હદીષનું અનુક્રમણિકા

સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે
عربي અંગ્રેજી ઉર્દુ
બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, તો તમે તે સ્થિતિમાં ખુબ જ દુઆઓ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહની નજીક સૌથી શ્રેષ્ઠ શબ્દો આ ચાર શબ્દો છે : સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહી, વલા ઇલાહ ઇલ્લલ્લાહ, વલ્લાહુ અકબર, આ શબ્દો માંથી તમે જે શબ્દ વડે શરૂઆત કરો કરી શકો છો
عربي અંગ્રેજી ઉર્દુ
બે એવા વાક્યો, જે (અલ્લાહ) ને ઘણા પ્રિય છે, જે જબાન પર (બોલવા માટે) ખૂબ સરળ, ત્રાજવામાં વજનદાર
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
સુબ્હાનલ્લાહિ, વલ્ હમ્દુ લિલ્લાહિ, વલા ઇલાહ ઇલ્ લલ્લાહ, વલ્લાહુ અકબર" (અલ્લાહ પવિત્ર છે, દરેક પ્રકારની પ્રસંશા અલ્લાહ માટે જ છે, અને અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (પૂજ્ય) નથી, અને અલ્લાહ સૌથી મોટો છે) આ શબ્દો કહેવા મારી નજીક તે દરેક વસ્તુ કરતાં પણ વધુ શ્રેષ્ઠ છે જેના પર સૂર્યોદય થાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
સ્વચ્છતા ઈમાનનો એક ભાગ છે, અલ્ હમ્દુ લિલ્લાહ કહેવું તે ત્રાજવાને ભરી દે છે, અને સુબ્હાનલ્લાહ અને અલ્ હમ્દુ લિલ્લાહ, તે બંને અથવા તે બંને માંથી એક આકાશ અને જમીન વચ્ચેની ખાલી જગ્યાને ભરી દે છે
عربي અંગ્રેજી ઉર્દુ
«હે અબ્બાસ, હે રસૂલના કાકા, અલ્લાહ પાસે દુનિયા અને આખિરતમાં આફિયતનો સવાલ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ
મને એવો કલીમો ખબર છે, જો તે બંને તેને કહી દે તો તેમનો ગુસ્સો દૂર થઈ જાય, જો તેઓ કહે: "અઊઝુબિલ્લાહિ મિનશ્ શૈતોનિર્ રજીમ" (હું અલ્લાહની પનાહમાં આવું છું ધૃતકારેલા શેતાનથી), તો તેનો ગુસ્સો ખતમ થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
હું મારા બંદાઓના અનુમાન પ્રમાણે હોવ છું, જે તે મારાથી રાખે છે, અને જ્યારે તે મને યાદ કરે છે તો હું તેની સાથે હોવ છું
عربي અંગ્રેજી ઉર્દુ
શેતાન તમારા માંથી દરેક વ્યક્તિના માથાના પાછળના ભાગમાં સૂતી વખતે ત્રણ ગાંઠ બાંધી દે છે, અને દરેક ગાંઠ વખતે ફૂંક મારે છે કે અને કહે છે કે સૂઈ જા હજુ રાત લાંબી છે
عربي અંગ્રેજી ઉર્દુ
તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે
عربي અંગ્રેજી ઉર્દુ
હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો
عربي અંગ્રેજી ઉર્દુ
કંજૂસ તે વ્યક્તિ છે, જેની સામે મારું નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ ખાધા પછી આ દુઆ પઢે: અલ્ હમ્દુ લિલ્લાહિલ્ લઝી અત્અમની હાઝા વરઝકનીહિ મિન ગૈરિ હવ્લિમ્ મિન્ની વલા કુવ્વત" (અર્થ: દરેક પ્રકારની પ્રશંસા તે અલ્લાહ માટે જ છે, જેણે મને મારી કોઈ શક્તિ તેમજ તાકાત વગર આ ખાવાનું ખવડાવ્યું તથા મને રોજી આપી) તો તેના પહેલાના ગુનાહ માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ અસ્લિહ્ લી દીનીયલ્ લઝી હુવ ઇસ્મતુ અમ્રી, વ અસ્લિહ્ લી દુનીયાયલ્ લતી ફીહા મઆશી, વ અસ્લિહ્ લી આખિરતીલ્ લતી ફીહા મઆદી, વજ્અલ્લિ હયાત ઝિયાદતલ્ લી ફી કુલ્લી ખૈરી, વજ્અલિલ્ મૌત રાહતન્ લી મિન્ કુલ્લી શર્રીન્" હે અલ્લાહ ! તું મારા દીનને સુધારી દે, જે મારા જીવનનું મૂળ છે
