عن أبي بَكرة رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«إِذَا الْتَقَى الْمُسْلِمَانِ بِسَيْفَيْهِمَا فَالْقَاتِلُ وَالْمَقْتُولُ فِي النَّارِ»، فَقُلْتُ: يَا رَسُولَ اللهِ هَذَا الْقَاتِلُ، فَمَا بَالُ الْمَقْتُولِ؟ قَالَ: «إِنَّهُ كَانَ حَرِيصًا عَلَى قَتْلِ صَاحِبِهِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 31]
المزيــد ...
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જ્યારે બે મુસલમાન પોતાની તલવારો લઈ એકબીજા વિરુદ્ધ લડે તો કતલ કરનાર અને કતલ થનાર બન્ને જહન્નમી બનશે », મેં પૂછ્યું હે અલ્લાહના રસૂલ ! એક વ્યક્તિ તો કતલ કરનાર છે, (માટે તે જહન્નમી છે) પરંતુ કતલ થનારનો શું વાંક? નબી ﷺ એ કહ્યું: તેની પણ નિયત પોતાની સાથીને કતલ કરવાની જ હતી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 31]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જ્યારે બે મુસલમાન એકબીજા વિરુદ્ધ સામસામે તલવાર ટાંકી ઉભા થઇ જાય, તેમાંથી બન્નેની નિયત એકબીજાને કતલ કરવાની હોય છે, તો કતલ કરનાર તો કતલ કરવાના કારણે જહન્નમમાં જશે, પરંતુ અલ્લાહના નબી ﷺ દ્વારા વર્ણવેલ વાત સહાબાઓની સમજમાં ન આવી કે જેની હત્યા થઈ છે તે પણ જહન્નમમાં જશે, આ કેવી રીતે થઈ શકે છે, જેથી તેનો જવાબ આપતા નબી ﷺ એ જણાવ્યું કે તેને પણ જહન્નમમાં એટલા માટે જવું પડશે કે તે પણ સામે વાળાની હત્યા કરવાની ઈચ્છા ધરાવતો હતો, તે અલગ વાત છે કે તે પોતાના ઈરાદામાં સફળ ન થઈ શક્યો, અને સામે વાળા વ્યક્તિએ તેને મારી નાખ્યો.