+ -

عَنِ ابْنِ عُمَرَ رَضيَ اللهُ عنهما قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ أَحَبَّ أَسْمَائِكُمْ إِلَى اللهِ عَبْدُ اللهِ وَعَبْدُ الرَّحْمَنِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2132]
المزيــد ...

ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«ખરેખર અલ્લાહને તમારા નામોમાં સૌથી પ્રિય નામ અબ્દુલ્લાહ અને અબ્દુર રહમાન છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2132]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ પાસે સૌથી પ્રિય પુરુષો માટે નામ: અબ્દુલ્લાહ, અથવા: અબ્દુર રહમાન છે.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ કુર્તુબી રહિમહુલ્લાહએ કહ્યું: અને બંને નામ સાથે અન્ય નામ જેમકે અબ્દુર રહીમ, અબ્દુલ માલિક અને અબ્દૂસ્ સમદનો પણ સમાવેશ થાય છે, આ નામ અલ્લાહ પાસે સૌથી પ્રિય છે; કારણકે આ નામોમાં એક ગુણ છે, જે અલ્લાહ માટે છે અને એક ગુણ બંદાઓ માટે છે જે તેમના માટે જરૂરી છે, અને તે છે અલ્લાહની બંદગી, ફરી આ નામમાં બંદાને વાસ્તવિક રૂપે અલ્લાહ તરફ સબંધિત કરવામાં આવે છે, ફરી આ નામોને તેનું યોગ્ય સ્થાન આપી તેને પવિત્ર કરી તેની મહત્ત્વતા પ્રાપ્ત થાય છે, બીજા અન્ય લોકોએ કહ્યું: ફક્ત આ બંને નામોને ઉલ્લેખ કરવાનો અર્થ એ કે કુરઆનમાં આ બંને નામ સિવાય બીજા નામોને અલ્લાહ સબંધિત કરવામાં આવ્યા નથી, અલ્લાહ તઆલાએ કહ્યું: {જ્યારે અલ્લાહનો બંદો (રસૂલ) તેની બંદગી માટે ઉભો થયો.} [અલ્ જિન્ન: ૧૯], અને બીજી આયતમાં કહ્યું: {રહમાનના (સાચા) બંદા} [અલ્ ફુરકાન: ૬૩], અને પોતાની વાતની પુષ્ટિ કરી કહ્યું: {તમેં તેમને કહી દો કે અલ્લાહ (કહીને) પોકારો, અથવા રહમાન કહી.} [અલ્ ઇસ્રા: ૧૧૦].
ભાષાતર: અંગ્રેજી ઇન્ડોનિષયન બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الموري Kanadische Übersetzung الأوكرانية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