عن أبي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم:
«قال الله تبارك وتعالى: أنا أغنى الشركاء عن الشرك، من عمل عملًا أشرك فيه معي غيري، تركتُهُ وشركَهُ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી. રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક (જેમની ઈબાદત કરવામાં આવી રહી છે તે દરેક) ભાગીદારોથી તેમના શિર્કથી મુક્ત છું, જ્યારે કોઈ વ્યક્તિ કોઈ એવું કાર્ય કરે છે, જેમાં તે મારી સાથે બીજાને પણ ભાગીદાર ઠેહરાવે છે, તો હું તેને અને તેના શિર્કને છોડી દઉં છું».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ કહ્યું: હું દરેક ભાગીદારોના શિર્કથી પવિત્ર છું, અને અલ્લાહ દરેક વસ્તુથી બે નિયાઝ છે, જ્યારે માનવી કોઈ નેકીનું કાર્ય અલ્લાહ અને બીજા માટે કરે છે તો અલ્લાહ તેને કબૂલ નથી કરતો, પરંતુ તે કાર્યને બીજા ભાગીદાર તરફ ફેરવી દે છે; કારણકે કે કોઈ પણ કાર્ય કરતી વખતે ફક્ત અલ્લાહની પ્રસન્નતાની પ્રાપ્તિ જ હોવી જોઈએ, કારણકે તે પવિત્ર છે, અને તે તેજ કાર્ય સ્વીકારે છે, જે ફક્ત તેની જ પ્રસન્નતા માટે કરવામાં આવ્યું હોઇ.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં દરેક પ્રકારના શિર્ક પ્રત્યે ચેતવણી આપવામાં આવી છે, અને જણાવવામાં આવ્યું કે શિર્ક અલ્લાહ પાસે અમલ કબૂલ થવાથી રોકે છે.
  2. અલ્લાહની બે નિયાઝી અને તેની મહાનતાની ઓળખથી કાર્યોમાં ઇખલાસ (નિખાલસતા) પેદા કરવામાં મદદરૂપ થાય છે.
વધુ