عَنْ أَبِي هُرَيْرَةَ رَضيَ اللهُ عنه:
أَنَّهُ لَقِيَهُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي طَرِيقٍ مِنْ طُرُقِ الْمَدِينَةِ وَهُوَ جُنُبٌ، فَانْسَلَّ فَذَهَبَ فَاغْتَسَلَ، فَتَفَقَّدَهُ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمَّا جَاءَهُ قَالَ: «أَيْنَ كُنْتَ يَا أَبَا هُرَيْرَةَ؟» قَالَ: يَا رَسُولَ اللهِ، لَقِيتَنِي وَأَنَا جُنُبٌ فَكَرِهْتُ أَنْ أُجَالِسَكَ حَتَّى أَغْتَسِلَ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «سُبْحَانَ اللهِ، إِنَّ الْمُؤْمِنَ لَا يَنْجُسُ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 371]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે મદીનહના કોઈક રસ્તા પર તેમની મુલાકાત થઇ, તે સમયે તેઓ જનાબતની (અપવિત્ર) સ્થિતિમાં હતા, ત્યાંથી ધીમે રહીને તેઓ ખસ્કી નીકળી ગયા, તેઓએ સ્નાન કર્યું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમને શોધતા રહ્યા, જ્યારે તેઓ આવ્યા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હે અબૂ હુરૈરહ! ક્યાં જતા રહ્યા હતા? તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું જનાબતની સ્થિતિમાં હતો અને મને સારું ન લાગ્યું કે હું એ સ્થિતિમાં આપની સાથે બેસું, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: « અલ્લાહ અત્યંત પવિત્ર છે, ખરેખર મોમિન નાપાક (અપવિત્ર) નથી હોતો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 371]
મદીનહના એક રસ્તા પર અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુની મુલાકાત નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે થઇ, અને અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ તે સમયે જનાબત (અપવિત્ર) સ્થિતિમાં હતા, નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની મહાનતાના કારણે તે સ્થિતિમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે બેસવું સારું ન લાગ્યું, જેથી તેઓ ત્યાંથી નીકળી ગયા અને ગુસલ (ધાર્મિક સ્નાન) કરી પરત આવ્યા, તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમને પૂછ્યું કે ક્યાં જતા રહ્યા હતા? તો અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અનહુએ પોતાની સ્થિતિ વિષે જણાવ્યુ કે તેઓ નાપાક હતા અને તે સ્થિતિમાં આપની સાથે બેસવું સારું ન લાગ્યું, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આશ્ચર્ય થયું, અને તેમને કહ્યું: ખરેખર મોમિન પવિત્ર હોય છે, તે કોઈ પણ સ્થિતિમાં અપવિત્ર કે નાપાક નથી હોતો, ન તો જીવતે જી અને ન તો મૃત્યુ પછી.