عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«رَغِمَ أَنْفُ رَجُلٍ ذُكِرْتُ عِنْدَهُ فَلَمْ يُصَلِّ عَلَيَّ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ دَخَلَ عَلَيْهِ رَمَضَانُ ثُمَّ انْسَلَخَ قَبْلَ أَنْ يُغْفَرَ لَهُ، وَرَغِمَ أَنْفُ رَجُلٍ أَدْرَكَ عِنْدَهُ أَبَوَاهُ الكِبَرَ فَلَمْ يُدْخِلاَهُ الجَنَّةَ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 3545]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે રમજાનનો મહિનો પામે અને તે મહિનો તેની માફી પહેલા જ પસાર થઈ જાય, અને તે વ્યક્તિ પણ અપમાનિત થાય, જે વ્યક્તિ પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3545]
આ હદીષમાં નબી ﷺએ તે ત્રણ પ્રકારના લોકો માટે અપમાન અને નુકસાનની દુઆ કરી છે કે તેમના નાક માટીમાં ચોંટીને નષ્ટ થઈ જાય. પહેલો પ્રકાર: જેની સમક્ષ નબી ﷺનું નામ લેવામાં આવે અને તે તેમના પર દરૂદ ન પઢે, જેમકે આ શબ્દો: સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ વગેરે. બીજો પ્રકાર: તે વ્યક્તિ જે રમજાનનો મહિનો પામે, પરંતુ તે મહિનો પસાર થઈ જાય, તે પહેલા કે તે ખૂબજ આજ્ઞા પાલન કરી પોતાને માફ કરાવી લે. ત્રીજો પ્રકાર: તે વ્યક્તિ જે પોતાના માતા પિતાને વૃદ્ધવસ્થામાં જોવે, અને તેમની સેવા કરી પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે.