عَنْ عَائِشَةَ رضي الله عنها:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا أَوَى إِلَى فِرَاشِهِ كُلَّ لَيْلَةٍ جَمَعَ كَفَّيْهِ، ثُمَّ نَفَثَ فِيهِمَا فَقَرَأَ فِيهِمَا: {قُلْ هُوَ اللهُ أَحَدٌ}، وَ{قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}، وَ{قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}، ثُمَّ يَمْسَحُ بِهِمَا مَا اسْتَطَاعَ مِنْ جَسَدِهِ، يَبْدَأُ بِهِمَا عَلَى رَأْسِهِ وَوَجْهِهِ وَمَا أَقْبَلَ مِنْ جَسَدِهِ، يَفْعَلُ ذَلِكَ ثَلَاثَ مَرَّاتٍ.
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 5017]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે:
આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}, પઢી ફૂંક મારતા અને ફરી જ્યાં સુધી શરીર સુધી પોતાની હથેળી જઈ શકતી હોય ત્યાં સુધી તેને ફેરવી દેતા, પહેલા માથા પર પછી ચહેરા પર અને પછી શરીર પર ફેરાવતા હતા, અને આપ ﷺ આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 5017]
આપ ﷺની આદતો માંથી એક આદત હતી કે જ્યારે પણ આપ ﷺ રાત્રે પથારી પર સૂવા માટે જતા આપ પોતાની બન્ને હથેળીઓ ઉઠાવતા અને આ દુઆ પઢતા- જેવું કે દુઆ કરવાવાળો હાથ કરે છે, અને સામાન્ય થૂંક સાથે ફૂંક હથેળીઓ પર મારતા, અને ત્રણેય સૂરતો પઢતા: {قل هو الله أحد}, {قل أعوذ برب الفلق},{قل أعوذ برب الناس}, પોતાની હથેળી જ્યાં સુધી પહોંચતી હોય ત્યાં સુધી શરીર પર ફેરવી દેતા, માથાના અને ચહેરાના ભાગથી શરૂ કરતાં અને શરીરના આગળના ભાગમાં ફેરવતા, આ પ્રમાણે ત્રણ વખત કરતા હતા.