عَنْ أَبِي سَعِيدٍ الْخُدْرِيِّ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ صَامَ يَوْمًا فِي سَبِيلِ اللهِ بَاعَدَ اللهُ وَجْهَهُ عَنِ النَّارِ سَبْعِينَ خَرِيفًا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1153]
المزيــد ...
અબૂ સઇદ ખુદરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં અલ્લાહના પયગંબર ﷺને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખે તો અલ્લાહ તઆલા તેનો ચહેરો જહન્નમથી સિત્તેર વર્ષ દૂર કરી દે છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1153]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે જે વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ (યુદ્ધ) દરમિયાન એક દિવસનો રોઝો રાખશે, અને કહેવામાં આવ્યું કે તે જિહાદ અને અન્ય ઈબાદતોમાં પણ નિખાલસતા સાથે અલ્લાહથી સવાબ અને બદલાની આશા રાખશે, તો અલ્લાહ તઆલા પોતાની કૃપા વડે તેની અને જહન્નમની વચ્ચે સિત્તેર વર્ષ જેટલું અંતર કરી દેશે.