عن أبي هريرة رضي الله عنه قال:
كان رسولُ الله صلى الله عليه وسلم إذا عَطَس وضَعَ يَدَه -أو ثوبَهُ- على فيهِ، وخَفَضَ -أو غضَّ- بها صوتَهُ.
[صحيح] - [رواه أبو داود والترمذي وأحمد] - [سنن أبي داود: 5029]
المزيــد ...
અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 5029]
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી આ કાર્યો કરતાં:
પહેલું: પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, જેથી મોઢા અથવા નાક માંથી નીકળવાવાળી વસ્તુ પાસે બેઠેલા વ્યક્તિને તકલીફ ન આપે.
બીજું: પોતાની અવાજ ધીમી કરતાં અને તેની ઊંચી ન કરતાં.