عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ لَا يَرُدُّ الطِّيبَ.

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 2582]
المزيــد ...

અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
આપ ﷺ ખુશ્બુ (અત્તર) પરત કરતાં ન હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 2582]

સમજુતી

નબી ﷺ ની આદત હતી કે આપ ﷺ ખુશ્બુ (અત્તર) ને નકારતા ન હતા, જો કોઈ આપને ખુશ્બુ (અત્તર) ભેટ આપે તો આપ ﷺ તેને સ્વીકારી લેતા હતા; કારણકે તેને પોતાની પાસે રાખવું સરળ હોય અને બીજું એ કે તેની સુગંધ પણ સારી હોય છે.

હદીષથી મળતા ફાયદા

  1. અત્તર હદીયો કબૂલ કરવી જાઈઝ છે; કારણકે તેને ઉઠાવવામાં કોઈ પરેશાની નથી અને તેને કબૂલ કરવામાં કોઈ ઉપકારનો ભાર નથી રહેતો.
  2. આ હદીષમાં આપ ﷺ ના ઉચ્ચ અખલાકનું વર્ણન કે જે વ્યક્તિ આપ ﷺ ને ખુશ્બુ આપતો તો આપ તેને કબૂલ કરતા અને પરત કરતાં ન હતા.
  3. આ હદીષમાં ખુશ્બુનો ઉપયોગ કરવા પર પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
ભાષાતર જુઓ
ભાષા: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ વધુ (63)
વધુ