عن عبد الله بن عمرو بن العاص رضي الله عنهما عن النبي صلى الله عليه وسلم قال:
«الْكَبَائِرُ: الْإِشْرَاكُ بِاللهِ، وَعُقُوقُ الْوَالِدَيْنِ، وَقَتْلُ النَّفْسِ، وَالْيَمِينُ الْغَمُوسُ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6675]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન અમ્ર બિન આસ રઝી અલ્લાહુ અન્હુ રીવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«કબીરહ ગુનાહો: અલ્લાહ સાથે શિર્ક કરવું, માતા-પિતાની અવજ્ઞા કરવી, નાહક કતલ કરવું, જૂઠી કસમ ખાવી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6675]
આ હદીષમાં નબી ﷺ એ કબીરહ ગુનાહ વિશે જણાવ્યું, કે વર્ણવેલ ગુનાહ કરવાવાળાને દુનિયા અને આખિરતમાં સખત ચેતના આપવામાં આવી છે.
પહેલું: "અલ્લાહ સાથે શિર્ક કરવું" કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ માટે જે ખાસ ગુણો છે તેની રુબૂબિય્યતમાં (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યતમાં (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાતમાં (પવિત્ર નામો અને ગુણોમાં) તેમાં અન્યને તેના બરાબર ઠેહરાવવો.
બીજું : "માતા-પિતાની અવજ્ઞા કરવી" માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું.
ત્રીજું: "નાહક કતલ કરવું" કોઈના પર જુલમ, અત્યાચાર કરતા અથવા શત્રુતામાં કતલ કરવું.
ચોથું: "જૂઠી કસમ ખાવી" જાણવા છતાં જૂઠી કસમ ઉઠાવવી, જૂઠી કસમને ગમૂસ એટલા માટે કહેવામાં આવે છે કે આ જૂઠી કસમ ખાનારને કસમના ગુનાહ અથવા જહન્નમ તરફ લઈ જાય છે.