હદીષનું અનુક્રમણિકા

જ્યારે કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મોહબ્બત કરે તો તે તેને જણાવી દે કે તે તેનાથી મોહબ્બત કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
એક મુસલમાનના બીજા મુસલમાન પર પાંચ હકો છે: સલામનો જવાબ આપવો, બીમાર હોઇ તો ખબરગીરી કરવી, જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું, જ્યારે તે દાવત આપે તો તેની દાવત કબૂલ કરવી, જ્યારે તેને છીંક આવે તો તેની છીંકનો જવાબ આપવો
عربي અંગ્રેજી ઉર્દુ
શું તમે જાણો છો કે ગિબત કોને કહે છે?», સહાબાઓએ કહ્યું: અલ્લાહ અને તેના રસૂલ વધુ જાણે છે, આપ ﷺ એ કહ્યું: «(ગિબત એટલે કે) તમારા ભાઈ વિશે તમે એવી વાત કહો જે તેને પસંદ ન હોય
عربي અંગ્રેજી ઉર્દુ
કોઈ વ્યક્તિ માટે જાઈઝ નથી કે તે પોતાના ભાઈ સાથે ત્રણ રાત કરતા વધારે વાતચીત બંધ રાખે, એવી રીતે કે જ્યારે બન્ને એકબીજાની સામને આવી જાય તો બન્ને એકબીજાથી મોઢું ફેરવી લે, તે બન્ને માંથી શ્રેષ્ઠ તે છે, જે સલામ કરવાની શરૂઆત કરે
عربي અંગ્રેજી ઉર્દુ
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા
عربي અંગ્રેજી ઉર્દુ
નિઃશંક અલ્લાહ તે બંદાની વાત પર ખુશ થાય છે કે જ્યારે કોઈ બંદો કંઈ ખાઈ તો તેના પર અલ્લાહની પ્રસંશા કરે અને કંઈ પીવે તો પણ અલ્લાહની પ્રશંસા કરે
عربي અંગ્રેજી ઉર્દુ
હે બાળક ! બિસ્મિલ્લાહ પઢો, જમણા હાથ વડે ખાઓ, અને પોતાની બાજુથી ખાઓ
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી જ્યારે કોઈ ખાવા બેસે તો તેણે જમણા હાથ વડે ખાવું જોઈએ, જ્યારે પીવે તો જમણા હાથ વડે પીવું જોઈએ, એટલા માટે કે શૈતાન ડાબા હાથ વડે ખાય છે અને પીવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
રેશમી અને દિબાજ (તે કાપડ જે મોટા રેશમથી બનાવવામાં આવ્યું હોય) ન પહેરો, અને સોના અને ચાંદીના વાસણમાં પાણી ન પીવો, અને ન તો તેની પ્લેટોમાં ખાઓ; કારણકે આ વસ્તુઓ (કાફિરો માટે) દુનિયામાં જ છે અને આપણાં માટે આખિરતમાં છે
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિ દુનિયામાં રેશમી પોશાક પહેરશે તો તેને આખિરતમાં પહેરાવામાં નહીં આવે
عربي અંગ્રેજી ઉર્દુ
તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે તમારા માંથી કોઈ વઝૂ કરે તો તે પોતાના નાકમાં પાણી નાખી તેને બરાબર સાફ કરે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ પથ્થર વડે પાકી પ્રાપ્ત કરે તો તે પથ્થરોનો ઉપયોગ એકી સંખ્યામાં કરે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ પણ વ્યક્તિ પેશાબ કરતી વખતે પોતાના શિશ્નને જમણા હાથ વડે ન પકડે, ન તો હાજત પૂરી કરતી વખતે જમણા હાથ વડે સાફ કરે, અને ન તો પાણી પીતી વખતે વાસણમાં શ્વાસ લે
عربي અંગ્રેજી ઉર્દુ
જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) ને જ્યારે છીંક આવતી તો પોતાના મોઢા પર હાથ અથવા કપડું મૂકી દે તા, અને પોતાનો અવાજ ધીમો રાખતા
عربي અંગ્રેજી ઉર્દુ
એક વ્યક્તિ નબી ﷺ પાસે બેસી ડાબા હાથ વડે ખાવાનું ખાઈ રહ્યો હતો, તો નબી ﷺ એ કહ્યું: «જમણા હાથ વડે ખાઓ», તો તે વ્યક્તિ એ કહ્યું: હું જમણા હાથ વડે ખાઈ નથી શકતો, નબી ﷺ એ કહ્યું: «તું આમ ક્યારે પણ નહીં કરી શકે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી કોઈ વ્યક્તિ પોતાના ભાઈ સાથે મુલાકાત કરે, તો તેને સલામ કરે, પછી જો તેમની વચ્ચે વૃક્ષ અથવા દિવાલ અથવા પથ્થર આવી જાય ફરી બીજી વાર મુલાકાત કરે તો ફરી સલામ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે
عربي અંગ્રેજી ઉર્દુ
મેં કહ્યું: હે અલ્લાહના પયગંબર! કઈ વસ્તુમાં છુટકારો છે? તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «પોતાની જબાન પર કાબૂ રાખો, પોતાના ઘરમાં રહો, અને પોતાની ભૂલો (ગુનાહો) પર રડો
عربي અંગ્રેજી ઉર્દુ
મને કોઈ એવો અમલ જણાવો જેને હું કરતો રહું તો જન્નતમાં દાખલ થઈ જઉં, નબી ﷺએ કહ્યું: «અલ્લાહની ઈબાદત કરો અને તેની સાથે કોઈને ભાગીદાર ન કરો, ફર્ઝ નમાઝ પઢતા રહો, ફર્ઝ ઝકાત આપતા રહો, રમઝાન મહિનાના રોઝા રાખો
عربي અંગ્રેજી ઉર્દુ
સવાર વ્યક્તિ ચાલતા વ્યક્તિને અને ચાલતો વ્યક્તિ બેઠેલા વ્યક્તિને સલામ કરશે અને નાનું જૂથ મોટા જૂથને સલામ કરે
عربي અંગ્રેજી ઉર્દુ
યહૂદી અને નસ્રાની લોકોને સલામ કરવામાં પહેલ ન કરો અને જ્યારે તે બન્ને માંથી કોઈ રસ્તામાં તમારી સામસામે થઈ જાય તો તમે તેને તંગ રસ્તા તરફ ચાલવા પર મજબુર કરી દો
عربي અંગ્રેજી ઉર્દુ
કયામતના દિવસે મોમિન વ્યક્તિના ત્રાજવામાં સારા અખ્લાકથી વધારે ભારે વસ્તુ કંઈ નહીં હોય, અને અલ્લાહ અભદ્ર વાતો અને અશ્લીલ કાર્યોને સખત નાપસંદ કરે છે
عربي અંગ્રેજી ઉર્દુ
નબી ﷺ અમારી વચ્ચે આવ્યા, અમે કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમે એ તો જાણી ગયા છે કે તમારા પર સલામ કઈ રીતે મોકલીએ, પરંતુ અમે તમારા ઉપર દરૂદ કંઈ રીતે મોકલીએ?
