عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ:
أَنَّ نَبِيَّ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَتَبَ إِلَى كِسْرَى، وَإِلَى قَيْصَرَ، وَإِلَى النَّجَاشِيِّ، وَإِلَى كُلِّ جَبَّارٍ يَدْعُوهُمْ إِلَى اللهِ تَعَالَى، وَلَيْسَ بِالنَّجَاشِيِّ الَّذِي صَلَّى عَلَيْهِ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1774]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુસરું, કૈસર અને નજ્જાશી તેમજ અન્ય અત્યાચારી શાસકોને પત્ર લખી અલ્લાહ તરફ આમંત્રણ આપ્યું, નજ્જાશી અત્યાચારી ન હતો, જેની જનાઝાની નમાઝ અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પઢી હતી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1774]
અનસ બિન્ માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પોતાના મૃત્યુ પહેલા આસપાસના રાજાઓને પત્ર લખ્યો, તેમને ઇસ્લામનું આમંત્રણ આપ્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ ખુસરુંને પત્ર લખ્યો, જે પર્શિયાના દરેક રાજાનો લકબ હતો, અને કૈસર તરફ પર પત્ર લખ્યો, જે રોમના દરેક રાજાનો લકબ હતો, એવી જ રીતે નજ્જાશી તરફ પણ પત્ર લખ્યો જે હબશાનો રાજા હતો. એવી જ રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ દરેક અત્યાચારી રાજાઓને પત્ર લખ્યા જે લોકો પર સત્તા કરતા હતા અને તેમના પર અત્યાચાર કરતા હતા, અનસ રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે નજ્જાશી માટે જે પત્ર લખવામાં આવ્યો હતો, તે નજ્જાશી રાજા ન હતો, જેણે ઇસ્લામ ધર્મ સ્વીકારી લીધો હતો, અને મૃત્યુ પામ્યો હતો, જેની જનાઝાની નમાઝ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પઢી હતી (તે બીજો નજ્જાશી રાજા હતો).