عَنْ المُغِيرَةِ رضي الله عنه قَالَ:
كُنْتُ مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فِي سَفَرٍ، فَأَهْوَيْتُ لِأَنْزِعَ خُفَّيْهِ، فَقَالَ: «دَعْهُمَا، فَإِنِّي أَدْخَلْتُهُمَا طَاهِرَتَيْنِ» فَمَسَحَ عَلَيْهِمَا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 206]
المزيــد ...
મુગીરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓ કહે છે:
હું એક સફરમાં નબી ﷺ સાથે હતો, મેં આપના મોજા ઉતારવા માટે હાથ આગળ કર્યો, તો નબી ﷺ એ કહ્યું: « તેને રહેવા દો, મેં બન્ને મોજા વુઝુની સ્થિતિમાં પહેર્યા હતા», ફરી નબી ﷺ એ બન્ને મોજા પર મસહ કર્યો.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 206]
નબી ﷺ એક સફરમાં હતા, તો નબી ﷺ વઝૂ કરવા લાગ્યા, જ્યારે નબી ﷺ પગ ધોવા સુધી પહોંચ્યા તો મુગીરહ બિન શુઅબહ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાનો હાથ આગળ કર્યો કે નબી ﷺ ના બન્ને પગ માંથી મોજા કાઢી લે જેથી તો નબી ﷺ પોતાના પગ ધોઈ શકે! તો નબી ﷺ એ કહ્યું: તેને છોડી દો અને ન કાઢો, કારણકે આ બન્ને મોજા મેં વઝૂની સ્થિતિમાં પહેર્યા હતા, ત્યારબાદ નબી ﷺ એ પગ ધોવાના બદલે મોજા પર મસહ કર્યો.