عربي અંગ્રેજી ઉર્દુ
એક વ્યક્તિએ નબી ﷺ ને સવાલ કર્યો કે કયો ઇસ્લામ સૌથી શ્રેષ્ઠ છે? તો નબી ﷺ એ કહ્યું: «તમે ખાવાનું ખવડાવો અને જેને તમે જાણતા હોય તેને પણ અથવા જેને ન જાણતા ન હોય તેને પણ સલામ કરો
عربي અંગ્રેજી ઉર્દુ
જે વ્યક્તિએ આ શબ્દો કહી કસમ ખાધી, કે લાત અને ઉઝ્ઝાની કસમ, તે લા ઇલાહ ઇલ્લલ્લાહ (અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી) કહે, અને જે વ્યક્તિએ પોતાના સાથીને કહ્યું કે આઓ આપણે જુગાર રમીએ, તો તે સદકો કરે
عربي અંગ્રેજી ઉર્દુ
એક પુરુષ બીજા પુરુષના ગુપ્તાંગ તરફ ન જુએ, અને ન તો કોઈ સ્ત્રી બીજી સ્ત્રીના ગુપ્તાંગ તરફ જુએ
عربي અંગ્રેજી ઉર્દુ
મુસલમાન તે છે, જેની જબાન અને હાથથી બીજો મુસલમાન સુરક્ષિત રહે, અને હિજરત કરવાવાળો તે છે, જે અલ્લાહએ હરામ કરેલ દરેક વસ્તુને છોડી દે
عربي અંગ્રેજી ઉર્દુ
ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર
عربي અંગ્રેજી ઉર્દુ
આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}
عربي અંગ્રેજી ઉર્દુ
આ ચાર આદતો જે વ્યક્તિમાં હોય, તે પાકો મુનાફિક ગણવામાં આવશે, અને જે વ્યક્તિમાં આ ચારેય આદતો માંથી કોઈ એક આદત હશે તો જ્યાં સુધી તે તેને છોડી ન દે ત્યાં સુધી તે પણ મુનાફિક જ ગણાશે, (તે ચાર આદતો આ છે): જ્યારે વાત કરે તો જૂઠ્ઠું બોલે, જ્યારે તેને અમાનત સોંપવામાં આવે તો તેમાં ખિયાનત કરે, જ્યારે તો વાયદો કરે તો વાયદો પૂરો ન કરે અને જ્યારે ઝઘડો કરે તો અપશબ્દો બોલે
عربي અંગ્રેજી ઉર્દુ
મોમિન ન તો મહેણાં ટોણા મારવાવાળો, લઅનત કરવાવાળો, અશ્લીલ અને અપશબ્દ બોલનારો નથી હોતો
عربي અંગ્રેજી ઇન્ડોનિષયન
કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે
عربي અંગ્રેજી ઉર્દુ
તમારા માંથી જ્યારે કોઈને બગાસુ આવે તો તે પોતાના હાથ મોઢા પર મૂકી તેને રોકે, નિઃશંક શૈતાન મોઢામાં દાખલ થાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
એક મુસલમાનના બીજા મુસલમાન પર છો હકો છે» કહેવામાં આવ્યું હે અલ્લાહના પયગંબર! કયા કયા?, આપ ﷺએ કહ્યું: «જ્યારે તેની સાથે મુલાકાત કરો તો સલામ કરો, અને જો તે તેમને આંમત્રણ આપે, તો તેનું આમંત્રણ સ્વીકારો, અને જ્યારે તે તમારી પાસે સલાહ મશવરો માંગે, તો તેને યોગ્ય સલાહ આપો, જ્યારે તેને છીંક આવે, અને તે અલ્ હમ્દુ લિલ્લાહ કહે, તો તેના જવાબમાં યર્હમુકલ્લાહ્ કહેવું, અને જો તે બીમાર હોઇ તો ખબરગીરી કરવી, અને જ્યારે તે મૃત્યુ પામે તો તેના જનાઝામાં શરીક થવું
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તઆલા તે વ્યક્તિ તરફ નહીં જુએ, જે પોતાના કપડાં ઘમંડ રૂપે નીચે લટકાવતો હોય
عربي અંગ્રેજી ઉર્દુ
કસમ ખાઈને વેપાર કરવો, તે તેનો એક તરીકો તો છે પણ તેનાથી બરકત ખતમ થઈ જાય છે
عربي અંગ્રેજી ઉર્દુ
બે મુસલમાનો જ્યારે ભેગા થાય અને તે બન્ને હાથ મિલાવે, તો તેમના અલગ થતાં પહેલા તે બન્નેને માફ કરી દેવામાં આવે છે
عربي અંગ્રેજી ઉર્દુ
અલ્લાહ તે વ્યક્તિને આનંદમય રાખે, જે અમારી પાસેથી કોઈ વાત સાંભળે અને તે એવી જ રીતે પહોંચાડી દે, જે રીતે તેણે સાંભળી હોય, ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે છે, તે સાંભળનાર વ્યક્તિ કરતા વધુ ચપળ હોય છે
عربي અંગ્રેજી ઉર્દુ