+ -

عَنِ أَبِي مُوسَى رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَنَّهُ كَانَ يَدْعُو بِهَذَا الدُّعَاءِ:
«رَبِّ اغْفِرْ لِي خَطِيئَتِي وَجَهْلِي، وَإِسْرَافِي فِي أَمْرِي كُلِّهِ، وَمَا أَنْتَ أَعْلَمُ بِهِ مِنِّي، اللَّهُمَّ اغْفِرْ لِي خَطَايَايَ، وَعَمْدِي وَجَهْلِي وَهَزْلِي، وَكُلُّ ذَلِكَ عِنْدِي، اللَّهُمَّ اغْفِرْ لِي مَا قَدَّمْتُ وَمَا أَخَّرْتُ، وَمَا أَسْرَرْتُ وَمَا أَعْلَنْتُ، أَنْتَ المُقَدِّمُ وَأَنْتَ المُؤَخِّرُ، وَأَنْتَ عَلَى كُلِّ شَيْءٍ قَدِيرٌ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6398]
المزيــد ...

અબૂ મૂસા અશઅરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ શબ્દો દ્વારા અલ્લાહથી દુઆ કરતા હતા:
«"રબ્બિગ્ફિર્લી ખતિ અતી, વજહ્લી, વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ, વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની, અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી વજહ્લી વહઝ્લી, વકુલ્લુ ઝાલિક ઇન્દી, અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ વમા અખ્ખર્તુ, વમા અસ્રર્તુ, વમા અ-અલન્તુ, અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર, વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" હે અલ્લાહ ! મારી ભૂલો, મારી અજ્ઞાનતા અને મારી બાબતે મેં કરેલ અતિરેક અને તે દરેક વાતો, જેને તું મારા કરતાં વધુ જાણે છે, તેને માફ કરી દે, હે અલ્લાહ ! જે કાર્ય મેં ખૂબ જ ગંભીરતાથી કર્યું અને જે મજાક મજાકમાં કર્યું હોય, જે જાણી જોઈને અને જે અજાણતામાં થઈ ગઈ હોય, તે દરેકને તું માફ કરી દે, અને આ દરેક મારાથી થઈ છે, (હું એનો એકરાર કરું છું), હે અલ્લાહ ! તું મારા આગળના અને પાછળના અને જે મેં છૂપી રીતે કર્યા હોય કે જાહેરમાં અને તું મારા કરતાં વધુ જાણે છે, મારા દરેક ગુનાહને માફ કરી દે, તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6398]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની વ્યાપક દુઆઓ માંથી આ એક દુઆ:
«"રબ્બિગ્ફિર્લી ખતિ અતી" (હે અલ્લાહ ! તું મારી ભૂલોને માફ કરી દે) અને મારા ગુનાહ, "વજહ્લી" (મારી અજ્ઞાનતા), તે ગુનાહ જે અજ્ઞાનતામાં કર્યા.
"વઇસ્રાફી ફી અમ્રી કુલ્લિહિ" (મારી બાબત મેં કરેલ અતિરેકને માફ કરી દે) મારી ગફલત અને મારા હદ વટાવી દેવા અને અતિરેકને માફ કરી દે.
"વમા અન્ત અઅલમુ બિહિ મિન્ની" (જેણે તું મારા કરતાં વધુ જાણે છે) તું મારા દરેક ગુનાહને સારી રીતે જાણે છે, અને હું તેને ભૂલી ગયો છું.
"અલ્લાહુમ્મગ્ફિર્લી ખતાયાય, વઅમ્દી" (હે અલ્લાહ ! મારા તે ગુનાહને માફ કરી દે, જે મેં જાણી જોઈને કર્યું હોય) અર્થાત્ તે ગુનાહ જેને મેં ઈરાદાપૂર્વક અને જાણવા હોવા છતાંય કર્યા તેણે માફ કરી દે.
"વજહ્લી વહઝ્લી" (જે મજાક મજાકમાં અને અજાણતામાં કર્યા) જે મજાકમાં અને જાણતા હોવા છતાંય બન્ને સ્થિતિમાં મેં કર્યા હોય તેને માફ કરી દે.
"વકુલ્લુ ઝાલિક ઇન્દી" ( અને તે દરેક મારી તરફથી જ છે), જ્યાં મેં મારી ખામીઓ અને ગુનાહોને ભેગા કર્યા છે.
