عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا قَالَ:
أُنْزِلَ عَلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَهُوَ ابْنُ أَرْبَعِينَ، فَمَكَثَ بِمَكَّةَ ثَلَاثَ عَشْرَةَ سَنَةً، ثُمَّ أُمِرَ بِالْهِجْرَةِ، فَهَاجَرَ إِلَى الْمَدِينَةِ، فَمَكَثَ بِهَا عَشْرَ سِنِينَ، ثُمَّ تُوُفِّيَ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 3851]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ પર વહી ઉતરી જ્યારે આપ ﷺ ચાળીસ વર્ષના હતા, આપ ﷺ મક્કહમાં તેર વર્ષ સુધી રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપ ﷺ ને હિજરત કરવાનો આદેશ આપ્યો, આપ ﷺ એ મદીના તરફ હિજરત કરી, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, પછી આપ ﷺ નું મૃત્યુ થયું.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 3851]
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા જણાવી રહ્યા છે, કે આપ ﷺ પર વહી ઉતરી અને આપ ﷺ ને પયગંબરી આપવામાં આવી ત્યારે આપ ﷺ ની ઉંમર ચાળીસ વર્ષની હતી, વહી આવ્યા પછી તેર વર્ષ સુધી આપ ﷺ મક્કહમાં રહ્યા, પછી અલ્લાહ તઆલા એ આપને હિજરત કરવાનો આદેશ આપ્યો, ત્યાં આપ ﷺ દસ વર્ષ સુધી રહ્યા, અને ત્યારબાદ આપ ﷺ નું મૃત્યુ થયું, જે સમયે આપની ઉંમર ત્રેસઠ વર્ષની હતી.