عَنْ عَائِشَةَ أُمِّ المؤمنين رضي الله عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ إِذَا اغْتَسَلَ مِنَ الجَنَابَةِ، غَسَلَ يَدَيْهِ، وَتَوَضَّأَ وُضُوءَهُ لِلصَّلاَةِ، ثُمَّ اغْتَسَلَ، ثُمَّ يُخَلِّلُ بِيَدِهِ شَعَرَهُ، حَتَّى إِذَا ظَنَّ أَنَّهُ قَدْ أَرْوَى بَشَرَتَهُ، أَفَاضَ عَلَيْهِ المَاءَ ثَلاَثَ مَرَّاتٍ، ثُمَّ غَسَلَ سَائِرَ جَسَدِهِ، وَقَالَتْ: كُنْتُ أَغْتَسِلُ أَنَا وَرَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مِنْ إِنَاءٍ وَاحِدٍ، نَغْرِفُ مِنْهُ جَمِيعًا.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 272]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે:
જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરતાં તો પહેલા બંને હાથ ધોતાં, ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે સંપૂર્ણ શરીર ભીનું થઈ ગયું છે તો ત્રણ વખત તેના પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીરને ધોતાં, આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમય વાસણ માંથી પાણી લેતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 272]
જ્યારે નબી ﷺ જનાબતનું ગુસલ કરવાનો ઇરાદો કરતાં તો સૌથી પહેલા પોતાના બંને હાથ ધોતાં. ફરી વઝૂ કરતાં જે રીતે નમાઝ માટે કરતાં, ફરી ગુસલ કરતાં, ફરી શરીર પણ પાણી નાખતા, ફરી પોતાના હાથ વડે માથામાં પાણી નાખી માલિશ કરતાં, જ્યારે તેમને યકીન થઈ જતું કે પાણી વાળના મૂળયા સુધી પહોંચી ગયું છે, તો ત્રણ વખત માથા પર પાણી નાખતા, ફરી સંપૂર્ણ શરીર ધોઈ લેતા. આયશા રઝી અલ્લાહુ અન્હા કહે છે: હું અને નબી ﷺ એક સાથે ગુસલ કરતાં હતા અને એક જ સમયે વાસણ માંથી પાણી લેતા હતા.