عَنْ عَبْدَ اللَّهِ بْنِ عَمْرِو بْنِ العَاصِ رَضِيَ اللَّهُ عَنْهُمَا، قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّكَ لَتَصُومُ الدَّهْرَ، وَتَقُومُ اللَّيْلَ؟»، فَقُلْتُ: نَعَمْ، قَالَ: «إِنَّكَ إِذَا فَعَلْتَ ذَلِكَ هَجَمَتْ لَهُ العَيْنُ، وَنَفِهَتْ لَهُ النَّفْسُ، لاَ صَامَ مَنْ صَامَ الدَّهْرَ، صَوْمُ ثَلاَثَةِ أَيَّامٍ صَوْمُ الدَّهْرِ كُلِّهِ»، قُلْتُ: فَإِنِّي أُطِيقُ أَكْثَرَ مِنْ ذَلِكَ، قَالَ: «فَصُمْ صَوْمَ دَاوُدَ عَلَيْهِ السَّلاَمُ، كَانَ يَصُومُ يَوْمًا وَيُفْطِرُ يَوْمًا، وَلاَ يَفِرُّ إِذَا لاَقَى».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1979]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«શું તમે સતત રોઝા રાખો છો અને સંપૂર્ણ રાત ઈબાદત કરો છો?», મેં કહ્યું: હા, તો નબી
ﷺએ કહ્યું: «જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો અંદર જતી રહેશે અને તમે કમજોર થઈ જશો, અને આ પ્રકારના કોઈ રોઝા નથી કે તમે કોઈ દિવસ છોડ્યા વગર સતત રોઝા રાખો, પરંતુ (દર મહિને) ત્રણ રોઝા રાખવા સંપૂર્ણ જીવન માટે પૂરતા થઈ જશે», મેં કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું, તો નબી ﷺએ કહ્યું: «તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા હતા અને બીજા દિવસે ન હતા રાખતા, અને જ્યારે દુશ્મન સાથે સામનો થતો તો ભાગી નહતા જતાં».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1979]
નબી ﷺ પાસે ખબર પહોંચી કે અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુમા સતત રોઝા રાખે છે અને સંપૂર્ણ વર્ષ દરમિયાન એક પણ રોઝો છોડતા નથી, અને સંપૂર્ણ રાત નમાઝ પઢે છે, અને સૂતા પણ નથી, તો તેમને આમ કરવાથી રોક્યા, અને કહ્યું, રોઝા પણ રાખો અને તેને છોડો પણ અને નમાઝ પણ પઢો અને સૂઈ પણ જાઓ. અને તેમને સતત રોઝા રાખવાથી અને સંપૂર્ણ રાત નમાઝ પઢવાથી રોક્યા, અને તેમને કહ્યું: જો તમે આમ જ કરતાં રહેશો, તો તમારી આંખો કમજોર થઈ જશે અને તે નષ્ટ થઈ અંદર જતી રહેશે, અને તમારું શરીર થાકી જશે, રોઝા સંપૂર્ણ વર્ષના નથી; કારણકે તેની પ્રતિબંધતાના કારણે તેનો સવાબ પ્રાપ્ત નહીં થાય, અને તેમણે રોઝા ન હતા છોડ્યા. ફરી તેમને દર મહિને ત્રણ રોઝા રાખવાની ભલામણ કરી, અને તે સંપૂર્ણ વર્ષ માટે પૂરતા થઈ જશે; કારણકે એક દિવસનો હિસાબ દસ દિવસનો ગણાશે, અને આ નેકીઓને સૌથી નીચો દરજ્જો છે. તો અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: હું તેના કરતાં પણ વધુ શક્તિ ધરાવું છું. તો નબી ﷺએ કહ્યું: તો તમે દાવૂદ અલૈહિસ્ સલામના રોઝા પ્રમાણે રોઝા રાખો, તેઓ એક દિવસ રોઝો રાખતા અને બીજા દિવસે નહતા રાખતા, અને તેઓ દુશ્મનને જોઈ નાસી નહતા જતાં; કારણકે તેમનો જે રોઝા રાખવાનો તરીકો હતો તેનાથી તેમનું શરીર કમજોર ન હતું થતું.