+ -

عَنْ أَنَسٍ رضي الله عنه قَالَ:
كَانَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يُكْثِرُ أَنْ يَقُولَ: «يَا مُقَلِّبَ القُلُوبِ ثَبِّتْ قَلْبِي عَلَى دِينِكَ»، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ، آمَنَّا بِكَ وَبِمَا جِئْتَ بِهِ فَهَلْ تَخَافُ عَلَيْنَا؟ قَالَ: «نَعَمْ، إِنَّ القُلُوبَ بَيْنَ أُصْبُعَيْنِ مِنْ أَصَابِعِ اللهِ يُقَلِّبُهَا كَيْفَ يَشَاءُ».

[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2140]
المزيــد ...

અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ કરતા હતા: «યા મુલ્લલિબલ્ કુલૂબ ષબ્બિત કલ્બિ અલા દીનિક, "હે દિલોને ઉલટફેર કરનાર, મારા દિલને મારા દીન પર અડગ રાખ"». તો મેં કહ્યું: હે અલ્લાહના રસૂલ!, અમે તમારા પર અને તમે જે શરીઅત લઈને આવ્યા છો, તેના પર ઇમાન લાવીએ છીએ, શું તમને અમારા વિશે ભય લાગતો હોય છે? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા, લોકોના દિલ અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે છે, તે જેવું ઈચ્છે ઉલટફેર કરતો હોય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2140]

સમજુતી

અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સતત એ વાતની દુઆ કરતાં હતા કે અલ્લાહ તેમને દીન અને અનુસરણ કરવા પર અડગ રાખે, તેમજ દુષ્ટ કાર્યો અને ગુમરાહીથી દૂર રાખે, અનસ રઝીઅલ્લાહુ અન્હુને આ દુઆ બાબતે ખૂબ આશ્ચર્ય થયું કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આ દુઆ ખૂબ જ કેમ કરે છે, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને જણાવ્યું કે દિલો અલ્લાહની આંગળીઓ માંથી બે આંગળીઓ વચ્ચે હોય છે, તે જે પ્રમાણે ઈચ્છે, તેને ફેરાવી દે છે, દિલ એ ઇમાન અને કુફ્ર માટેની જગ્યા છે, અરબી ભાષામાં કલ્બ એટલા માટે જ કહેવામાં આવે છે કે તે ઘણી વખત ઉલટફેર થાય છે; કારણકે તે વધારે ઉલટફેર થતું હોય, તો ખૂબ ચિંતાની વાત છે, બસ અલ્લાહ તઆલા જેના પ્રત્યે ઈચ્છે તેના દિલને હિદાયત પર અડગ રાખશે અને દીન પર જમાવી દેશે અને જેના પ્રત્યે ઇચ્છશે તો તેના દિલને હિદાયતના માર્ગથી દુર કરી ગુમરાહી અને પથભ્રષ્ટતા તરફ ફેરવી દેશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું પોતાના પાલનહાર પ્રત્યે પ્રામાણિક હોવું અને તે માટે તેનાથી ડરવું અને પોતાની કોમને આ બાબતે દુઆ કરવા પર માર્ગદર્શન આપવું.
  2. દીન પર પ્રામાણિક રહેવા અને અડગ રહેવાની મહત્ત્વતા, તેમજ પરિણામ તે જ આવશે, જેના પર અંત થશે.
  3. બંદો અલ્લાહની તૌફિક વગર દીન પર અડગ નથી રહી શકતો.
  4. નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સીરત પર અમલ કરતા આ દુઆ વધુમાં વધુ પઢવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
  5. ઇસ્લામ પર અડગ રહેવું, તે અલ્લાહની ભવ્ય નેઅમતો માંથી એક નેઅમત છે, માટે બંદા માટે જરૂરી છે કે તે તેના માટે મહેનત કરે અને પોતાના પાલનહારનો શુક્ર કરે.
વધુ