હદીષ: અલ્લાહુમ્મ ઇન્નમા અન બશર, ફઅય્યુમા રજુલિન્ મિનલ્ મુસ્લિમીન સબબ્તુહુ અવ લઅન્તુહુ અવ જલદ્તુહુ ફજ્અલ્હા લહુ ઝકાતન્ વ રહમતન્" (અર્થ: હે અલ્લાહ હું પણ એક માનવી જ છું, મેં જેનું અપમાન કર્યું, હોય, જેને શાપ આપ્યો હોય, જેને કોરડા માર્યા હોય, તે દરેક માટે તું તેને ઝકાત અને દયાનો સ્ત્રોત બનાવી દે)
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «"અલ્લાહુમ્મ ઇન્નમા અન બશર, ફઅય્યુમા રજુલિન્ મિનલ્ મુસ્લિમીન સબબ્તુહુ અવ લઅન્તુહુ અવ જલદ્તુહુ ફજ્અલ્હા લહુ ઝકાતન્ વ રહમતન્"(અર્થ: હે અલ્લાહ હું પણ એક માનવી જ છું, મેં જેનું અપમાન કર્યું, હોય, જેને શાપ આપ્યો હોય, જેને કોરડા માર્યા હોય, તે દરેક માટે તું તેને ઝકાત અને દયાનો સ્ત્રોત બનાવી દે)». [સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2601]
સમજુતી
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દુઆ કરી: હે અલ્લાહ! હું પણ માનવી જ છું, જે પ્રમાણે માનવી ક્રોધિત થાય છે મને પણ ગુસ્સો આવે છે, તે દરેક મોમિન જેને મેં કોઈ ઈજા પહોંચાડી હોય અથવા અપશબ્દો કહ્યા હોય અથવા તેને શાપ આપ્યો હોય અને તેના વિરુદ્ધ તારી કૃપાથી દૂર થવાની દુઆ કરી હોય, અથવા જેને કોરડા માર્યા હોય અથવા માર માર્યો હોય, તેના માટે પવિત્રતા, નિકટતાનો સ્ત્રોત, પ્રાયશ્ચિત અને કૃપા બનાવી દે, જેના દ્વારા તું તેના પર દયા કરે.
ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પોતાની પ્રત્યે કરુણાની સંપૂર્ણતા દર્શાવે છે, , એવી જ રીતે તેમના ચારિત્ર્યની સુંદરતા, અને ઉદારતા પણ દર્શાવે છે; કારણકે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ દ્વારા જે કઈ પણ થઇ, તેનું વળતર સારી રીતે આપવા ઈચ્છતા હતા.
ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જો કહેવામાં આવે: જે વ્યક્તિ વિરુદ્ધ દુઆ કરવી યોગ્ય ન હોય, તેના વિરુદ્ધ કેવી રીતે દુઆ કરવામાં આવે અથવા કેવી રીતે તેનું અપમાન કરવામાં આવે અથવા તેના પર કેવી રીતે શાપ મોકલવામાં આવે, વગેરે? તો તેનો એ જ જવાબ છે, જે આલિમોએ આપ્યો, તેનો સારાંશ બે પ્રકારથી થઇ શકે છે: પહેલો પ્રકાર: ખરેખર જેના વિરુદ્ધ દુઆ કરવામાં આવી છે, તે અલ્લાહની નજીક અને આંતરિક રીતે, તો તેનો લાયક નથી, પરંતુ જાહેર રીતે તે તેનો લાયક છે, શરીઅત પ્રમાણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે એવી વાત જાહેર થઇ કે તે તેને લાયક છે, પરંતુ તે આંતરિક વાસ્તવિકતા પ્રમાણે તે તેનો લાયક ન હતો, અને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ફક્ત જાહેર મુજબ જ નિર્ણય કરવાનો આદેશ આપવામાં આવ્યો છે, અને જે છુપાયેલું છે તે અલ્લાહન શિરે છે. બીજો પ્રકાર: અપમાન, શાપ અને તેના જેવા શબ્દો તેના વાસ્તવિક્ત અર્થમાં ન હતા, પરંતુ તે તો એવા વાક્યો હતા, જે અરબી ભાષામાં કોઈ પણ હેતુ વગર રીવાજ પ્રમાણે કહેવામાં આવતો હતો, જેમકે તમારો હાથ નષ્ટ થઇ જાય, ઉજ્જડ (જે બાળક પેદા કરવાની શક્તિ ન ધરાવે) અને જેનું ગળું દુખે, એવી જ રીતે હદીષમાં છે: (તમે ઘરડા ન થાઓ), એવી જ રીતે મુઆવિયહની હદીષમાં છે: અલ્લાહ તમારું પેટ ન ભરે, વગેરે, તેનો વાસ્તવિક અર્થ તેના વિરુદ્ધ દુઆ કરવાનો ન હતો, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને ભય હતો કે તેમાંથી કોઈ પણ અચાનક (અલ્લાહ તરફ) જવાબ આપશે, એટલા માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના પાલનહાર પાસે સવાલ કર્યો ને દુઆ કરી તે વ્યક્તિ માટે કૃપા, પ્રાયશ્ચિત, નિકટતાનો સ્ત્રોત, પવિત્રતા અને સવાબ બનાવી દે, પરંતુ આ પ્રમાણે ભાગ્યે કોઈ વખત થયું હશે, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ન તો અભદ્ર હતા, ન તો ઈરાદાપૂર્વક અપશબ્દો બોલનારા, ન તો અન્યને શાપ આપનારા અને ન તો પોતાના માટે બદલો લેનારા હતા.