عربي અંગ્રેજી ઉર્દુ
રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહમ્મ ઇન્ની અસ્અલુકલ્ આફિયહ ફિદ્ દુનિયા વલ્ આખિરતિ, અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુકલ્ અફવ વલ્ આફિયહ ફી દીની વ દુનિયાય વઅહ્લી વ માલી, અલ્લાહુમ્મસ્ તુર અવરતી -અથવા: અવરાતી, વઆમિન રવઆતી, અલ્લાહુમ્મહ્ફઝ્ની મિમ્ બય્ની યદય્ય, વમિન ખલ્ફી, વઅન યમાની, વઅન શિમાલી, વમિન ફવકી, વઅઊઝુબિ અઝ્મતિક અન્ ઉગ્તાલ્ મિન તહ્તી", હે અલ્લાહ ! હું તારી પાસે દુનિયા અને આખિરતમાં આફીયતનો સવાલ કરું છું
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ ઇન્ની અસ્અલુક મિનલ્ ખૈરિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ, વઅઊઝુ બિક મિન્ શર્રિ કુલ્લિહિ, આજિલિહિ વ આજિલિહિ, મા અલિમ્તુ મિન્હુ વમા અઅલમુ
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ ઇન્ની અઉઝુબિક મિન્ ઝવાલિ નિઅમતિક્, વતહવ્વુલિ આફિયતિક્, વફુજાઅતિ નિક્મતિક્, વજમીઅ સખતિક્" હે અલ્લાહ! હું તારી આપેલ નેઅમતો જે ખત્મ થઈ જાય, એવી તંદુરસ્તી જે બીમારિમાં ફેરવાઈ જાય, અચાનક આવનાર મુસીબત અને તારી દરેક પ્રકારની નારાજગીથી પનાહ માંગું છું
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ ઇન્ની અઊઝુબિક મિન્ ગલબતિત્ દૈનિ, વ ગલબતિલ્ અદુવ્વિ, વશિમાતતિલ્ અઅદાઅ" હે અલ્લાહ ! હું દેવામાં ફસાઈ જવાથી, દુશ્મનના મારા પર હાવી થવાથી તેમજ દુશ્મનોના મારા પર હસવાથી તારી પનાહ માંગુ છું
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહુમ્મ બિક અસ્બહના, વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ આ દુઆ ખૂબ પઢતા હતા: «"અલ્લાહુમ્મ રબ્બના આતિના ફિદ્ દુનિયા હસનતવ વફિલ્ આખિરતિ હસનતવ વકિના અઝાબન્ નાર" (હે અમારા પાલનહાર ! અમને દૂનિયામાં સદકાર્ય કરવાની પ્રેરણા આપ અને આખિરતમાં પણ ભલાઇ આપ અને અમને જહન્નમના અઝાબથી બચાવી લે
عربي અંગ્રેજી ઉર્દુ
સય્યદુલ્ ઇસ્તિગફાર
عربي અંગ્રેજી ઉર્દુ
તમે કહો: "અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની" હે અલ્લાહ! મને હિદાયત આપ અને મને સત્ય માર્ગ બતાવ, અને હે અલી ! હિદાયત માંગતી વખતે સાચો માર્ગ દિમાગમાં રાખો, અને સત્ય માર્ગ વિચાર કરતી વખતે તદ્દન તીરની જેમ સાચો માર્ગ દિમાગમાં હોવો જોઈએ
عربي અંગ્રેજી ઉર્દુ
શું હું તમને બન્નેને તેનાથી શ્રેષ્ઠ વસ્તુ ન જાણવું જે તમે માંગી છે? જ્યારે તમે પોતાની પથારી પર જાઓ, તો તેત્રીસ વખત "સુબ્હાનલ્લાહ" કહો, તેત્રીસ વખત અલ્ હમ્દુ લિલ્લાહ" કહો અને ચોત્રીસ વખત "અલ્લાહુ અકબર" કહો, જે તમારા માટે સેવક કરતાં વધુ શ્રેષ્ઠ છે
عربي અંગ્રેજી ઉર્દુ
