عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّهُ قَالَ:
قِيلَ: يَا رَسُولَ اللهِ، مَنْ أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِكَ يَوْمَ الْقِيَامَةِ؟ قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «لَقَدْ ظَنَنْتُ يَا أَبَا هُرَيْرَةَ أَنْ لَا يَسْأَلَنِي عَنْ هَذَا الْحَدِيثِ أَحَدٌ أَوَّلُ مِنْكَ؛ لِمَا رَأَيْتُ مِنْ حِرْصِكَ عَلَى الْحَدِيثِ، أَسْعَدُ النَّاسِ بِشَفَاعَتِي يَوْمَ الْقِيَامَةِ، مَنْ قَالَ لَا إِلَهَ إِلَّا اللهُ خَالِصًا مِنْ قَلْبِهِ أَوْ نَفْسِهِ»».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 99]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી. થી રિવાયત કરે છે, તેમણે કહ્યું:
કહેવામાં આવ્યું કે હે અલ્લાહના રસૂલ! કયામતના દિવસે તમારી ભલામણનો સૌથી વધારે હકદાર કોણ હશે? નબી ﷺ એ કહ્યું: «હે અબૂ હુરૈરહ ! મને ખબર હતી કે તમારાથી પહેલા મને આ સવાલ કોઈ નહીં કરે, કારણકે હું જોઉ છું કે તમે હદીષ પ્રત્યે કેટલા ઉત્સાહિત છો, કયામતના દિવસે મારી ભલામણનો હકદાર સૌથી વધારે તે હશે, જેણે દિલથી અને નિખાલસતા સાથે "લા ઇલાહ ઇલ્લલ્લાહ" કહ્યું હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 99]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કયામતના દિવસે સૌથી વધારે તેમની ભલામણનો હકદાર તે હશે જેણે સાચા દિલથી, નિખાલસતા સાથે કહ્યું: "લા ઇલાહ ઇલ્લલ્લાહ" અર્થાત્ અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ (મઅબૂદ) નથી, અને તે શિર્ક અને રિયાકારી (દેખાડા) થી બચીને રહે.