+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: إِنَّ رَسُولَ اللهِ صلى الله عليه وسلم قَالَ:
«إِذَا شَرِبَ الْكَلْبُ فِي إِنَاءِ أَحَدِكُمْ فَلْيَغْسِلْهُ سَبْعًا». ولمسلم: « أولاهُنَّ بالتُراب».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 172]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«»જ્યારે કૂતરું તમારા માંથી કોઈના વાસણમાં પી લે, તો તે વાસણને સાત વખત ધોવામાં આવશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 172]

સમજુતી

જ્યારે કૂતરું કોઈ વાસણમાં મોઢું નાખે તો તે વાસણને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સાત વખત ધોવાનો આદેશ આપ્યો છે, પ્રથમ વખત માટી વડે ધોવામાં આવે અને પછી પાણી વડે ધોવામાં આવે, પછી જ તે વાસણ સંપૂર્ણ રીતે પાક થશે અને તેમાં રહેલ (જીવાત)થી બચી શકાશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الرومانية Malagasy Kanadische Übersetzung
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કૂતરાની લાળ અત્યંત નાપાક છે.
  2. કૂતરો વાસણ ચાટવાથી તે વાસણ નાપાક થઈ જાય છે, તેમજ તેમાં રહેલું પાણી પણ નાપાક થઈ જાય છે.
  3. માટી વડે અને સતત સાત વખત ધોવું આ આદેશ કુતરાના વાસણ ચાટવા કારણે છે, એ વગર તેનું પેશાબ અને ગંદકી પર સાત વખત ધોવામાં નહિ આવે.
  4. વાસણને માટી વડે ધોવાનો તરીકો: વાસણમાં પાણી નાખવું, તેમાં માટી નાખી બન્નેને ભેગું કરી સારી રીતે વાસણ ધોઈ નાખવું.
  5. હદીષમાં વર્ણવેલ આદેશ દરેક કુતરાઓ માટે સામાન્ય છે, અહીં સુધી કે તે કુતરાઓ માટે પણ જેમની શરીઅતે પરવાનગી આપી હોય, જેવા કે શિકારી કુતરાઓ, ચોકીદારી માટે રાખવામાં આવેલ કુતરાઓ અને ઘરમાં દેખરેખ માટે પાડવામાં આવતા કુતરાઓ.
  6. સાફ કરવા માટે સાબુ અને લિકવિડ માટીની જગ્યા નથી લઈ શકતા કારણકે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાસ માટીનું વર્ણન કર્યું છે.