{તમે કહી દો કે અલ્લાહ એક જ છે.}, અને મુઅવિઝતૈન (સૂરે નાસ અને સૂરે ફલક) સવાર સાંજ બે વખત પઢો, જે તમારા માટે દરેક વસ્તુથી પૂરતી થઈ જશે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ "બિસ્મિલ્લાહિલ્લઝી લા યઝુર્રુ મઅસ્મિહી શૈઉન ફિલ્ અર્ઝિ વલા ફિસ્ સમાઇ વ હુવસ્ સમીઉલ્ અલીમ" અર્થ: અલ્લાહના નામથી શરૂ કરું છું, અલ્લાહના નામ સાથે જમીન અને આકાશમાં કોઈ વસ્તુ તકલીફ પહોંચાડી શકતી નથી, તે બધું જ સાંભળવવાળો અને જાણવાવાળો છે, જે વ્યક્તિ સાંજે ત્રણ વખત આ દુઆ પઢી લેશે, તો તેને સવાર સુધી અચાનક કોઈ તકલીફ નહિ પહોંચે
عربي અંગ્રેજી ઉર્દુ
કહો: "લા ઇલાહ ઇલ્લલ્લાહુ વહદહુ, લા શરીલ લહુ, અલ્લાહુ અકબર કબીરા, વલ્ હમ્દુ લિલ્લાહિ કષીરા, સુબ્હાનલ્લાહિ રબ્બિલ્ આલમીન, લા હવલા વલા કુવ્વત ઇલ્લા બિલ્લાહિલ્ અઝીઝિલ્ હકીમ" (અલ્લાહ સિવાય કોઈ ઈબાદત ને લાયક નથી, તે એકલો છે, તેનો કોઈ ભાગીદાર નથી,અલ્લાહ સૌથી મોટો છે, ખૂબ જ મોટો છે, અને દરેક પ્રકારના વખાણ ફક્ત અલ્લાહ માટે છે, ખૂબ જ વધારે, પવિત્ર અલ્લાહ જે સંપૂર્ણ દુનિયાનો પાલનહાર છે, કોઈ નેકી કરવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે અને કોઈ ગુનાહથી બચવાની શક્તિ મારામાં નથી પરંતુ એ કે અલ્લાહ ઈચ્છે. જે પ્રભુત્વશાળી અને હિકમત વાળો છે)
عربي અંગ્રેજી ઉર્દુ
તે દરેક વ્યક્તિ, જે ફર્ઝ નમાઝ પછી તેત્રીસ વખત તસ્બીહ (સુબ્હાનલ્લાહ), તેત્રીસ વખત તહ્મીદ (અલ્ હમ્દુ લિલ્લાહ) અને ચોત્રીસ વખત તકબીર (અલ્લાહુ અકબર) કહે - અથવા તેના પર અમલ કરે - તે કદાપિ અસફળ કે નિષ્ફળ નથી થતો
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) જ્યારે મસ્જિદમાં દાખલ થતાં તો કહેતા: «અઊઝુબિલ્લાહિલ્ અઝીમ, વબિવજ્હિહિલ્ કરીમ, વસુલ્તાનિહિલ્ કદીમ, મિનશ્ શૈતાનિર્ રજીમ
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈની પાસે શૈતાન આવે છે અને તેને સવાલ કરે છે કે ફલાણી વસ્તુ કોણે પેદા કરી? ફલાણી વસ્તુ કોણે પેદા કરી? અને છેલ્લે વાત અહીં સુધી પહોંચાડે છે કે તમારા પાલનહારને કોણે પેદા કર્યો? જો કોઈને આ પ્રમાણે વસ્વસો આવે તો તેણે અલ્લાહથી પનાહ માંગવી જોઈએ અને તે આ પ્રકારના શૈતાની વિચારને છોડી દે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં દાખલ થાય તો તે આ દુઆ પઢે: اللَّهُمَّ افْتَحْ لِي أَبْوَابَ رَحْمَتِكَ, અર્થ: હે અલ્લાહ તું મારા માટે રહેમતના દરવાજા ખોલી નાખ, અને જ્યારે કોઈ નીકળે તો તે આ દુઆ પઢે, اللَّهُمَّ إِنِّي أَسْأَلُكَ مِنْ فَضْلِكَ, અર્થ: હે અલ્લાહ! હું તારી પાસે તારો ફઝલ માંગુ છું
عربي અંગ્રેજી ઉર્દુ
તે શેતાન છે, જેનું નામ ખિન્ઝબ છે, જ્યારે તને તે શૈતાનનો અસર થવા લાગે તો તું તેનાથી અલ્લાહની પનાહ માંગ, અને નમાઝમાં ડાબી બાજુ ત્રણ વખત થુકી દે
عربي અંગ્રેજી ઉર્દુ
હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું
عربي અંગ્રેજી ઉર્દુ
