+ -

عَنِ ‌ابْنِ عَبَّاسٍ رَضِيَ اللهُ عَنْهُمَا:
أَنَّ نَاسًا مِنْ أَهْلِ الشِّرْكِ، كَانُوا قَدْ قَتَلُوا وَأَكْثَرُوا، وَزَنَوْا وَأَكْثَرُوا، فَأَتَوْا مُحَمَّدًا صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالُوا: إِنَّ الَّذِي تَقُولُ وَتَدْعُو إِلَيْهِ لَحَسَنٌ، لَوْ تُخْبِرُنَا أَنَّ لِمَا عَمِلْنَا كَفَّارَةً، فَنَزَلَ {وَالَّذِينَ لا يَدْعُونَ مَعَ اللهِ إِلَهًا آخَرَ وَلا يَقْتُلُونَ النَّفْسَ الَّتِي حَرَّمَ اللهُ إِلا بِالْحَقِّ وَلا يَزْنُونَ}[الفرقان: 68]، وَنَزَلَت: {قُلْ يَا عِبَادِيَ الَّذِينَ أَسْرَفُوا عَلَى أَنْفُسِهِمْ لا تَقْنَطُوا مِنْ رَحْمَةِ اللهِ} [الزمر: 53].

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 4810]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેઓ કહે છે:
મુશરિક લોકો માંથી કેટલાક લોકોએ કતલ જેવો સંગીન ગુનોહ કર્યો હતો, અને ખૂબ વધારે કતલ કર્યો હતો, વ્યભિચાર જેવો ગુનાહ કર્યો હતા અને ખૂબ કર્યા હતા, તેઓ નબી ﷺ પાસે આવ્યા અને જણાવ્યું: તમે જે કંઈ પણ કહો છો અને જે માર્ગ તરફ બોલાવો છો ખરેખર સારી વાત છે, પરંતુ અમને એ જણાવો કે અત્યાર સુધી અમે જે ગુનાહ કર્યા છે, તે ઇસ્લામ લાવ્યા પછી માફ થશે કે નહીં, તેના પર આ આયત ઉતરી, {અને અલ્લાહ સાથે બીજા કોઈ ઇલાહને પોકારતા નથી અને ન તો અલ્લાહએ હરામ કરેલ કોઈ પ્રાણને નાહક કતલ કરે છે, અને ન તેઓ અશ્લીલતાનું કાર્ય કરે છે} [ફુરકાન: ૬૮[, અને આ આયત પણ ઉતરી {તમે લોકોને કહી દો, કે હે મારા બંદાઓ ! જે લોકોએ પોતાના પર અતિરેક કર્યો છે, તમે અલ્લાહની કૃપાથી નિરાશ ન થઇ જાઓ} [સૂરે ઝૂમર: ૫૩].

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 4810]

સમજુતી

કેટલાક મુશરિક લોકો નબી ﷺ પાસે આવ્યા, અને કહ્યું કે અમે કતલ તેમજ વ્યભિચાર જેવા મોટા ગુનાહ ઘણા કર્યા છે, તે લોકોએ નબી ﷺ ને કહ્યું: તમે જે માર્ગ તરફ બોલાવી રહ્યા છો અને જે શિક્ષા તમે આપી રહ્યા છો તે શ્રેષ્ઠ શિક્ષા છે, પરંતુ અમારી પરિસ્થિતિ તો એ છે કે અમે તો શિર્ક અને કબીરહ ગુનાહમાં સપડાયેલા છે, શુ તેનો કોઈ કફ્ફારો છે?
તો આ બંને આયતો ઉતરી, અલ્લાહ તઆલા લોકોની તૌબા કબૂલ કરે છે પછી ભલેને તેમના ગુનાહ ઘણા અને મોટા મોટા પણ કેમ ન હોય, જો આ પ્રમાણે ન હોત તો તેઓ કુફ્ર અને વિદ્રોહ કરતા રહેતા અને તે દીનમાં દાખલ પણ ન થાત.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية التشيكية الموري Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung الولوف Aserbaidschanisch الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઇસ્લામની મહત્ત્વતા અને તેની મહાનતા, કે તે પહેલાંના દરેક ગુનાહ માફ કરી દે છે.
  2. બંદા માટે અલ્લાહ તઆલાની વિશાળ રહેમત, અર્થાત્ તેની માફી અને દરગુજર કરવું.
  3. આ હદીષમાં શિર્ક, નાહક કોઈને કતલ કરવું અને વ્યભિચાર જેવા ગુનાહને હરામ જણાવ્યા છે, અને જે વ્યક્તિ પણ આ ગુનાહની નજીક જશે તેના માટે સખત ચેતવણી વર્ણન કરવામાં આવી છે.
  4. પાક અને સાફ તૌબા તેમજ ઇખલાસ અને નેક અમલ દ્વારા કરવામાં આવેલ તૌબા દરેક કબીરહ ગુનાહોનો કફ્ફારો છે, જેમાં અલ્લાહ સાથે કરવામાં આવેલ કુફ્રનો પણ સમાવેશ થાય છે.
  5. પવિત્ર અલ્લાહની રહેમતથી હતાશ થવું અને નિરાશ થવું હરામ છે.
વધુ