+ -

عن ابن عباس رضي الله عنهما
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِيمَا يَرْوِي عَنْ رَبِّهِ عَزَّ وَجَلَّ قَالَ: قَالَ: «إِنَّ اللهَ كَتَبَ الْحَسَنَاتِ وَالسَّيِّئَاتِ، ثُمَّ بَيَّنَ ذَلِكَ، فَمَنْ هَمَّ بِحَسَنَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِهَا فَعَمِلَهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ عَشْرَ حَسَنَاتٍ إِلَى سَبْعِمِائَةِ ضِعْفٍ، إِلَى أَضْعَافٍ كَثِيرَةٍ، وَمَنْ هَمَّ بِسَيِّئَةٍ فَلَمْ يَعْمَلْهَا كَتَبَهَا اللهُ لَهُ عِنْدَهُ حَسَنَةً كَامِلَةً، فَإِنْ هُوَ هَمَّ بِهَا فَعَمِلَهَا كَتَبَهَا اللهُ لَهُ سَيِّئَةً وَاحِدَةً».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6491]
المزيــد ...

ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે
નબી ﷺ પોતાના સર્વશક્તિમાન અને મહાન પાલનહાર અલ્લાહથી રિવાયત કરતાં કહે છે: અલ્લાહ તઆલાએ કહ્યું: « અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ બન્ને લખી દીધી છે, અને તેને સ્પષ્ટ વર્ણન કરતાં કહ્યું: જેણે કોઈ નેકી કરવાનો ઈરાદો કર્યો, પરંતુ જો તે કંઈ કારણસર તે નેકી કરી ન શકે, તો તેના બદલામાં અલ્લાહ તઆલા એક નેકી તેના માટે લખી દે છે, અને જો તેણે નેકીનો ઈરાદો કર્યા પછી તેણે તેના પર અમલ કર્યો, તો અલ્લાહ તઆલા તેના માટે દસ નેકીથી લઈ સાતસો ઘણી નેકી લખે છે, પરંતુ તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને જે વ્યક્તિ કોઈ બુરાઈ કરવાનો ઈરાદો કરે પરંતુ જો તે બુરાઈ ન કરે, તો અલ્લાહ તઆલા તેના બદલામાં તેના માટે એક સંપૂણ નેકી લખી દે છે, અને જો તે ઈરાદા પ્રમાણે તે બુરાઈને કરી પણ લે તો તેના માટે એક જ બુરાઈ લખવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6491]

સમજુતી

આપ ﷺ વર્ણવ્યું કે અલ્લાહ તઆલાએ નેકી અને બુરાઈ માટે એક કાયદો નક્કી કરી દીધો છે, પછી ફરિશ્તાઓને જાણ કરી દીધી કે નેકી અને બુરાઈ લખવાનો તરીકો કઈ રીતે હશે:
જે વ્યક્તિ ઈરાદો કરે અને મજબૂત ઈરાદો કરે તો અલ્લાહ તઆલા તેના માટે એક નેકી લખી દે છે, ભલેને તેણે ઈરાદા પ્રમાણે અમલ ન કર્યો હોય, અને જો તે ઈરાદા પ્રમાણે નેકી કરી લે તો અલ્લાહ તઆલા તેની નેકી દસ થી લઈ કે સાતસો ગણી અથવા તેના કરતાં પણ વધારે લખી શકે છે, અને આ વધારો તેના ઇખલાસ પ્રમાણે કરવામાં આવે છે.
અને જે વ્યક્તિ બુરાઈ કરવાનો મજબૂત ઈરાદો કરી લે પછી જો તે અલ્લાહ માટે તે બુરાઈ છોડી દે અને તેના પર અમલ ન કરે તો અલ્લાહ તઆલા એક નેકી લખે છે અને જો તેણે પોતાની વ્યસ્તતા અથવા સ્ત્રોત ન હોવાના કારણે તે બુરાઈ છોડી દીધી હશે, તો તેના માટે કઈ જ નથી અને જો તે બુરાઈ કરવા માટે લાચાર બની જાય, તો ત્યારે તેની નિયત જોવામાં આવશે, અને જો તે ઈરાદા પ્રમાણે બુરાઈ કરી લે તો તેના માટે એક બુરાઈ લખવામાં આવે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ કોમ પર અલ્લાહની ભવ્ય કૃપાનું વર્ણન કે તે નેકીના કામોનો બદલામાં વધારો કરી, તેને પોતાની પાસે લખી લે છે, જ્યારે કે બુરાઈના વળતરમાં સહેજ પણ વધારો કરતો નથી.
  2. અમલ કરવામાં નિયતની મહત્ત્વતા તેમજ તેનો અસર.
  3. અલ્લાહની કૃપા અને રહેમત તેમજ ઉપકાર કે જો તમે કોઈ નેકીનો ઈરાદો કરો અને કંઈ કારણસર તે નેકી ન કરી શક્યા હોય, તો અલ્લાહ તમારા માટે એક નેકીનો બદલો લખી દે છે.
વધુ