હદીષો માટે સૂચિ

આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય
عربي الإنجليزية الأوردية
તમારા માંથી સૌથી ઉત્તમ વ્યક્તિ તે છે, જે કુરઆન શીખે અને શીખવાડે
عربي الإنجليزية الأوردية
તમે તમારા ઘરોને કબ્રસ્તાન ન બનાવો, નિઃશંક શૈતાન તે ઘરથી ભાગી જાય છે, જે ઘરમાં સૂરે બકરહ પઢવામાં આવતી હોય
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ રાત્રે સૂરે બકરહની છેલ્લી બે આયતો પઢી લે તો તે બંને આયતો તેના પૂરતી થઈ જાય છે
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ અલ્લાહની કિતાબ માંથી એક શબ્દ પઢશે તો તેના માટે એક નેકી લખવામાં આવશે અને એક નેકીનો સવાબ દસ નેકી બરાબર લખવામાં આવે છે
عربي الإنجليزية الأوردية
નબી ﷺ દરેક સ્થિતિમાં અલ્લાહનો ઝિક્ર (અલ્લાહના વખાણ) કરતા હતા
عربي الإنجليزية الأوردية
અલ્લાહ તઆલાએ કહ્યું: મેં નમાઝને મારી અને મારા બંદા વચ્ચે અડધી અડધી વહેંચી દીધી છે, મારા બંદાએ જે માગ્યું તે તેનું છે
عربي الإنجليزية الأوردية
હે કાકા ! તમે એક વાક્ય લા ઇલાહ ઇલ્લલ્લાહ કહી દો, જેથી હું અલ્લાહ સામે આ વાક્ય દ્વારા તમારા પ્રત્યે ગવાહી આપી શકું
عربي الإنجليزية الأوردية
તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત હોય, તે સન્માનિત અને નેક ફરિશ્તાઓ સાથે હશે, અને જે વ્યક્તિ કુરઆન પઢવામાં નિષ્ણાંત ન હોય અને અટકી અટકીને કુરઆન પઢે, અને તેને કુરઆન પઢવામાં કઠિનાઈ થતી હોય, તેના માટે બમળો સવાબ છે
عربي الإنجليزية الأوردية
કયામત ત્યાં સુધી નહીં આવે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ દિશા માંથી ન નીકળે, જ્યારે સૂર્ય પશ્ચિમ દિશા માંથી નીકળશે તો દરેક લોકો જોશે અને દરેક લોકો તરત જ ઈમાન લઈ આવશે
عربي الإنجليزية الأوردية
કયામતના દિવસે મોત એક કાબરચીતરા ઘેટાંના સ્વરૂપમાં લાવવામાં આવશે
عربي الإنجليزية الأوردية
અહલે કિતાબની વાતોની ન તો પુષ્ટિ કરો અને ન તો તેને જુઠલાવો પરંતુ આમ કહો: [અમે અલ્લાહ પર અને જે કંઈ પણ તેણે ઉતાર્યું છે તેના પર ઈમાન લાવ્યા}
عربي الإنجليزية الأوردية
આપ ﷺ કુરઆન મજીદમાં સુરતનો અંત નક્કી નહતા કરી શકતા જ્યાં સુધી {બિસ્મિલ્લાહિર્ રહમાનીર્ રહીમ} ન ઉતરી જાય
عربي الإنجليزية الأوردية
કુરઆન પઢવાવાળાને કહેવામાં આવશે: પઢતા જાઓ અને આગળ વધતા જાઓ અને સારી રીતે રુકી રુકીને તિલાવત કરો, જેવું કે તમે દુનિયામાં સારી રીતે રુકી રુકીને પઢતા હતા, તમારી છેલ્લી મંજિલ તે રહેશે, જ્યાં તમે કુરઆન મજીદની છેલ્લી આયત પઢીને રૂકશો
عربي الإنجليزية الأوردية
સહાબા આપ ﷺ પાસે કુરઆન મજીદની દસ દસ આયતો શીખતાં હતા, અને આગળની દસ આયતો ત્યાં સુધી નહતા શીખતાં જ્યાં સુધી અમે પહેલી દસ આયતો વિશે ઇલ્મ અને અમલ કરવાને પ્રાપ્ત ન કરી લઈએ
عربي الإنجليزية الأوردية
હે અબૂ મુનઝિર, કુરઆન મજીદ માંથી તમારા મતે કંઈ આયત સૌથી મોટી છે? મેં કહ્યું કે: {اللهُ لا إِلَهَ إِلا هُوَ الْحَيُّ الْقَيُّومُ} [સૂરે બકરહ: ૨૫૫], આપ ﷺ એ મારી છાતી પર એક હાથ માર્યો (શાબાશી આપવા માટે) અને કહ્યું: «અલ્લાહની કાસમ ! હે અબુ મુનઝિર ! તમને ઇલ્મ મુબારક
عربي الإنجليزية الأوردية
આપ ﷺ દરરોજ રાત્રે જ્યારે પથારી પર આરામ કરવા માટે આવતા તો પોતાની બન્ને હથેળીઓને ભેગી કરતા અને {قُلْ هُوَ اللهُ أَحَدٌ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ الْفَلَقِ}, અને {قُلْ أَعُوذُ بِرَبِّ النَّاسِ}
عربي الإنجليزية الأوردية
યહૂદી, જેમના પર અલ્લાહ ગુસ્સે થયો, અને નસ્રાની, જેઓ ગુમરાહ છે
عربي الإنجليزية الأوردية
જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો
عربي الإنجليزية الأوردية
તેઓએ તમારી સાથે ખિયાનત કરી છે અને તમારી અવજ્ઞા કરી છે તમારી સામે જુઠ્ઠું બોલે છે
عربي الإنجليزية الأوردية
તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં
عربي الإنجليزية الأوردية
(હે લોકો ! અલ્લાહ તઆલાએ તમારા પરથી અજ્ઞાનતાના સમયનું અહમ અને ઘમંડ અને ખાનદાની તકબ્બુર દૂર કરી દીધું
عربي الإنجليزية الأوردية
{ثُمَّ لَتُسْأَلُنَّ يَوْمَئِذٍ عَنِ النَّعِيمِ} (તે દિવસે તમને નેઅમતો વિશે સવાલ કરવામાં આવશે)
عربي الإنجليزية الأوردية
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «મને કુરઆન સંભળાવો
عربي الإنجليزية الأوردية
ખરેખર કુરઆન યાદ કરનારનું ઉદાહરણ દોરડા વડે બાંધેલા ઊંટ જેવુ છે, જો તેનું ધ્યાન રાખશે, તો તેના પર કાબૂ કરી રાખશે, અને જો છોડી દે શો તો તે જતું રહેશે
عربي الإنجليزية الأوردية
તમને મુબારક, તમને બે એવા નૂર આપવામાં આવી રહ્યા છે, જે પહેલા કોઈ નબીને આપવામાં આવ્યા નથી: એક સૂરે ફાતિહા અને બીજું સૂરે બકરહની છેલ્લી આયતો, તે બંને માંથી એક આયત પણ પઢશો, તો તેનો સવાબ જરૂર આપવામાં આવશે
عربي الإنجليزية الأوردية
કુરઆન પઢતા રહો, કારણકે તે કયામતના દિવસે પોતાના પઢનાર માટે ભલામણ કરનાર બની આવશે
عربي الإنجليزية الأوردية
અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે હતા અને અમે શક્તિશાળી યુવાન હતા, અમે કુરઆન શીખતાં પહેલા ઇમાન શીખ્યું, ફરી કુરઆન શીખ્યા, તેથી અમારું ઇમાન ઘણું વધી ગયું
عربي الإنجليزية الأوردية
દરેક પયગંબરને અલ્લાહ તઆલાએ કંઈક ને કંઈક મુઅજિઝો જરૂર આપ્યો છે, અને તે પ્રમાણે ઘણા લોકો તેના પર ઈમાન લાવ્યા
عربي الإنجليزية الأوردية
અનસ રઝી અલ્લાહુ અન્હુને પૂછવામાં આવ્યું કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરઅત (કુરઆનની તિલાવત) કેમની હતી? તો તેમણે કહ્યું: «મદની સાથે
عربي الإنجليزية الأوردية
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું
عربي الإنجليزية الأوردية
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ પણ સંજોગોમાં અમને કુરઆન પઢાવતા હતા, ફક્ત જનાબત (અશુદ્ધિ) વખતે પઢાવતા ન હતા
عربي الإنجليزية الأوردية
તે ઝાતની કસમ જેના હાથમાં મારા પ્રાણ છે, આ સૂરત કુરઆનના એક તૃતીયાંશ ભાગ બરાબર છે
عربي الإنجليزية الإندونيسية
પરંતુ તમે કહો: અમે સાંભાળ્યું અને અનુસરણ કર્યું, હે અમારા પાલનહાર અમને માફ કરી દે અમારે તારી તરફ જ ફરવાનું છે
عربي الإنجليزية الأوردية
અલ્લાહની કિતાબમાં એક આયત છે, જેને તમે પઢો છો, જો આ આયત યહૂદી માટે ઉતરતી તો યહૂદી તે દિવસને યહૂદી ઈદનો દિવસ મનાવતા
عربي الإنجليزية الأوردية
અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}
عربي الإنجليزية الأوردية
પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે
عربي الإنجليزية الأوردية
{શું તમારું હાજીઓને પાણી પીવડાવવું અને મસ્જિદે હરામની સેવા કરવી, તે વ્યક્તિના કાર્ય જેવું ગણી લીધું છે, જે વ્યક્તિ અલ્લાહ પર અને આખિરતના દિવસ પર ઈમાન લાવે} [અત્ તૌબા: ૧૯] આયત પુરી થાય ત્યાં સુધી
عربي الإنجليزية الأوردية
જે વ્યક્તિ પણ મક્કાહના હરમમાં જુલમ કરવાનો ઇરાદો કરશે, ભલે તે અદન (યમનના એક શહેર)નો રહેવાસી કેમ ન હોય, તો અલ્લાહ તેને દુ:ખદાયી અઝાબ આપશે
عربي الإنجليزية الإندونيسية
મારા પર એક એવી આયત ઉતારવામાં આવી છે, જે મને સંપૂર્ણ દુનિયા કરતાં પણ વધુ પ્રિય છે
عربي الإنجليزية الإندونيسية
જે વ્યક્તિએ સૂરે અલ્ કહફની પહેલી દસ આયતો યાદ કરી, તે દજ્જાલના ફિતનાથી સુરક્ષિત થઈ જશે». અને બીજી રિવાયતના શબ્દો છે: «સૂરે અલ્ કફહની છેલ્લી દસ આયતો
عربي الإنجليزية الأوردية
મારા પર એવી આયતો ઉતરી -અથવા ઉતારવામાં- આવી છે કે આજ સુધી તેના જેવી આયતો જોઈ નથી, (અર્થાત્) મુઅવ્વઝતૈન
عربي الإنجليزية الإندونيسية
ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે
عربي الإنجليزية الإندونيسية