عَنِ النُّعْمَانِ بْنِ بَشِيرٍ رَضِيَ اللَّهُ عَنْهُمَا عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَثَلُ القَائِمِ عَلَى حُدُودِ اللَّهِ وَالوَاقِعِ فِيهَا، كَمَثَلِ قَوْمٍ اسْتَهَمُوا عَلَى سَفِينَةٍ، فَأَصَابَ بَعْضُهُمْ أَعْلاَهَا وَبَعْضُهُمْ أَسْفَلَهَا، فَكَانَ الَّذِينَ فِي أَسْفَلِهَا إِذَا اسْتَقَوْا مِنَ المَاءِ مَرُّوا عَلَى مَنْ فَوْقَهُمْ، فَقَالُوا: لَوْ أَنَّا خَرَقْنَا فِي نَصِيبِنَا خَرْقًا وَلَمْ نُؤْذِ مَنْ فَوْقَنَا، فَإِنْ يَتْرُكُوهُمْ وَمَا أَرَادُوا هَلَكُوا جَمِيعًا، وَإِنْ أَخَذُوا عَلَى أَيْدِيهِمْ نَجَوْا، وَنَجَوْا جَمِيعًا».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2493]
المزيــد ...
નૌમાન બિન બશીર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«અલ્લાહ એ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખનાર અને અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જનાર વ્યક્તિનું ઉદાહરણ તે લોકો જેવુ છે, જેમણે એક હોડી બાબતે ચિઠ્ઠી ઊછાળી, જેના પરિણામે કેટલાક લોકો હોડીના ઉપરના ભાગમાં અને કેટલાક લોકો નીચેના ભાગમાં વહેંચાઈ ગયા, જે લોકો નીચેના ભાગમાં હતા તેઓને પાણી લેવા માટે ઉપર જવું પડતું હતું, તો તેઓ કહેવા લાગ્યા: શું આપણે આપણા ભાગમાં કાળું ન કરી લઈએ, જેથી ઉપરના લોકોને તકલીફ ન થાય, જો ઉપરના ભાગના લોકો તેમને એજ સ્થિતિમાં છોડી દે, તો તે દરેકે દરેક લોકો નષ્ટ થઈ જશે, અને જો તેઓ તેમને આવું કરવાથી રોકી લેશે તો તેઓ દરેક બચી જશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2493]
આ હદીષમાં નબી ﷺ એ તે લોકોનું ઉદાહરણ આપ્યું જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદનો ખ્યાલ રાખે છે કે તેઓ અલ્લાહના આદેશ પર અડગ રહે છે, સત્કાર્યોનો આદેશ આપે છે અને બુરાઈથી રોકે છે, અને તે વ્યક્તિનું ઉદાહરણ જેઓ અલ્લાહએ નક્કી કરેલ હદ વટાવી જાય છે, તેઓ નેકી કરવાનું છોડી દે છે, અને ગુનાહના કાર્યો કરવા લાગે છે, અને તેનો અસર આખા સમાજમાં જોવા મળે છે, તે લોકોની માફક જેઓ એક હોડીમાં સવાર થયા, બેઠક બાબતે તેઓએ ચિઠ્ઠી ઊછાળી, કે કોણ નીચે બેસશે અને કોણ ઉપર, તો કેટલાક લોકોને ઉપર બેસવું પડ્યું તો કેટલાકને નીચે, તો જે લોકો નીચે હતા, જ્યારે તેમને પાણીની જરૂર પડતી તો તેઓને ઉપર જવું પડતું હતું, તો નીચેના લોકોએ કહ્યું: શું આપણે લોકો આપણી જ જગ્યાએ એક કાળું ના કરી લઇએ, જેથી આપણે અહીંયાથી પાણી લઇ શકાય અને પીવું હોઈ તો પી પણ શકાય, અને આપણે ઉપરવાળાને પણ તકલીફ ન આપવી પડે,તો જો ઉપરના લોકો તેઓને આવું કરવા દે તો સંપૂર્ણ હોડી ડૂબી જશે, પરંતુ જો તેઓ તેમને આમ કરવાથી રોકશે અને તેઓની વચ્ચે ઊભા થઈ જશે તો તેઓ બન્ને લોકો બચી જશે.