જયારે પણ કોઈ મુસલમાન દુઆ કરે છે જેમાં કોઈ ગુનાહ અને સંબંધ તોડવાની વાત ન હોય, તો અલ્લાહ તઆલા તેને ત્રણ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ જરૂર આપે છે, પ્રથમ તો તેની દુઆ મુજબ તે જ સમયે તેને આપવામાં આવે છે, અથવા તો તે દુઆને આખિરત માટે સંગ્રહ કરી લેવામાં આવે છે, અથવા તો તેના જેવી કોઈ મુસીબત, જે તેના પર આવવાની હોય છે, તે દૂર કરી દેવામાં આવે છે» રાવી કહે છે કે એમ તો વધુ દુઆઓ કરીશું, તો આપ ﷺએ કહ્યું: «અલ્લાહ તેના કરતા પણ વધારે આપવાવાળો છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ મુસીબતના સમયે આ દુઆ પઢતા હતા: «"લા ઇલાહ ઇલ્લ્લાહુલ્ અઝીમુલ્ હલીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુલ્ અર્શિલ્ અઝીમ, લા ઇલાહ ઇલ્લલ્લાહુ રબ્બુસ્ સમાવાતિ વ રબ્બુલ્ અર્ઝ વ રબ્બુલ્ અર્શિલ્ કરીમ" અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, તે મહાન છે અને અત્યંત સહનશીલ છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, જે ભવ્ય અર્શનો પાલનહાર છે, અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી તે જ આકાશો અને જમીનનો પાલનહાર છે, અને પ્રતિષ્ઠિત અર્શનો પણ પાલનહાર છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺસિજદામાં આ દુઆ કરતાં હતા: «"અલ્લાહુમ્મગ્ ફિર્લી ઝન્બી કુલ્લહુ દિક્કહુ, વજિલ્લહુ, વઅવ્વલુહુ, વઆખિરહુ વઅલાનિયતહુ વસિર્રહુ" (હે અલ્લાહ! મને અને મારા નાના-મોટા, આગળ અને પાછળના, જાહેર અને છુપા દરેક ગુનાહોને માફ કરી દે)
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે છે તો તેને ખાલી હાથ નિરાશ મોકલે
عربي અંગ્રેજી ઉર્દુ
જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
હવાને ગાળો ન આપો, બસ જ્યારે તમે કોઈ નાપસંદ વસ્તુ જુઓ, તો કહો: "અલ્લાહુમ્મ ઇન્ના નસ્અલુક મિન ખૈરિ હાઝિહિર્ રીહિ વ ખૈરિ મા ફીહા વ ખૈરિ મા ઉમિરત બિહિ, વનઅઊઝુબિક મિન શર્રિ શર્રિ હાઝિહિર્ રીહિ વ શર્રિ મા ફીહા વ શર્રિ મા ઉમિરત બિહિ" (હે અલ્લાહ! અમે તારી પાસે આ હવાની ભલાઈ નો સવાલ કરીએ છીએ અને એ વસ્તુંની ભલાઈની જે તેમાં છે, અને તે વસ્તુની ભલાઈનો જેની સાથે તે મોકલવામાં આવી છે, અને અમે તારી પનાહ માગીએ છીએ આ હવાની બુરાઈથી અને તે વસ્તુની બુરાઈથી જે તેમાં છે અને તે વસ્તુની બુરાઈથી જેની સાથે તે મોકલવામાં આવી છે)
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ વ્યક્તિ આ પ્રકારના શબ્દો ન કહે: હે અલ્લાહ! તું ઈચ્છે તો મને માફ કરી દે, હે અલ્લાહ! તું ઈચ્છે તો મારા પર રહેમ કર, હે અલ્લાહ! તું ઈચ્છે તો મને રોજી આપ, પરંતુ તે મક્કમ થઈ સવાલ કરે, કારણકે અલ્લાહ જે ઈચ્છે છે તે કરે છે તેના પર કોઈ બળજબરી નથી
عربي અંગ્રેજી ઉર્દુ
તે વ્યક્તિ અપમાનિત થાય, જેની સમક્ષ માંરુ નામ લેવામાં આવે અને તે મારા પર દરૂદ ન પઢે, તે વ્યક્તિ અપમાનિત થાય, જે રમજાનનો મહિનો પામે અને તે મહિનો તેની માફી પહેલા જ પસાર થઈ જાય, અને તે વ્યક્તિ પણ અપમાનિત થાય, જે વ્યક્તિ પોતાના માતાપિતાને વૃદ્ધાવસ્થામાં જોવે અને તેમની (સેવા કરી) પોતાને જન્નતનો હકદાર ન બનાવી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
ખરેખર આદમની સંતાનના દિલ અત્યંત દયાળુ અલ્લાહની બે આંગળીઓ વચ્ચે છે, એવી જ રીતે તે એક જ દિલ હોય, અને તે જેમ ઈચ્છે છે તેને ફેરવતો રહે છે
عربي અંગ્રેજી ઉર્દુ