+ -

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رَضيَ اللهُ عنهُما قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَا أَسْكَرَ كَثِيرُهُ فَقَلِيلُهُ حَرَامٌ».

[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه وأحمد] - [سنن أبي داود: 3681]
المزيــد ...

જાબિર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું; અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«જે વસ્તુનું વધુ પ્રમાણ નશાનું કારણ બનતું હોય, તેનું ઓછું પ્રમાણ પણ હરામ (પ્રતિબંધિત) છે».

[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાએ રિવાયત કરી છે અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 3681]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે તે દરેક ખાવા પીવાની વસ્તુ જેનું વધુ પ્રમાણ ઉપયોગ કરવાથી બુદ્ધિ વિચલિત થતી હોય, તો તેનું ઓછું પ્રમાણ પણ હરામ છે, ભલેને તેના દ્વારા બુદ્ધિ વિચલિત ન થતી હોય.

હદીષથી મળતા ફાયદા

  1. શરીઅત લોકોની બુદ્ધિની રક્ષા કરે છે.
  2. દુષ્ટતા તરફ દોરી જતાં દરેક માર્ગને રોકી, તેની બુરાઈને રોકવાની પરવાનગી.
  3. ઓછા પ્રમાણમાં નશાકારક વસ્તુનો ઉપયોગ કરવો હરામ છે; કારણકે તે વ્યસનનો સ્ત્રોત બને છે.
  4. જ્યારે કોઈ વસ્તુનું ઓછું અથવા વધુ પ્રમાણ વ્યસનકારક ન હોય તો તે હરામ નથી.
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન સિન્હાલા વિયેતનામીસ હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الهولندية الرومانية المجرية الجورجية
ભાષાતર જુઓ