عَنْ أَنَسٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ:
كُنْتُ سَاقِيَ القَوْمِ فِي مَنْزِلِ أَبِي طَلْحَةَ، وَكَانَ خَمْرُهُمْ يَوْمَئِذٍ الفَضِيخَ، فَأَمَرَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ مُنَادِيًا يُنَادِي: أَلاَ إِنَّ الخَمْرَ قَدْ حُرِّمَتْ، قَالَ: فَقَالَ لِي أَبُو طَلْحَةَ: اخْرُجْ، فَأَهْرِقْهَا، فَخَرَجْتُ فَهَرَقْتُهَا، فَجَرَتْ فِي سِكَكِ المَدِينَةِ، فَقَالَ بَعْضُ القَوْمِ: قَدْ قُتِلَ قَوْمٌ وَهِيَ فِي بُطُونِهِمْ، فَأَنْزَلَ اللَّهُ: {لَيْسَ عَلَى الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ جُنَاحٌ فِيمَا طَعِمُوا} [المائدة: 93] الآيَةَ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 2464]
المزيــد ...
અનસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
હું અબૂ તલ્હાના ઘરે લોકોને શરાબ પીવડાવી રહ્યો હતો, તે સમયે ખજૂરથી બનેલી શરાબ પીતા હતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને આદેશ આપી મોકલ્યો: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, તેમણે કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ બધી જ શરાબ ફેંકી દો, મેં બહાર જઈ સંપૂર્ણ શરાબ વહાવી દીધી, શરાબ મદીનહની ગલીઓમાં વહેવા લાગી, કેટલાકે લોકોએ કહ્યું: એવું લાગે છે કે ઘણા લોકો આ જ સ્થિતિમાં કતલ કરી દેવામાં આવ્યા કે શરાબ તેમના પેટમાં હતી, પછી અલ્લાહએ આ આયત ઉતારી: {જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઇદહ: ૯૩].
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 2464]
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુએ જણાવ્યું કે તેઓ અબૂ તલ્હાના ઘરે શરાબ પીવડાવી રહ્યા હતા, તે સમયે ખજૂરથી જ શરાબ બનાવતા હતા, ખજૂરને સુકાવી તેના રસ દ્વારા બનાવી લેતા, પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ એક અવાજ આપનારને મોકલ્યો, તેણે બૂમ પાડી અને કહ્યું: ખબરદાર શરાબ હરામ થઈ ગઈ છે, અનસ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: અબૂ તલ્હાએ મને કહ્યું: બહાર જઈ આ જેટલી શરાબ છે, તે વહાવી દો, હું બહાર નીકળ્યો અને બધી જ શરાબ વહાવી દીધી, મદીનાની ગલીઓમાં શરાબ વહેવા લાગી, કેટલાક લોકોએ કહ્યું: કેટલાક લોકોને કતલ કરી દેવામાં આવ્યા, એ સ્થિતિમાં કે તેમના પેટમાં હજુ શરાબ હતી, તો અલ્લાહ તઆલાએ આ આયત ઉતારી:
{જે લોકો ઈમાન લાવ્યા અને નેક અમલ કર્યા તેમને એ વાત પર કઈ ગુનોહ નથી થાય, જે તેઓ (શરાબ પીવા પર રોક આવવા પહેલા) પી લીધું છે} [અલ્ માઈદહ: ૯૩] આયત સુધી. અર્થાત્: જે લોકો ઇમાન લાવ્યા છે તેમના પર શરાબ હરામ થવા પહેલા જો પીધી હશે તો તેમના પર કોઈ ગુનોહ નથી.