عن أبي بكرة رضي الله عنه قال: قال النبي صلى الله عليه وسلم:
«أَلَا أُنَبِّئُكُمْ بِأَكْبَرِ الْكَبَائِرِ؟» ثَلَاثًا، قَالُوا: بَلَى يَا رَسُولَ اللهِ، قَالَ: «الْإِشْرَاكُ بِاللهِ، وَعُقُوقُ الْوَالِدَيْنِ» وَجَلَسَ وَكَانَ مُتَّكِئًا، فَقَالَ: «أَلَا وَقَوْلُ الزُّورِ»، قَالَ: فَمَا زَالَ يُكَرِّرُهَا حَتَّى قُلْنَا: لَيْتَهُ سَكَتَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2654]
المزيــد ...
અબૂ બકરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે કે નબી ﷺ એ કહ્યું :
«શું હું તમને સૌથી મોટા ગુનાહ વિશે ન જણાવું? ત્રણ વખત નબી ﷺ એ આ વાક્ય કહ્યું, પછી સહાબાઓએ કહ્યું: કેમ નહીં, હે અલ્લાહના રસૂલ ! જરૂર જણાવો, નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ સાથે શિર્ક કરવું અને માતા-પિતાની અવજ્ઞા કરવી», નબી તે સમયે ટેક લગાવી બેઠા હતા, સીધા થઈ નબી ﷺ એ કહ્યું: «સાંભળો ! જૂઠી વાત કરવી», ત્યારબાદ નબી ﷺ વારંવાર આ વાત કહેતા રહ્યા અહીં સુધી કે અમે મનમાં કહેવા લાગ્યા કે કદાચ નબી ﷺ ચૂપ થઈ જતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2654]
નબી ﷺ પોતાના સહાબાઓને સૌથી મોટા ગુનાહ વિશે ખબર આપી રહ્યા છે, અને આ વાક્ય તેમણે ત્રણ વખત કહ્યુ:
૧. અલ્લાહ સાથે શિર્ક કરવું: કોઈ પણ પ્રકારની ઈબાદતને અલ્લાહ સિવાય અન્ય માટે કરવી, અને અલ્લાહ સિવાય અન્યને તેની રુબૂબિય્યત (પાલનહાર હોવામાં), ઉલૂહિય્યત (પૂજ્ય હોવામાં), અને અસ્મા વ સિફાત (પવિત્ર નામો અને ગુણોમાં) તેના બરાબર ઠેહરાવવો.
૨. માતા-પિતાની નાફરમાની: માતા-પિતાને કોઈ પણ રીતે તકલીફ પહોંચાડવી, પોતાની જબાન વડે અથવા પોતાના કાર્યો વડે, અને તેમની સાથે એહસાન (સારો વ્યવહાર) કરવાનું છોડી દેવું.
૩. જૂઠી વાત તેમાંથી જૂઠી ગવાહી આપવી: તે દરેક જૂઠી વાત અથવા ગવાહી જેનો હેતુ સામે વાળા વ્યક્તિનું અપમાન કરવું હોય, તેના માલને હડપી લેવામાં આવે અથવા તેના સન્માનને ઠેસ પહોંચાડવામાં આવે, એવી જ અન્ય કામ કરવા.
નબી ﷺ જૂઠી ગવાહી બાબતે ચેતવણી આપતા તેમજ સમાજ પર તેના ભયાનક અસર તરફ ધ્યાન દોરતા વારંવાર આ શબ્દો કહેતા ગયા અહીં સુધી કે સહાબાઓ મનમાં કહેવા લાગ્યા કે કદાચ આપ ﷺ હવે ચૂપ થઈ જતા, તેમના પર દયા ખાતા અને આ વસ્તુની નફરત જે તેમને પરેશાન કરી રહી છે.