عن أبي ذر رضي الله عنه:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا رَوَى عَنِ اللهِ تَبَارَكَ وَتَعَالَى أَنَّهُ قَالَ: «يَا عِبَادِي إِنِّي حَرَّمْتُ الظُّلْمَ عَلَى نَفْسِي، وَجَعَلْتُهُ بَيْنَكُمْ مُحَرَّمًا، فَلَا تَظَالَمُوا، يَا عِبَادِي كُلُّكُمْ ضَالٌّ إِلَّا مَنْ هَدَيْتُهُ، فَاسْتَهْدُونِي أَهْدِكُمْ، يَا عِبَادِي كُلُّكُمْ جَائِعٌ إِلَّا مَنْ أَطْعَمْتُهُ، فَاسْتَطْعِمُونِي أُطْعِمْكُمْ، يَا عِبَادِي كُلُّكُمْ عَارٍ إِلَّا مَنْ كَسَوْتُهُ، فَاسْتَكْسُونِي أَكْسُكُمْ، يَا عِبَادِي إِنَّكُمْ تُخْطِئُونَ بِاللَّيْلِ وَالنَّهَارِ وَأَنَا أَغْفِرُ الذُّنُوبَ جَمِيعًا فَاسْتَغْفِرُونِي أَغْفِرْ لَكُمْ، يَا عِبَادِي إِنَّكُمْ لَنْ تَبْلُغُوا ضَرِّي فَتَضُرُّونِي، وَلَنْ تَبْلُغُوا نَفْعِي فَتَنْفَعُونِي، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوا عَلَى أَتْقَى قَلْبِ رَجُلٍ وَاحِدٍ مِنْكُمْ مَا زَادَ ذَلِكَ فِي مُلْكِي شَيْئًا، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ كَانُوا عَلَى أَفْجَرِ قَلْبِ رَجُلٍ وَاحِدٍ مَا نَقَصَ ذَلِكَ مِنْ مُلْكِي شَيْئًا، يَا عِبَادِي لَوْ أَنَّ أَوَّلَكُمْ وَآخِرَكُمْ وَإِنْسَكُمْ وَجِنَّكُمْ قَامُوا فِي صَعِيدٍ وَاحِدٍ فَسَأَلُونِي فَأَعْطَيْتُ كُلَّ إِنْسَانٍ مَسْأَلَتَهُ مَا نَقَصَ ذَلِكَ مِمَّا عِنْدِي إِلَّا كَمَا يَنْقُصُ الْمِخْيَطُ إِذَا أُدْخِلَ الْبَحْرَ، يَا عِبَادِي إِنَّمَا هِيَ أَعْمَالُكُمْ أُحْصِيهَا لَكُمْ ثُمَّ أُوَفِّيكُمْ إِيَّاهَا، فَمَنْ وَجَدَ خَيْرًا فَلْيَحْمَدِ اللهَ، وَمَنْ وَجَدَ غَيْرَ ذَلِكَ فَلَا يَلُومَنَّ إِلَّا نَفْسَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2577]
المزيــد ...
અબૂ ઝર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺ પોતાના બરકત વાળા અને મહાન પાલનહારથી રિવાયત કરે છે, કે અલ્લાહ તઆલાએ કહ્યું: «હે મારા બંદાઓ ! મેં મારા પર જુલમ (અત્યાચાર) કરવાને હરામ કરી દીધું છે અને મેં તેને તમારી વચ્ચે પણ હરામ કરી દીધું છે, બસ ! તમે એકબીજા પર અત્યાચાર ન કરો, હે મારા બંદાઓ ! તમે સૌ ગુમરાહ (પથભ્રષ્ટ) છો, તે લોકો સિવાય જેમને હું હિદાયત આપી દઉં, બસ ! મારી પાસે જ હિદાયત માંગો, હું તમને હિદાયત આપીશ, હે મારા બંદાઓ ! તમે સૌ ભૂખ્યા છો, તે લોકો સિવાય જેમને હું ખાવાનું આપી દઉં, બસ તમે સૌ મારી પાસે જ ખાવાનું માંગો, હું જ તમને ખવડાવીશ, હે મારા બંદાઓ ! તમે સૌ નગ્ન છો, તે લોકો સિવાય જેમને હું પોશાક પહેરાવી દઉં, બસ ! તમે મારી પાસે જ પોશાક માંગો, હું તમને પોશાક પહેરાવીશ, હે મારા બંદાઓ ! તમે રાત- દિવસ ગુનાહ કરો છો અને હું બધા જ ગુનાહોને માફ કરું છું, બસ તમે મારી પાસે જ માફી માંગો, હું તમને માફ કરી દઈશ, હે મારા બંદાઓ ! તમે મારા નુકસાન સુધી નથી પહોંચી શકતા કે તમે મને નુકસાન પહોંચાડી શકો અને ન તો તમે મારા ફાયદા સુધી પહોંચી શકો છો કે તમે મને ફાયદો પહોંચાડી શકો (અર્થાત્ તમે મને નુકસાન અથવા ફાયદો પહોંચાડવાની શક્તિ નથી ધરાવતા), હે મારા બંદાઓ ! જો તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, બધા જ એવા વ્યક્તિ જેવા થઈ જાય, જેના હૃદયમાં અલ્લાહનો ડર હોય છે, તો તે વાત મારી બાદશાહતમાં સહેજ પણ વધારો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! તમારો પહેલો અને છેલ્લો, તમારા માંથી બધાં માનવીઓ અને જિન્નાત, એવા વ્યક્તિ જેવા થઈ જાય, જે તમારામાં સૌથી વધારે વિદ્રોહી તેમજ ગુનેગાર હોય, તો એ વાત મારી બાદશાહતમાં કંઈ પણ ઘટાડો નથી કરી શકતી, હે મારા બંદાઓ ! જો તમારા પહેલા અને છેલ્લા, માનવીઓ તેમજ જિન્નાતો બધા એક ખુલ્લા મેદાનમાં ભેગા મળી, મને સવાલ (ઈચ્છા પ્રમાણે માંગણી) કરે અને હું દરેકને તેમના સવાલ પ્રમાણે આપી દઉં, તો તેનાથી મારા ખજાનામાં એટલો જ ઘટાડો થશે, જેટલો કે સમુદ્રમાં એક સોઈ ડુબાડીને કાઢી લેવાથી સમુદ્રના પાણીમાં થાય છે, હે મારા બંદાઓ ! ખરેખર તમારા કાર્યો છે, જેને હું ગણીને રાખું છું, પછી તમને તેનો સંપૂર્ણ બદલો આપું છું, બસ ! જેઓ ભલાઈ પ્રાપ્ત કરી લે તેઓ અલ્લાહની પ્રસંશા કરે અને જે લોકો તે સિવાયનું જુએ તો તેઓ પોતાને જ મલામત કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2577]
આપ ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ પોતાના પર જુલમ કરવાને હરામ કર્યું છે અને તેણે પોતાના બંદાઓ માટે પણ જુલમને હરામ કર્યું છે, એટલા માટે કોઈ કોઈના પર જુલમ ન કરે, સર્જનીઓ માંથી દરેક સાચા માર્ગથી પથભ્રષ્ટ છે, સિવાય અલ્લાહ એ જેને હિદાયત આપી અથવા તેની તૌફીક આપી, જે વ્યક્તિ તેની પાસે હિદાયતનો સવાલ કરશે તો તે તેને હિદાયતની તૌફીક આપશે અને તેને હિદાયત પણ આપશે, અને એ કે દરેક સર્જનીઓ પોતાની જરૂરત માટે અલ્લાહના મોહતાજ છે, માટે જે વ્યક્તિ અલ્લાહ પાસે સવાલ કરશે તો તે તેની જરૂરત પુરી કરશે અને તે તેના માટે પૂરતો છે, અને ખરેખર બંદાઓ રાત દિવસ ગુનાહો કરે છે, અલ્લાહ તઆલા તેમના ગુનાહો છુપાવે છે, દરગુજર કરે છે, જ્યારે બંદો તેની પાસે માફી માગે છે, તમારા માંથી કોઈ પણ અલ્લાહને કંઈ પણ નુકસાન પહોંચાડી શકતા નથી અને ન તો કંઇ પણ ફાયદો પહોંચાડી શકો છો, અને તે સૌ એક પરહેજગાર વ્યક્તિના દિલ માફક બની જાય તો પણ તેમની પરહેજગારી અલ્લાહની બાદશાહીમાં વધારો નથી કરી શકતી, અને જો તે સૌ એક દુરાચારી વ્યક્તિના દિલની માફક બની જાય તો પણ તેમનું દુરાચાર હોવું તેના સામ્રાજ્યને નુકસાન પહોંચાડી શકતું નથી, કારણકે તેઓ અલ્લાહની નજીક કમજોર અને ફકીર બંદા છે, દરેક સમયે અને જગ્યાએ આપણે તેના મોહતાજ છે, તે બેનિયાજ અને પવિત્ર છે, તેમજ સમગ્ર જિન્નાતો અને માનવીઓ પહેલાના પણ અને પછીના પણ એક જગ્યાએ ભેગા મળી દરેક અલ્લાહ પાસે પોતાની જરૂરતનો સવાલ કરી લે અને અલ્લાહ દરેકની પોતાની જરૂરત પ્રમાણે આપે તો પણ અલ્લાહના ખજાના માંથી સહેજ પણ ઓછું થવાનું નથી, જેવું કે એક સોઈ સમુદ્રમાં નાખી કાઢવામાં આવે તો સમુદ્ર માંથી કઈ પણ ઓછું થતું નથી, અને આ અલ્લાહની સંપૂર્ણ બેનિયાજ હોવાની દલીલ છે.
અને અલ્લાહ તઆલા બંદાઓના દરેક અમલ પર નજર રાખી રહ્યો છે, પછી દરેકને તેમના કાર્યો મુજબ કયામતના દિવસે બદલો આપશે, જે વ્યક્તિ પોતાના અમલનો બદલો ભલાઈમાં જુએ તો તેણે અલ્લાહના વખાણ કરવા જોઈએ કે તેણે તેનું અનુસરણ કરવાની તૌફીક આપી, અને જે વ્યક્તિ પોતાના અમલનો બદલો અન્યરૂપે જુએ તો તે પોતાના નફસને જ દોષી ઠેહરાવે, કે જે તેને નુકસાન તરફ લઈ ગઈ.