણ પઢું છું અને સૂઈ પણ જાઉં છું, અને હું રોઝા પણ રાખું છે ને તેને છોડી પણ દઉં છું, અને હું સ્ત્રીઓ સાથે શાદી પણ કરું છું, બસ જેણે મારી સુન્નતની અવજ્ઞા કરી તેનો મારી સાથે કોઈ સંબંધ નથી
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺને જ્યારે પણ કોઈ બે વસ્તુ માંથી કોઈ એક વસ્તુ પસંદ કરવી હોય, તો જે સરળ હોય તે પસંદ કરતાં, જેમાં કોઈ ગુનોહ ન હોય, અને જો તેમાં કોઈ ગુનોહ હોતો, તો આપ ﷺ તેનાથી ખૂબ દૂર થઈ જતાં
عربي અંગ્રેજી ઉર્દુ
ન તો આપ અપશબ્દો બોલતા હતા ન તો આપ ગંદી વાત કહેતા અને ન તો આપ કોઈ ખરાબ કામમાં પડતા, બજારમાં ન તો રાડો પાડી વાત કરતા હતા અને ન તો આપ બુરાઈનો બદલો બુરાઈથી આપતા હતા પરંતુ આપ માફી અને દરગુજરથી કામ લેતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