"અલ્લાહુમ્મગ્ફિર્લી, મા કદ્દમ્તુ" (હે અલ્લાહ! મારા આગળના ગુનાહને માફ કરી દે) અર્થાત્ ભૂતકાળમાં થયેલા ગુનાહ "વમા અખ્ખર્તુ" (અને જે ભવિષ્યમાં થવાના છે), અર્થાત્ ભવિષ્યમાં જે ગુનાહ થવાના છે.
"વમા અસ્રર્તુ" (જે મેં છુપાવ્યા), "વમા અઅલન્તુ" (જે મેં જાહેર કર્યા).
"અન્તલ્ મુકદ્દિમુ વઅન્તલ્ મુઅખ્ખિર" (તું જ આગળ કરવાવાળો છે અને તું જ પાછળ કરવાવાળો છે), પોતાના સર્જન માંથી જેને ઈચ્છે, પોતાની કૃપા અને તૌફીકથી આગળ કરી તેને સફળ કરે છે, અને જેને ઈચ્છે, તેને પાછળ કરી તેનું અપમાન કરવા માટે, જેના માટે તમે વિલંબ કર્યો તેને કોઈ આગળ નથી કરી શકતો અને જેના માટે આગળ કર્યું તેને કોઈ પાછળ નથી કરી શકતું.
"વઅન્ત અલા કુલ્લિ શૈઇન્ કદીર" (અને તું જ દરેક વસ્તુ પર કુદરત ધરાવે છે) દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત, સંપૂર્ણ ઈરાદો અને જે કંઈ ઈચ્છે છે તે કરે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ દુઆની મહત્ત્વતાનું વર્ણન, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું અનુસરણ કરી આ દુઆ પઢવાની ઉત્સુકતા.
  2. અતિરેક કરવા પર રોક લગાવી છે અને અતિરેક કરનારને સજા આપવામાં આવશે.
  3. અલ્લાહ તઆલા માનવીને તેના કરતાં પણ વધારે જાણે છે, એટલા માટે આપણે દરેક કાર્ય તેના હવાલે કરવા જોઈએ, કારણકે માનવી તે ભૂલ ભૂલમાં ગુનાહ કરી શકે છે.
  4. મજાક મજાકમાં થયેલ ગુનાહ પર પકડ થઈ શકે છે, જે પ્રમાણે ઇરાદાપૂર્વક ગુનાહ કરવા પર પકડ થતી હોય છે, એટલા માટે માનવીએ મજાક કરવામાં સાવચેત રહેવું જોઈએ.
  5. ઈમામ ઈબ્ને હજર અલ્ અસ્કલાની રહિમહુલ્લાહએ કહ્યું: મેં આ દુઆ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ક્યારે કરતા હતા, તે માટે મને કોઈ રિવાયત મળી નથી, જો કે દુઆનો છેલ્લો ભાગ ઘણી વખત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ રાત્રે તહજ્જુદમાં કરતા હતા, અને એ પણ વર્ણન થયું છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ છેલ્લી રકઅતમાં તેને પઢતા હતા, એમાં વિવાદ જોવા મળે છે કે આપ સલામ પહેલા પઢતા હતા કે પછી? પુષ્ટિ કરવા જેવી છે.
  6. શું આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી કોઈ ભૂલ થઈ છે કે જેથી તે માફી માંગે? કહેવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આજીજી પૂર્વક પોતાના માટે કહ્યું હતું, અથવા અમલમાં સંપૂર્ણતા અથવા ઉત્તમ તરીકે ન કરવા પર, અથવા ચૂક થવાના કારણે, અથવા નુબુવ્વત પહેલાની ચૂકની માફી માગતા હતા, અને કહેવામાં આવ્યું છે કે ઇસ્તિગ્ફાર એક ઈબાદત છે, જરૂરી નથી કે તેને ગુનાહ કર્યા પછી જ માફી માંગવામાં આવે, પરંતુ તેને ઈબાદત સમજી કરવામાં આવે, અને કહેવામાં આવ્યું કે ઉમ્મતને તાલિમ આપવા માટે આ શબ્દો શીખવાડયા; જેથી કરીને તેઓ સંતુષ્ટ ન થઈ જાય અને ઇસ્તિગ્ફાર કરવાનું છોડી ન દે.
વધુ