عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللهِ رضي الله عنهما أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«إِذَا دَخَلَ الرَّجُلُ بَيْتَهُ، فَذَكَرَ اللهَ عِنْدَ دُخُولِهِ وَعِنْدَ طَعَامِهِ، قَالَ الشَّيْطَانُ: لَا مَبِيتَ لَكُمْ، وَلَا عَشَاءَ، وَإِذَا دَخَلَ، فَلَمْ يَذْكُرِ اللهَ عِنْدَ دُخُولِهِ، قَالَ الشَّيْطَانُ: أَدْرَكْتُمُ الْمَبِيتَ، وَإِذَا لَمْ يَذْكُرِ اللهَ عِنْدَ طَعَامِهِ، قَالَ: أَدْرَكْتُمُ الْمَبِيتَ وَالْعَشَاءَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2018]
المزيــد ...
જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે તેમણે નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જ્યારે માનવી પોતાના ઘરમાં દાખલ થાય છે, અને દાખલ થતી વખતે અને ખાતી વખતે અલ્લાહનું નામ લે છે તો શૈતાન કહે છે: અહીં ન તો રાત પસાર કરવા માટેની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા છે, અને જ્યારે માનવી ઘરમાં દાખલ થતી વખતે અલ્લાહનું નામ નથી લે તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવા માટેની જગ્યા મળી ગઈ, અને જ્યારે માનવી ખાતી વખતે અલ્લાહનું નામ નથી લે તો, તો શૈતાન કહે છે: તમારા માટે રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2018]
આ હદીષમાં નબી ﷺ એ ઘરમાં દાખત થતી વખતે અને ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લેવાનો આદેશ આપ્યો અને જ્યારે ઘરમાં દાખલ થતી વખતે અને ખાવાનું શરૂ કરતી વખતે અલ્લાહનું નામ (બિસ્મિલ્લાહ) કહી લેવામાં આવે છે, તો શૈતાન પોતાના સાથીઓને કહે છે: તમારા માટે આ ઘરમાં ન તો રાત પસાર કરવાની જગ્યા છે ન તો રાત્રીના ભોજનની વ્યવસ્થા, કારણકે તેના માલિકે તેને અલહનું નામ લઈ તમારાથી સુરક્ષિત કરી દીધું છે. અને જ્યારે માનવી ઘરમાં દાખલ થાય છે અને દાખલ થતી વખતે અલ્લાહનું નામ ન લે તેમજ ખાવાનું શરૂ કરતાં પહેલા અલ્લાહનું નામ લે, તો શૈતાન પોતાના સાથીઓને જણાવે છે કે તમારા માટે આ ઘરમાં રાત પસાર કરવાની જગ્યા અને રાત્રીના ભોજનની વ્યવસ્થા થઈ ગઈ.